
સરકારે ભારતીય બજારમાં ચીની સામાનોનું ડમ્પિંગ રોકવા માટે મોટા પગલા લીધા હતી, જેની સીધી અસર નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં દેખાઈ છે. તેમજ સરકારે ચીનની એપ પર પણ પ્રતિબંધ લાદ્યો છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ચીનની સાથે ભારતની વેપારી ખાધ 12.6 બિલિયન ડૉલર રહી છે, જ્યારે પાછલા વર્ષ એપ્રિલથી ઓગસ્ટ સુધી વેપારી ખાધ 22.6 બિલિયન ડૉલર હતી. 2019માં આ જ સમયગાળામાં ભારતની ચીન સાથે વેપારી ખાધ 23.5 બિલિયન ડૉલર હતી. ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ પછી ભારત દ્વારા ચીન પરની નિર્ભરતા ઓછી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સતત ચાર મહિના સુધી ચીનમાં ભારતીય નિકાસમાં ડબલ ડીજીટ ગ્રોથ જોવા મળ્યો હતો. તે ઉપરાંત ચીનમાં ભારતથી આયર્ન અને સ્ટીલ શિપમેન્ટ સંબધિત નિકાસ 8 ગણી વધી ગઈ હતી.

તાજેતરમાં ડાયરેક્ટરોટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે ભારતમાં સ્થાનિક ઉત્પાદનને વધારવા માટે કલર ટેલિવિઝન સેટની આયાત પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત ભારત દક્ષિણ એશિયાના આપણા વેપારી સંબધો દ્વારા ભારતમાં ચીની સામાનો આવવા માટે થઈ રહેલ રિરુટિંગને પણ રોકવા માંગે છે. વિતેલા કેટલાક વર્ષોમાં ભારતીય ફોન માર્કેટમાં ચાઈનીઝ સ્માર્ટ ફોનનો દબદબો રહ્યો છે. જો કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ભારતીય માર્કેટમાં ચીની સ્માર્ટફોનનો હિસ્સો ઘટીને 72 ટકા જ રહી ગયો છે. જે પાછલા વર્ષે આખરી ત્રિમાસિક ગાળામાં ભારતમાં ચીની સ્માર્ટ ફોનનો 81 ટકા હિસ્સો હતો.

અત્યાર હાલ તો ચીન સામે ભારતની ચાલ સફળ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની વાત કરી તે શાનમાં સમજવા જેવી વાત હતી. ચીનમાંથી જે ચીજવસ્તુઓની આયાત કરીએ છીએ તે ચીજવસ્તુઓ ભારતમાં જ બનવી જોઈએ. તો જ આપણી ચીન પરની નિર્ભરતા ઓછી થાય. દરેક ભારતીય અને ગુજરાતીએ આ તક ઝડપી લેવાની જરૂર છે. તો જ આપણે ખરા અર્થમાં આત્મનિર્ભર ભારતીય અને આત્મનિર્ભર ગુજરાતી બનીશું.