

વિવિધ બેંકો સાથે કેટલી છેતરપિંડી…
(1) એસબીઆઈ- 2939 કેસ- રૂ.25,416 કરોડની છેતરપિંડી
(2) પીએનબી- 225 કેસ- રૂ.10,821 કરોડની છેતરપિંડી
(3) બેંક ઓફ બરોડા- 180 કેસ- રૂ.8273.43 કરોડની છેતરપિંડી
(4) અલાહાબાદ બેંક-724 કેસ- રૂ.6,508 કરોડની છેતરપિંડી
(5) બેંક ઓફ ઈન્ડિયા- 127 કેસ- રૂ.5,412 કરોડની છેતરપિંડી
(6) યુકો બેંક- 57 કેસ- રૂ.4,474 કરોડનો છેતરપિંડી
(7) કેનેરા બેંક 116 કેસ- રૂ.4400 કરોડની છેતરપિંડી
(8) ઈન્ડિયન ઓવરસીઝ બેંક- 97 કેસ- રૂ.4,289 કરોડની છેતરપિંડી
(9) ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ- 114 કેસ- રૂ.3,908 કરોડની છેતરપિંડી
(10) યુનિયન બેંક ઓફ ઈન્ડિયા- 157 કેસ- 3,776 કરોડની છેતરપિંડી
સરકારે સ્પષ્ટતા કરી છે કે છેલ્લાં બે વર્ષમાં નિષ્ક્રિય કંપનીઓના 3,38,000 બેંક ખાતાં સ્થગિત કરી દેવાયા છે. નાણાંપ્રધાને વધુમાં કહ્યું હતું કે નવો કાયદો અમલમાં આવ્યા પછી અપરાધ આચરીને કે બેંક ફ્રોડ કરીને વિદેશ ભાગી જનાર અપરાધીઓની મિલકતો ટાંચમાં લેવામાં આવે છે. પણ બેંક ફ્રોડ જ ન થાય તે માટે યોગ્ય પગલાં લેવાની જરૂર છે. મિલકતો ટાંચમાં લેવી એ તો ફ્રોડ થયા પછીની વાત છે, પણ ફ્રોડ જ ન થાય તે માટે સલામતી ફૂલપ્રુફ સીસ્ટમ ગોઠવવાની જરૂર છે.
કેન્દ્ર સરકારે 2016માં બેંકરપ્સી અને ઈન્સોલવન્સી એક્ટ અમલી બનાવ્યો છે. તે અમલમાં આવવા છતાં બેંક ફ્રોડ ઘટ્યાં નથી. ખરેખર તો બેંક ફ્રોડ ન થાય તે માટે એક્ટ તૈયાર કરવાની તાતી જરૂરિયાત છે. કયાં સુધી કેન્દ્ર સરકાર બેંકોને ભંડોળ આપશે. આરબીઆઈએ આગળ આવીને કેન્દ્ર સરકારને યોગ્ય સલાહ સૂચન કરવા જોઈએ.

બેંકોને એનપીએનો બોજ અને બીજી તરફ કેટલીક બેંકોએ મસમોટું નુકસાન નોંધાવ્યું છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિકગાળામાં રૂ.1194 કરોડની ખોટ થઈ છે. યુકો બેંકને 892 કરોડની ખોટ થઈ છે. બિહારના બહુચર્ચિત એક હજાર કરોડના ગોટાળા મામલે સીબીઆઈની તપાસ ચાલી રહી છે. આ ગોટાળામાં સૃજન મહિલા વિકાસ સહયોગ સમિતિ લિમિટેડ અને સરકારી અધિકારીઓની મીલીભગત હોવાની તપાસ ચાલી રહી છે. બેંક ઓફ બરોડા અને ઈન્ડિયન બેંકના કેટલાક અધિકારીઓ સામે કેટલાય અપરાધો, છેતરપિંડી સહિતના કેસ નોંધાયેલા છે.


પરસેવાની કમાણીના નાણાંનો વહીવટ બેંકો કરી રહી છે, જેથી બેંકોના અધિકારીઓએ પોતાના ઘરમાં જે રીતે પૈસાનું પ્લાનિંગ કરે છે, અને તે જ રીતે બેંકમાં પણ પ્લાનિંગ કરીને કામ કરવું જોઈએ. દેશહિતમાં બેંકોના દરેક કર્મચારીઓએ કામ કરવું જોઈએ. અને ઈકોનોમીને મજબૂત કરવા માટે ભારતની બેંકો વધુ મજબૂત હોવી જોઈએ તે તેની પ્રથમ જરૂરિયાત છે. બેંકોની મજબૂતી થકી જ ભારતીય અર્થતંત્ર તેજ ગતિએ આગળ વધશે અને કેન્દ્ર સરકારના આયોજન મુજબ ભારતીય અર્થતંત્ર 5 ટ્રીલીયન ડોલરનું થશે.