India GDP અનુમાન કરતાં વધ્યો, માર્ચ ત્રિમાસિકગાળામાં જીડીપી ગ્રોથ 7.4 ટકા રહ્યો

by Investing A2Z
India Q2 GDP Growth

નવી દિલ્હી- નાણાંકીય વર્ષ 2025ના અંતિમ જાન્યુઆરી- માર્ચ ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્રએ (India Economy) ખૂબ જ પ્રોત્સાહક પ્રદર્શન કર્યું છે. માર્ચ ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી ગ્રોથ (India GDP Growth) 7.4 ટકા રહ્યો છે. (India’s GDP in the fourth quarter of 2025) જે પાછલા ચાર ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ રહ્યો છે. પુરા નાણાંકીય વર્ષ 2025માં દેશનો જીડીપી (GDP) 6.5 ટકાના દરથી વધ્યો છે. સરકારે 30 મેને શુક્રવારે આ આંકડા જાહેર કર્યા છે.

જીડીપીનો આંક અનુમાન કરતાં પ્રોત્સાહક આવ્યો છે. જાણીતા અર્થશાસ્ત્રીઓએ માર્ચ ત્રિમાસિક ગાળામાં જીડીપી 6.9 ટકા આવવાનો અંદાજ લગાવ્યો હતો. અને પુરા નાણાંકીય વર્ષ 2025માં જીડીપી 6.3 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. જો કે આ આંકડો રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પુરા વર્ષ માટે જીડીપી 6.5 ટકા રહેશે તેવું અનુમાન દર્શાવ્યું હતું, તે મુજબ જીડીપી રહ્યો છે.

દેશની ઈકોનોમીમાં પાછલા ત્રણ મહિનાની તુલનાએ તેજી જોવા મળી છે. ઓકટોબર- ડિસેમ્બર ત્રિમાસિક ગળામાં જીડીપી ગ્રોથ 6.4 ટકા હતો. જો કે વાર્ષિક આધાર પર ગ્રોથ રેટ ઓછી રહી છે કારણ કે પાછલા નાણાંકીય વર્ષ માર્ચ ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથનો દર 8.4 ટકા હતો.

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ગ્લોબલ આર્થિક માહોલ અનિશ્ચિતતાભર્યો હોવા છતાં ભારતે આર્થિક ગ્રોથની ગતિ જાળવી રાખી છે. અનુમાન છે કે નાણાંકીય વર્ષ 2025-26માં જીડીપી ગ્રોથ 6.3 ટકા રહી શકે છે. જ્યારે મોંઘવારી દર ઘટીને 3.7 ટકા પર આવી શકે છે.

Top Video News

શેરબજારમાં આગામી સપ્તાહે કઈ રણનીતિ અપનાવશો, બેસ્ટ બાય

જાહેર થયેલ ડેટા અનુસાર જીડીપીમાં વધારો થવા પાછળ કેટલાક કારણો રજૂ કરાયા છે. મેન્યુફેકચરિંગ સેકટર 9.4 ટકા વાર્ષિક ગ્રોથ સાથે સૌથી આગળ રહ્યો છે. તેના પછી લોક પ્રશાસન, ડીફેન્સ અને અન્ય સર્વીસ 8.9 ટકા અને નાણાંકીય, રીયલ એસ્ટેટ અને બિઝનેસ સર્વિસ સેકટરમાં 7.2 ટકાનો ગ્રોથ રહ્યો છે. ચોથા ત્રિમાસિકગાળામાં મેન્યુફેકચરિંગ સેકટરમાં વધુ વૃદ્ધિ થઈ છે અને તે 10.8 ટકા પર પહોંચી ગયો છે.

જીડીપીના આંકડા એવા સમયે આવ્યા છે જે દરમિયાન નરેન્દ્ર મોદી સરકાર આ વર્ષે ભારત દેશની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની વાત કરી છે. આઈએમએફના અનુમાન અનુસાર ભારત 2025-26ના અંત સુધીમાં જાપાનને પાછળ છોડીને અમેરિકા, ચીન અને જર્મની પાછી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. નાણાંકીય વર્ષ 2025-26 એપ્રિલ- જૂન ત્રિમાસિક ગાળાના આગામી જીડીપી ગ્રોથના આંકડાનું અપડેટ 29 ઓગસ્ટે જાહેર કરાશે.

You will also like

Leave a Comment