શેરબજારમાં સતત આઠમાં દિવસે તેજીઃ આગામી સપ્તાહે આ તેજી આગળ વધશે?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- શેરબજારમાં(Stock Market India) આજે શુક્રવારે સતત આઠમાં દિવસે તેજીની આગેકૂચ રહી હતી. તેજીવાળા ખેલાડીઓમાં ભારે જોશ હતો. ડીફેન્સ, મેટલ, પીએસઈ, ફાર્મા, આઈટી અને એનર્જિ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. નિફ્ટી ત્રણ સપ્તાહની નવી ઊંચી સપાટીએ બંધ આવ્યો હતો. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 355 પોઈન્ટ વધી 81,904 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty Index) 108 પોઈન્ટ વધી 25,114 બંધ થયો હતો. નિફ્ટી બેંક(Nifty Bank) 139 પોઈન્ટ વધી 54,809 બંધ થયો હતો. શું આગામી સપ્તાહે શેરબજારની(Share Market India) આ તેજી આગળ વધશે? નિફ્ટી 25,100 ઉપર મજબૂત બંધ છે, તો ટેકનિકલ લેવલ હવે શું કહે છે?

જૂઓ વીડિયો….

આજે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1561 શેરના ભાવ વધ્યા હતા અને 1483 શેરના ભાવ ઘટ્યા હતા.

79 શેર બાવન વીક હાઈ પર હતા અને 33 શેર બાવન વીક લો પર બંધ હતા.

આજે શુક્રવારે 104 શેરમાં અપર સર્કિટ અને 56 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ બીઈએલ, બજાજ ફાયનાન્સ, બજાજ ફાયનાન્સ સર્વ, હિન્દાલકો અને આઈસર મોટર

ટોપ લુઝર્સઃ ઈટરનલ, હિન્દુસ્તાન યુનીલીવર, ઈન્ડુસઈન્ડ બેંક, બજાજ ઓટો અને ટ્રે્ન્ટ

How much will the stock market rally continue next week?

The stock market continued its bullish streak for the eighth consecutive day today, Friday. There was a lot of enthusiasm among bullish players. There was new buying in stocks of defense, metal, PSE, pharma, IT and energy sectors. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 355 points to close at 81,904. The NSE Nifty index rose 108 points to close at 25,114. The Nifty Bank rose 139 points to close at 54,809. Will this bullish trend continue next week? Nifty closed strongly above 25,100, so what do the technical levels say now? Watch the video….

You will also like

Leave a Comment