શેરબજારમાં સતત પાંચમાં દિવસે તેજીઃ સેન્સેક્સમાં 213 પોઈન્ટનો ઉછાળો

by Investing A2Z
Stock Market India

અમદાવાદ-  શેરબજારમાં (Stock Market India) સતત પાંચમાં દિવસે તેજીની આગેકૂચ રહી હતી. વીતેલા બે મહિનામાં પહેલી વાર પાંચ દિવસ તેજી થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી બેઝ્ડ સ્ટોકમાં નવી લેવાલી ચાલુ રહી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 213  પોઈન્ટ વધી 81,857 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 69 પોઈન્ટ વધી 25,050 બંધ થયો હતો. જોકે નિફ્ટી બેંક (Nifty Bank) 166 પોઈન્ટ ઘટી 55,698 બંધ હતો.

શેરબજારમાં (Share Market India) સતત પાંચમાં દિવસે મજબૂત ઉછાળો જોવાયો છે. મીડકેપ ઈન્ડેક્સ 265 પોઈન્ટ વધ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 159 પોઈન્ટ વધ્યો હતો. તે સાથે એફએમસીજી, આઈટી, રીયલ્ટી શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી. તેની સામે મીડિયો સ્ટોક ઘટ્યા હતા. ફાર્મા અને ખાનગી બેંકોના શેરોમાં નવી લેવાલીનો અભાવ હતો, જેથી સેક્ટોરલ ઈન્ડેક્સ સામાન્ય ઘટ્યો હતો.

આજની તેજીથી માર્કેટ કેપિટલાઈઝેશનમાં 1.79 લાખ કરોડનો વધારો થયો છે. એટલે કે રોકાણકારોની મૂડીમાં કુલ 1.79 લાખ કરોડનો વધારો થયો છે.

આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1712 શેરના ભાવ વધ્યા હતા અને 1263 શેરના ભાવ ઘટ્યા હતા.

81 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 26 શેર બાવન વીક લોની નીચે બંધ હતા.

123 શેરમાં અપર સર્કિટ અને 43 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ ઈન્ફોસીસ ટેકનોલોજી, ટીસીએસ, નેશ્લે, હિન્દુસ્તાન યુનીલીવર અને એનટીપીસી

ટોપ લુઝર્સઃ બીઈએલ, શ્રી રામ ફાયનાન્સ, બજાજ ફાયનાન્સ, તાતા મોટર અને ઈન્ડુસઈન્ડ બેંક

એફઆઈઆઈની વેચવાલી રહી હતી. ગઈકાલે એટલે કે 19 ઓગસ્ટના રોજ એફઆઈઆઈએ 634 કરોડનું નેટ સેલ્સ કર્યું હતું. સામે સ્થાનિક નાણા સંસ્થાઓએ 2261 કરોડનું બાય કર્યું હતું.

ટેકનિક્લી જોવા જઈએ તો નિફ્ટી 25,000 ઉપર ક્લોઝિંગ આવ્યું છે, જે પોઝિટિવ નિશાની દર્શાવે છે. જો કે આગામી દિવસોમાં 25,000નું લેવલ ટકી રહેવું જોઈએ. જો હવે પછીની સેશનમાં 25,000 ઉપર જ ક્લોઝિંગ રહેશે તો તેજીની આગેકૂચ જળવાશે. અન્યથા 25,000નું લેવલ રેઝિસ્ટન્સ બની ને રહી જશે. પાંચ દિવસની એકતરફી તેજી પછી નફારૂપી વેચવાલી આવવાની શક્યતા વધારે છે. બેંક નિફ્ટી ટેકનિકલી વીક છે, જે 56,000 ઉપર બંધ આવશે તો જ નવી તેજી આગળ વધશે.

You will also like

Leave a Comment