આ સરકારી પેન્શન યોજનામાં નિવૃત્તિ બાદ દર મહિને મળશે 5,000 રૂપિયાનું પેન્શન

by Investing A2Z
Family Pension

મુંબઈ- નિવૃત્તિ પછી લોકોને પરેશાની ન થાય તે માટે સરકાર અનેક પેન્શન યોજના ચલાવે રહી છે. સરકારની (Government Scheme) આ પેન્શન યોજનામાં એક અટલ પેન્શન (Atal Pension Yojana) યોજના પણ છે. અત્યાર સુધીમાં આ યોજનામાં 7.65 કરોડથી વધુ લોકો જોડાઈ ચુક્યા છે. આવો જાણીએ આ પેન્શન યોજના અંગે…

ભારત સરકારની (Pension Scheme of the Government of India) અટલ પેન્શન યોજના (APY) એપ્રિલ 2025 સુધીમાં નવો રેકોર્ડ બનાવી લીધો છે. સરકારી રીપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં આ યોજનામાં 7.65 કરોડથી વધુ લોકો જોડાઈ ચુક્યા છે અને તેનું કુલ બેલેન્સ 45,974.67 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ યોજનામાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. હાલ આમાં અંદાજે 48 ટકા સભ્ય મહિલાઓ છે.

Top Video News

આગામી સપ્તાહે શેરબજારમાં દરેક ઘટાડા પછી તેજી આગળ વધશે, બેસ્ટ બાય સેકટર?

અટલ પેન્શન યોજનાની શરૂઆત 9 મે, 2015ના રોજ થઈ હતી. આ યોજના 1 જૂન, 2015થી લાગુ થઈ હતી. આ યોજનાનો હેતું અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં લોકો નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા આપવાનો છે. આ યોજનામાં 18થી 40 વર્ષ સુધીની વચ્ચેના કોઈપણ ભારતીય નાગરિક સામેલ થઈ શકે છે. આ યોજના અનુસાર 60 વર્ષની ઉંમર પછી દર મહિને 1000થી માંડીને 5000 રૂપિયા ગેરંટેડ પેન્શન(Pension will be available after retirement) મળે છે.

અટલ પેન્શન યોજનાના મહત્વના મુદ્દા

  • અટલ પેન્શન યોજનામાં ઓછામાં ઓછા રોકાણનો સમય 20 વર્ષ છે
  • આ યોજનામાં ફકત એવા લોકો રોકાણ કરી શકે છે જે આવકવેરો નથી ભરતા. (પહેલી ઓક્ટોબર, 2022થી આ નિયમ લાગુ થયો છે)
  • વ્યક્તિ દર મહિને, દર ત્રણ મહિને અથવા દર છ મહિનમાં બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ઓટો ડેબિટ દ્વારા રકમ જમા કરાવી શકે છે.
  • આમાં ઉંમર પ્રમાણે મહિને કેટલી રકમ જમા કરવાની હોય છે તે નક્કી હોય છે.

જો કોઈ વ્યક્તિ 1000 રૂપિયા મહિને પેન્શન ઈચ્છે તો તેને ઉંમર અનુસાર રકમ ભરવાની આવે છે.

19 વર્ષની ઉંમરે 46 રૂપિયા

29 વર્ષની ઉંમરે 106 રૂપિયા

39 વર્ષની ઉંમરે 264 રૂપિયા

આ રકમ 60 વર્ષ સુધી નિયમિત જમા કરવાની હોય છે. આ યોજનામાં 60 વર્ષ સુધી અંદાજે 1.7 લાખ રૂપિયાનું ફંડ બને છે.

Top Banking News

બેંક ડીપોઝિટમાં નોમિનીનો ઈ-મેઈલ અને ફોન નંબર જોડવા જોઈએ?

જો 60 વર્ષ ઉંમર પછી ખાતા ધારકનું મૃત્યું થઈ જાય તો માસિક પેન્શનની રકમ તેના પતિ અથવા પત્નીને મળતી રહે છે. જ્યારે પતિ- પત્ની બન્નેનું મૃત્યું થાય તેવા કિસ્સામાં પુરું ફંડ(જમા રકમ) તેના નોમિનીને પરત કરી દેવાય છે.

અટલ પેન્શન યોજના ઓછી આવકવાળા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે તેવા મજૂર, નાના દુકાનદાર, ઘરકામ કરનાર માટે આ યોજના ખૂબ જ યોગ્ય છે. અને અન્ય સરકારી પેન્શન યોજનામાં સામેલ નથી, તેવા લોકો માટે નિવૃત્તિ બાદ યોગ્ય અને ખુમારી સાથે જીવન જીવવા માટે સારી યોજના છે.

You will also like

Leave a Comment