
આ સમજૂતિ પછી ભારત હવે મિસાઈલ હૂમલા માટે અમેરિકી ડેટાનો ઉપયોગ કરી શકશે. જેમાં કોઈપણ વિસ્તારની સટીક ભૌગોલીક લોકેશન હોય છે. જેથી ભારતને મિસાઈલ હૂમલા માટે સટીક જાણકારી મળી શકશે. આ સમજૂતિથી ભારતની સૈન્ય તાકાત મજબૂત થશે અને દેશની સેટેલાઈટ ક્ષમતા પણ વધશે. આ ડીલથી ભારતને ખૂબ જ ફાયદો થશે. અમેરિકી સેટેલાઈટથી દુનિયાભરમાં સૈન્ય ઠેકાણાની તસ્વીરો, લોકેશનની સટીક જાણકારી ભારતને આપશે. આ જાણકારી ડેટા, ચાર્ટ, તસ્વીરોના રૂપમાં હશે. આ સમજૂતિના આધાર પર મળેલી સુચનાના આધાર પર ફાયર કરાયેલ મિસાઈલ હવે પોતાના ઠેકાણા પર નિશાન લગાવી શકશે અને તે વધારે સટીક હશે. આ ડેટાના આધાર પર ભારત પોતાની આસપાસના દુશ્મનોની હલચલ અને સેન્ય તૈયારીઓની તપાસ રાખી શકશે. અને જરૂર પડશે તો તેને નષ્ટ પણ કરી શકશે. આ ડીલથી ભારતની સરહદ પર ચીનની તમામ સૈન્ય ગતિવિધિની જાણકારી તસ્વીરો અને ચાર્ટ દ્વારા મળી શકશે.

આ પાંચ સમજૂતી પર હસ્તાક્ષર થયા છેઃ
(1) બેસીઝ એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ
(2) એમઓયુ ફોર ટેકનિકલ કોઓપરેશન ઓન અર્થ સાયન્સ
(3) એરેન્જમેન્ટ એક્સટેન્ડીંગ ધ એરેન્જમેન્ટ ઓન ન્યૂક્લીયર કોઓપરેશન
(4) એગ્રીમેન્ટ ઓન પોસ્ટલ સર્વીસીઝ
(5) એગ્રીમેન્ટ ઓન કોઓપરેશન ઈન આયુર્વેદા એન્ડ કેન્સર રીસર્ચ
અમેરિકાના સંરક્ષણપ્રધાન માર્ક એસ્પરે કહ્યું છે કે હાલની પરિસ્થિતિઓમાં ભારત અને અમેરિકાની મિત્રતા એશિયા માટે નહી પણ દુનિયામાં માટે અતિમહત્વની છે. ચીન તરફથી દુનિયાને ખતરો વધતો જઈ રહ્યો છે. આ સંજોગોમાં મોટા દેશોએ સાથે આવવું પડશે. માર્ક એસ્પરના કહેવા પ્રમાણે ભારત, જાપાન અને અમેરિકા સાથે કેટલાય ઓપરેશનો કરશે. માલાબાર એક્સસાઈઝ પણ કરાશે. તે ઉપરાંત બન્ને દેશો ડિફેન્સ ઈન્ફોર્મેશન શેરિંગ મામલામાં વધુ આગળ વધ્યા છે.

માઈક પોમ્પિયોએ કહ્યું હતું કે ચીન દ્વારા ફેલાયેલ વાયરસની અસર પુરી દુનિયામાં જોવાઈ રહી છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સતત કેટલાય અખતરા કરીને દુનિયાને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પણ ભારત અને અમેરિકા ફકત ચીન નહી પણ અન્ય તમામ પડકારોની સાથે લડવા સાથે તૈયાર છે. ભારત-અમેરિકા ડિફેન્સ, સાયબર સ્પેસ, ઈકોનોમીના ક્ષેત્રમાં સાથે છે અને મજબૂતીની સાથે ઉભી રહીશું. અમે યુનોમાં ભારતની સ્થાયી સીટ માટે સમર્થન કરીએ છીએ.
વિદેશપ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે આજની વાતચીત બન્ને દેશો વચ્ચે દુનિયામાં થતી અસર બતાવે છે. અમે દુનિયાની કઈ અનેક મહત્વની વાતો પર ચર્ચા કરી છે. બન્ને દેશોમાં આર્થિક, ડિફેન્સ, ઈન્ફોર્મેશન શેરિંગને લઈને કેટલાય લેવલ પર વાત થઈ છે, સાથે તેના પર પ્રગતિ પણ સાંધી શકાઈ છે. જયશંકરે કહ્યું છે કે આજે અમેરિકા અને ભારતની મુલાકાત ફકત બે દેશોની વચ્ચે મુલાકાત નથી, પણ તેમાં દુનિયા પર થનારી અસરો પર વાત થઈ છે.
