ગાંધીનગર- 2003માં ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટની શરૂઆત થઈ હતી. 20024માં યોજાયેલ ગ્લોબલ સમીટમાં ફાર્માસ્યુટિકલ સેકટરમાં કુલ 376 એમઓયુ થયા હતા. (Pharmaceutical Sector in Gujarat) જે પૈકી કેટલા એમઓયુ પૂર્ણ થયા છે? તેના લેખાજોખા માટે અહેવાલ….
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ (PM Narendra Modi) વર્ષ 2003માં શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનું વર્ષ 2024માં 10 ચરણ પૂર્ણ થયું છે. (Vibrant Gujarat Global Summit 2024) મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલના (Gujarat CM Bhupendra Patel) નેતૃત્વ હેઠળ 10 માં ચરણમાં પણ દેશ- વિદેશની કંપનીઓએ ગુજરાતમાં રોકાણની ઇચ્છા દર્શાવી અને શરૂઆત પણ કરી છે.
આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના (Health Minister Hrishikesh Patel) માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના ફાર્માસ્યુટિકલ સેક્ટરને (Pharmaceutical Sector) લગતા પણ મોટી સંખ્યામાં M.O.U. આ સમીટમાં કરવામાં આવ્યા હતા.

વર્ષ 2024માં કમીશન થયેલ MOU પ્રોજેક્ટસમાં વિદેશી કંપનીઓ મે. સેનાડોર લેબોરેટરીઝ પ્રા.લિ, સ્પેન દ્વારા કુલ રૂ. 2500 કરોડનું મૂડી રોકાણ કરી વિશ્વમાં સૌથી વધુ કોન્ટ્રાસેપ્ટીવ દવાઓનું ઉત્પાદન કરવામાં આવેલ છે અને જેના થકી 500 લોકોને રોજગારી મળી છે.
અમેરીકાની મે. એમનીલ ફાર્માસ્યુટીકલ પ્રા.લિ. દ્વારા કુલ રૂ. 700 કરોડનું મૂડી રોકાણ કરી ઇંજેકટેબલ દવાઓનું ઉત્પાદન કરવામાં આવેલ છે જેના થકી પણ 500 લોકોને રોજગારી મળી છે.
મે. સીસમેક્સ ઇંડિયા પ્રા.લિ. દ્વારા જાપાન દ્વારા મેડિકલ ડિવાઇસ ઉત્પાદન ક્ષેત્રે કુલ રૂ. 210 કરોડનું રોકાણ કરીને 70 જેટલા લોકોને રોજગારી આપવામાં આવી.
Top News
ગુજરાતમાં આવેલ મે. મેરીલ ગ્રુપ કંપની દ્વારા મેડિકલ ડિવાઇસના ઉત્પાદનમાં કુલ રૂ. 910 કરોડનું મૂડી રોકાણ કરીને 300 લોકોને રોજગારી, મે. સ્વાતિ સ્પેન્ટોસ પ્રા.લિ., વાપી દ્વારા કુલ. રૂ. 500 કરોડનું મૂડી રોકાણ કરીને 300 લોકોને રોજગારી આપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, હાલ દેશના ફાર્માસ્યુટિકલ કુલ ઉત્પાદનના 33 ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે. આજે વિશ્વના 200 જેટલા દેશમાં દવાઓની નિકાસ કરવામાં આવે છે. ભારતની કુલ ફાર્માસ્યુટિકલ નિકાસમાં ગુજરાત આશરે 28 ટકા જેટલો હિસ્સા સાથે અગ્ર ક્રમાંકે છે.
હાલ ગુજરાતમાં 5,850 જેટલા લાઇસન્સ્ડ ઉત્પાદકો છે, જેમાં એલોપેથિક, આયુર્વેદિક, હોમિયોપેથિક, મેડિકલ ડિવાઇસ તેમજ કોસ્મેટિકનું ઉત્પાદન થાય છે.