શેરબજારનો સેન્સેક્સ ઊંચા મથાળેથી 848 પોઈન્ટ ગબડ્યો, તેજી કેમ ટકી શકી નહી?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે ગુરુવારે શરૂના ભારેખમ ઉછાળા પછી ઘટાડો આવ્યો હતો. જીએસટી રીફોર્મ્સનું (GST Reforms) તેજીનું કારણ આવતાં સવારે શેરોની જાતેજાતના ભાવ ઊંચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. જો કે નવી લેવાલીનો અભાવ રહ્યો અને તેજીવાળા ઓપરેટરોએ ઊંચા લેવલ પર નફો બુક(Profit Booking in Share Market) કરવાની તક ઝડપી લીધી હતી. પરિણામે ઉછાળો ટકી શક્યો ન હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 150 પોઈન્ટ વધી 80,718 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty Index) 19 પોઈન્ટ ઘટી 24,734 બંધ રહ્યો હતો. નિફ્ટી બેંક(Nifty Bank) 7 પોઈન્ટ વધી 54,075 બંધ હતો. શેરબજારની(Share Market India) તેજી કેમ ટકી શકી નહી? અને જીએસટી રીફોર્મ્સનું ફેક્ટર કેમ ડિસ્કાઉન્ટ થયું? તેમજ ટેકનિકલી માર્કેટની રૂખ કેવી રહેશે?

જૂઓ વીડિયો….

આજે ગુરુવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1226 શેરના ભાવ વધ્યા હતા અને 1818 શેરના ભાવ ઘટ્યા હતા.

96 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 36 શેર બાવન વીક લો પર બંધ હતા.

105 શેરમાં અપર સર્કિટ અને 50 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાયનાન્સ, એપોલો હોસ્પિટલ, બજાજ ફિનસર્વ અને નેસ્લે

ટોપ લુઝર્સઃ એચડીએફસી લાઈફ, તાતા કન્ઝ્યુમર, ઈન્ડુસઈન્ડ બેંક, મારૂતિ અને વીપ્રો

Why the stock market rally could not last

The stock market fell today after a huge jump in the beginning on Thursday. The reason for the rally was the GST reforms, the prices of the stocks opened in a gap at a higher level in the morning. However, there was a lack of new buying and bullish operators seized the opportunity to book profits at high levels. As a result, the rally could not last. The Mumbai Stock Exchange’s Sensex rose 150 points to close at 80,718. The NSE Nifty index fell 19 points to close at 24,734. The Nifty Bank rose 7 points to close at 54,075. Why could the stock market rally not last? And why was the factor of GST reforms discounted? Also, what will be the market’s technical trend? Watch the video….

You will also like

Leave a Comment