
અમેરિકાની ટીમ ભારત આવી રહી છે
ભારત તરફથી પણ ટ્રેડ ડીલ પરની સમજૂતી યોગ્ય દિશામાં આગળ વધી રહી હોવાના સંકેત છે. હવે આગામી સપ્તાહે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતીના(India US Trade Deal) પ્રથમ તબક્કાની વાતચીત કરવા માટે અમેરિકાના અધિકારીઓની ટીમ ભારત આવી રહી છે. જેને લઈને આશા જગાવી છે કે આ બેઠકમાં બન્ને દેશોની વચ્ચે વાત બની શકે છે.
ટેરિફ કટ પર ચર્ચા સંભવ
આ સંદર્ભમાં આવેલ રીપોર્ટ અનુસાર ભારત અમેરિકા ટ્રેડ ડીલને(India US Trade Deal) અંતિમ સ્વરૂપ આપવા આવે તેવી શક્યતા છે. અમેરિકાની ટીમનું નેતૃત્વ United States Trade Representative (USTR) ના રિક સ્વિત્ઝર કરવાના છે. આ ત્રણ દિવસીય બેઠક 10 ડીસેમ્બર, 2025ના રોજ શરૂ થશે અને 12 ડીસેમ્બરે શરૂ થશે. જેમાં ટ્રેડ ડીલને લઈને અટકેલા તમામ મુદ્દાઓ પર વાતની સાથે ભારત પર લગાવેલ અમેરિકી ટેરિફમાં કટ(Tariffs Cuts) કરવા પર ચર્ચા થવાનો આશાવાદ છે.
આ બીજો પ્રવાસ
અત્રે નોંધનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વીતેલા ઓગસ્ટ મહિનામાં રશિયાથી ક્રૂડ ઓઈલ(Crude Oil) ખરીદીને લઈને ભારત પર 25 ટકા રેસિપ્રોક્લ ટેરિફની(US Tariffs) સાથે સ્પેશિયલ 25 ટકા ટેરિફ લાદી હતી. આમ કુલ 50 ટકા ટેરિફ લાદવામાં આવી હતી, તે પછી બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડીલ(India US Trade Deal) પર આગળની ચર્ચા પર વાત આગળ વધી શકી નથી. ત્યાર પછી સપ્ટેમ્બરમાં ફરીથી વાતચીત ટ્રેક પર આવી હતી. અમેરિકાના અધિકારીઓ 16 સપ્ટેમ્બરના રોજ ભારત આવ્યા હતા અને ટ્રેડ ડીલ પર ચર્ચા કરી હતી. રશિયાથી તેલને લઈને હાઈ ટેરિફ લગાવ્યા બાદ અમેરિકાના અધિકારીઓનો આ બીજો ભારત પ્રવાસ છે.
ઝડપથી બેસ્ટ ડીલ થશે….
ભારત યુએસ ટ્રેડ ડીલને(India US Trade Deal) લઈને અત્યાર સુધી પોઝિટિવ સિગ્નલ મળ્યા છે, તેના પર નજર કરીએ તો એકલા અમેરિકાથી નહી પર ભારત તરફથી પણ રીપોર્ટ મળી રહ્યા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વીતેલા દિવસોમાં એક નિવેદનમાં કહ્યું હતું કે ઝડપથી અમે સારી ડીલ લોક કરવા જઈ રહ્યા છીએ. તો બીજી તરફ સપ્ટેમ્બરમાં વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે ટ્રેડ ડીલને લઈને વાતચીત આગળ વધી રહી હોવાની વાત કરી હતી. તે ઉપરાંત વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે પણ તાજેતરમાં જ કહ્યું હતું કે ભારત આ વર્ષના અંત સુધીમાં અમેરિકાની સાથે એક વેપાર સમજૂતી પર પહોંચવાની ધારણા છે. જેનાથી ભારતીય નિકાસકારોના લાભ માટે ટેરિફ મુદ્દે સમાધાન થઈ જશે.
Most Watched Video News
Gold Silver Market: સોનાના ભાવ ઘટ્યા તો ચાંદીમાં ઉછાળો, આગામી સપ્તાહ અતિમહત્ત્વનું રહેશે
ટેરિફ 20 ટકા આસપાસ નક્કી થવાની ધારણા
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને(India US Trade Deal) લઈને ચર્ચા ફેબ્રુઆરી મહિનાથી શરૂ થઈ છે અને અત્યાર સુધીમાં છ તબક્કામાં વાતચીત પુરી થઈ ગઈ છે, પણ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. જો કે બન્ને દેશો તરફથી પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. તેમજ અનેક બ્રોકરેજ ફર્મ દ્વારા ભારત પર લાગુ 50 ટકા ટેરિફમાં ઘટાડો થવાનું અનુમાન જાહેર કરાયું હતું. નોમુરાએ તેના રીપોર્ટમાં કહ્યું હતું કે અમેરિકા ભારત વચ્ચે વેપાર સમજૂતિને લઈને બન્ને પક્ષો તરફથી સકારાત્મક સંકેત મળ્યા છે. આ સમજૂતી પર ઝડપથી સહી સિક્કા થશે અને ભારત પર ટેરિફ 20 ટકાની આસપાસ નક્કી થશે. બ્રોકરેજ ફર્મે એવો પણ દાવો કર્યો હતો કે બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડીલ આ વર્ષના અંત સુધીમાં થઈ જશે.
નિકાસ ઘટી છે
ભારત અમેરિકા ટ્રેડ ડીલના લક્ષ્યની વાત કરીએ તો બન્ને દેશ 2030 સુઘીમાં દ્વિપક્ષીય વેપાર વર્તમાનમાં 191 અબજ ડૉલરથી વધારીને 500 અબજ ડૉલર સુધી પહોંચાડવા માંગે છે. રીપોર્ટ અનુસાર ભારતની કુલ નિકાસમાં અમેરિકાનું યોગદાન અંદાજે 18 ટકા છે અને આયાતમાં 6.22 ટકા છે. તેમજ કુલ વસ્તુ વેપાર 10.73 ટકા છે. ભારતીય નિકાસકારો અનુસાર બન્ને દેશોની વચ્ચે સમજૂતિ ખૂબજ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે 50 ટકા ટેરિફ(Trump Tariffs) લાગુ થયા પછી ઓકટોબરમાં સતત બીજા મહિને અમેરિકામાં ભારતની નિકાસ ઘટી છે.