
Family Pension ની ચૂકવણી
કેન્દ્ર સરકારે ફેમિલી પેન્શનના(Family Pension) એકથી વધારે પત્ની હોય તો કેવી રીતે મળશે ફેમિલી પેન્શન સંદર્ભમાં એક અતિમહત્ત્વનું સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય(Ministry of Personnel , Public Grievances and Pensions) અંતગર્ત આવતાં ડીપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલ્ફેર(Department of Pension and Pensioners Welfare – DoPPW)એ તમામ કેન્દ્રીય સરકારી વિભાગોને જણાવ્યું છે કે કોઈપણ સરકારી કર્મચારી અથવા પેન્શનરનું મૃત્યું થાય અને એક કરતાં વધારે પત્ની જીવત હોય તો ફેમિલી પેન્શનની ચૂકવણી કેવી રીતે કરશો.
ફેમિલી પેન્શન સાથે જોડાયેલા નિયમો
આ દિશા નિર્દેશ 27 ઓકટોબર, 2025ના રોજ ઓફિસ મેમોરેન્ડમમાં જાહેર કરાયા છે. જેમાં સેન્ટ્રલ સિવિલ સર્વિસીઝ(પેન્શન) રૂલ્સ, 2021ના રૂલ નંબર 50માં આપવામાં આવેલા નિયમોને ફરીથી કહેવાયા છે. જે ફેમિલી પેન્શન(Family Pension) આપવા સાથે જોડાયેલા છે.
સરકારનું સ્પષ્ટીકરણ
Department of Pension and Pensioners Welfare- DoPPW એ સ્પષ્ટ કર્યું છે કે રૂલ 50(6)(1)ના હિસાબે વિધવા અથવા વિધુરનો અર્થ માત્ર કાયદાકીય રીતે લગ્ન કરેલ જીવનસાથી સાથે છે. રૂલ નંબર 50(8)(સી) અનુસાર જો કોઈપણ મૃત સરકારી કર્મચારી અથવા પેન્શનરને એક કરતાં વધારે વિધવા હોય તો તેવા કિસ્સામાં ફેમિલી પેન્શન((Family Pension)) બન્નેને યોગ્ય ભાગમાં મળશે. જો કોઈ વિધવા મૃત્યું પામે તો આ પેન્શનની પાત્રતા રહેતી નથી, પણ તે પેન્શનના હિસ્સાની પાત્રતા તેના બાળકોને મળે છે.
હિન્દુ મેરેજ એક્ટ 1955
વિભાગે કહ્યું છે કે કેટલાય મામલામાં એ સવાલ ઉભો થાય છે કે જ્યારે કોઈ સરકારી કર્મચારી અથવા પેન્શનર હિન્દુ મેરેજ એક્ટ 1955 અનુસાર આવે છે. તો બીજા લગ્ન પછી શું સ્થિતિ હોય છે. તેના પર DoPPW એ સ્પષ્ટ કહ્યું છે કે પહેલી પત્નીના જીવિત રહેતા બીજા લગ્ન કરવા એ હિન્દુ મેરેજ એક્ટ, 1955નું ઉલ્લંઘન છે. અને આ સીસીએસ(પેન્શન) રૂલ્સ, 2021ની વિરુદ્ધમાં છે.
કાયદાકીય સમજ
આવા મામલામાં વિભાગોને કહેવામાં આવ્યું છે કે આવા સમયે નિર્ણય લેતાં પહેલા પુરેપુરી સાવધાની રાખે અને કાયદાકીય સમજ દાખવે. જો કોઈ મામલામાં વિવાદ થાય તો તો ટ્રિબ્યુનલ અથવા અદાલતની સમક્ષ રજૂ થનાર જવાબ અથવા અહેવાલ પુરી રીતે નિયમો અને ગાઈડલાઈન્સ અનુસાર તૈયાર કરવામાં આવે.
બે પત્ની સાથે જોડાયેલ મામલો
સરકારે એ પણ કહ્યું છે કે જ્યાં કોઈપણ કર્મચારીને બે પત્ની સાથે જોડાયેલ પેન્શનનો મામલો હોય તો ડીપાર્ટમેન્ટ ઓફ લીગલ અફેર્સનો અભિપ્રાય લેવો ફરજિયાત છે.
