100 ટકા ટેરિફની ફાર્માસ્યુટિક્લ કંપનીઓ પર કેટલી અસર પડશે?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે(US President Donald Trump) ભારતની બ્રાન્ડેડ અને પેન્ટટ દવાઓ પર 100 ટકા ટેરિફ લાદ્યો છે,(Trump Tariff on Pharma) જેને પગલે શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. આજે સતત છઠ્ઠા દિવસે શેરબજાર(Stock Market India) વધુ ગબડ્યું હતું. છ દિવસમાં સેન્સેક્સમાં(BSE Sensex) 2,597 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) છ દિવસમાં 769 પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટી બેંક(Nifty Bank) 1,337 પોઈન્ટ ગબડ્યો હતો. આગામી સપ્તાહે શેરબજારનો(Share Market India) ટ્રેન્ડ કેવો રહેશે? અને ભારતીય ફાર્મા કંપનીઓ પર 100 ટકા ટેરિફની શું અસર થશે?

જૂઓ વીડિયો….

શેરબજારમાં સતત છ દિવસ ઘટાડો આગળ વધ્યો છે. સાત મહિનામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. વીતેલા સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ત્રણ ટકાનું ગાબડું પડ્યું છે. નિફ્ટી બેંકમાં 2 ટકા અને આઈટી ઈન્ડેક્સ 8 ટકાથી વધુ તૂટ્યો છે.

એફઆઈઆઈ સતત નેટ સેલર રહી છે.(FII Net Seller) 25 સપ્ટેમ્બરે એફઆઈઆઈએ કુલ રૂપિયા 4,995 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું છે. છેલ્લી ચાર ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ 13,881 કરોડનું નેટ સેલ કર્યું છે. તેની સામે ડીઆઈઆઈએ સપ્ટેમ્બર મહિનામાં જ કુલ રૂપિયા 49,800 કરોડનું નેટ બાય કર્યું છે.(DII Net Buying)

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પેટન્ટ અને બ્રાન્ડેડ દવાઓ પર 100 ટકા ટેરિફ નાંખ્યો છે, જેને કારણે શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. પહેલા અમેરિકા દ્વારા એચવનબી વીઝા ફીમા તોતિંગ વધારાને કારણે આઈટી સેકટરના શેર સતત તૂટ્યા હતા. હવે ફાર્મા કંપનીઓ પર 100 ટકા ટેરિફ નાંખ્યો છે, જેથી આજે ફાર્મા શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી અને આજે શુક્રવારે નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 470 પોઈન્ટ(2.14 ટકા) તૂટ્યો હતો. ભારતીય કંપનીઓ પર કેટલી અસર પડશે તેના માટે જૂઓ વીડિયો.

How much impact will 100 percent Trump tariff have on pharmaceutical companies?

US President Donald Trump has imposed 100 percent tariff on branded and patented medicines from India, which has dampened the sentiment of the stock market. Today, the stock market fell further for the sixth consecutive day. Sensex fell by 2,597 points in six days. NSE Nifty fell by 769 points in six days. Nifty Bank fell by 1,337 points. What will be the trend of the stock market next week? And what will be the impact of 100 percent tariff on Indian pharma companies? Watch the video….

You will also like

Leave a Comment