કાયદાના નિયમોનું પાલન
સાથે સંબધિત મંત્રલાય અથવા વિભાગને પેન્શનના મામલાના પ્રભારી અધિકારીને આ મામલાની જાણકારી આપવી જોઈએ. જેનાથી તમામ વિભાગોમાં એક પ્રકારના કાયદાના નિયમોનું પાલન સુનિશ્ચિત કરી શકાય.
Family Pension ની પ્રાથમિકતા
સરકારે એમ પણ કહ્યું છે કે ફેમિલી પેન્શન મેળવવાનો ક્રમ રૂલ 50(6) અનુસાર નક્કી કરાયો છે.
- સૌથી પહેલા વિધવા અથવા વિધુરને. આમાં નિવૃત્તિ પછી થયેલ લગ્ન અથવા ન્યાયિક રૂપથી અલગ થયેલ પતિ કે પત્ની સામેલ છે.
 - તેના પછી બાળકોનો હક્ક રહેશે. જેમાં ગોદ લીધેલા બાળકો, સૌતેલે અને નિવૃત્તી પછી જન્મેલા બાળકો સામેલ થશે.
 - પછી આશ્રિત માતા પિતા. અને અંતમાં માનસિક અથવા શારિરીક રૂપથી અક્ષમ આશ્રિત ભાઈ બહેનને પ્રાથમિકતા મળશે.
 
વધતાં જતા પેન્શન દર
DoPPW એ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સરકારી કર્મચારી નિવૃત્તિ પછી મૃત્યું પામે છે. તો તેના પરિવારને વધતાં જતાં પેન્શના દર પર ફેમિલી પેન્શન મળશે. રૂલ 50(2)(a)(iii) અનુસાર આ વધેલ પેન્શન સાત વર્ષ સુધી અથવા કર્મચારીના 67 વર્ષની ઉંમર સુધી, જે પહેલા આવે ત્યાં સુધી આપવામાં આવે છે.
તમામ કર્મચારીઓને લાગુ થાય
આ નિયમો તમામ કર્મચારીઓને લાગુ થાય છે. ચાહે તે કોઈપણ ઉંમરમાં નિવૃત્ત થયો હોય. એવા લોકો માટે પણ કે જેઓ 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે. જેમ કે સેન્ટ્રલ હેલ્થ સર્વિસીઝના ડૉકટર.
Family Pension શું છે
જ્યારે કોઈ સરકારી કર્મચારી અથવા પેન્શનધારકનું મૃત્યુ થાય છે, ત્યારે તેમનો જીવિત પરિવાર યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) (લાયકાત ધરાવતા લોકો માટે) અથવા અગાઉના પેન્શન નિયમો હેઠળ ફેમિલી પેન્શન માટે પાત્ર છે.
Most Watched News
લાયકાત અને કોણ દાવો કરી શકે છે
- યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) હેઠળ, ફેમિલી પેન્શન મૃત કર્મચારી અથવા પેન્શનધારકના જીવનસાથી અને અન્ય પાત્ર પરિવારના સભ્યોને ચૂકવવાપાત્ર છે.
 - કેન્દ્રીય સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, 2021 (CCS (પેન્શન) નિયમો) અનુસાર, નિયમ 50 કેન્દ્રીય સિવિલ સેવકો માટે ફેમિલી પેન્શન પર લાગુ પડે છે.
 - તાજેતરના સ્પષ્ટતામાં જણાવાયું છે કે જો પરિવારના સભ્યનું નામ (દા.ત., પુત્રી) સર્વિસ બુક (ફોર્મ 4) માં સૂચિબદ્ધ ન હોય તો પણ, ફક્ત તે કારણોસર દાવો નકારી શકાય નહીં.
 - અખિલ ભારતીય સેવાઓના મહિલા કર્મચારીઓ/પેન્શનધારકો માટે, ફેરફારો હવે તેમને ચોક્કસ પરિસ્થિતિઓમાં જીવનસાથીની પસંદગીમાં તેમના બાળકો (પુત્રો/પુત્રીઓ) ને નોમિનેટ કરવાની મંજૂરી આપે છે.