અમદાવાદ- વીતેલા સપ્તાહે ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં (Gold Silver Market) બે તરફી વધઘટ વચ્ચે ઘટાડો આવ્યો હતો. વીતેલા સપ્તાહે ગોલ્ડમાં દરેક ઉછાળે વેચવાલી આવી હતી, (Gold Rate Today) જ્યારે સિલ્વરમાં દરેક ઘટાડે નવી લેવાલી રહી હતી. (Silver Rate Today) સ્પોટ ગોલ્ડ કરતાં ફ્યુચરમાં ગોલ્ડનો ભાવ 47 ડૉલર ઊંચો રહ્યો હતો. (Gold Price Today) તેમજ ગોલ્ડ 3534 ડૉલરની ઓલ ટાઈમ હાઈ બનાવ્યા પછી સતત ઘટી રહ્યું છે. અને જૂન મહિના પછીનો આ વીતેલા સપ્તાહે સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.(Silver Price Today)
તો હવે સવાલ એ છે કે શું ગોલ્ડમાં તેજીના વળતા પાણી થયા છે? (Has the upward trend in gold changed?) કે પછી ગોલ્ડમાં એકતરફી તેજી પછી આ રીએક્શન આવ્યું છે? આગામી સપ્તાહે ગોલ્ડમાં ફરીથી તેજી થશે? ગોલ્ડ કરતાં સિલ્વર વધુ મજબૂતી સાથે દેખાવ કરી રહી છે.(Bullion Market)
જૂઓ વીડિયો….
સૌથી પહેલા વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વરની સાપ્તાહિક વધઘટ પર નજર કરીએ….
અમદાવાદ સોનાચાંદી બજારમાં 24 કેરેટ સોનું 1200 રૂપિયા ઘટી 1,02,800 ભાવ બંધ રહ્યો હતો. ચાંદીનો ભાવ 1000 રૂપિયા વધી 1,16,000 બંધ થયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 3465 ડૉલર થઈ અને ત્યાંથી ઘટી 3375 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 3382 ડૉલર બંધ રહ્યો હતો. જે ગત સપ્તાહની સરખામણીએ 109 ડૉલર ઘટ્યો હતો.
સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 38.78 થઈ અને ત્યાંથી ઘટી 37.51 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 37.97 ડૉલર બંધ રહ્યો હતો.
સ્પોટ ગોલ્ડ 3405 ડૉલર થઈ અને ત્યાંથી ઘટી 3329 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 3325 ડૉલર બંધ થયો હતો. જે 69 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.
સ્પોટ સિલ્વર 38.75 ડૉલર અને 37.48 ડૉલરની ટૂંકી રેન્જમાં અથડાઈને 38.01 ડૉલર બંધ રહ્યો હતો.
અમેરિકાના ફુગાવો ધીમી ગતિ વધી રહ્યો હોવાના આંકડા આવ્યા હતા. મંગળવારે કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ 0.2 ટકા વધીને આવ્યો હતો. જે જૂનમાં 0.3 ટકાનો વધારો હતો. છેલ્લા બાર મહિનામાં 2.7 ટકા વધ્યો છે. કોર ફુગાવો પણ 0.3 ટકા વધ્યો હતો અને વાર્ષિક કોર ફુગાવો 3.1 ટકા વધ્યો હતો. જે અપેક્ષા કરતાં વધુ વધ્યો હતો.
કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઓગસ્ટમાં લગભગ 5 ટકા ઘટી ગયો હતો. જે ચાર મહિનામાં પહેલી વખત ઘટીને આવ્યો હતો. જે ફુગાવા અંગેની વધતી ચિંતાઓને કારણે હતો. ફુગાવાનું ચિત્ર સતત બગડી રહ્યું છે. એક અંદાજ અનુસાર જુલાઈમાં ફુગાવો 4.5 ટકાથી વધીને 4.9 ટકા થયો છે. અને હવે લાંબા ગાળાના ફુગાવાની અપેક્ષા 3.4 ટકાથી વધી 3.9 ટકા થઈ છે.
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડેન્ટ પુતીનની અલાસ્કામાં થનાર બેઠક પર નજર હતી. કોઈને કોઈ સમાધાન નીકળશે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરાણ થઈ શકે છે તેવી આશા વચ્ચે ગોલ્ડ અને સિલ્વરમાં ઊંચા મથાળે વેચવાલી આવી હતી અને સાવચેતીનું વલણ વધારે જોવાયું હતું. જો કે 15 ઓગસ્ટની ટ્રમ્પ અને પુતીનની બેઠક અનિર્ણીત રહી છે. અને હવે પછી મોસ્કોમાં બીજી બેઠક યોજાશે, એવું નક્કી થયું હતું. એટલે કે આ બેઠકનું કોઈ જ પરિણામ આવ્યું નથી. જેથી હવે આગામી સપ્તાહે ગોલ્ડમાં ફરીથી નવી લેવાલી આવી શકે છે.
હજી ટ્રમ્પના ટેરિફનો ભય તો ઉભો જ છે. ચીનને ટેરિફ માટે વધુ 90 દિવસનો પોઝ આપ્યો છે. કદાચ આગામી સપ્તાહે ટ્રમ્પ ટેરિફના સંદર્ભમાં કોઈ નવા નિર્ણયો લઈ શકે છે. ભારત પર 50 ટકા ટેરિફનો લાદ્યો છે, જે ખૂબ વધારે પડતો છે. હજી ફાર્માસ્યુટિક્લ કંપનીઓ પર ટેરિફ નાંખવાનો બાકી છે. જોકે આગામી ત્રણથી છ મહિના અમેરિકાની આયાત નિકાસનું બેલેન્સ ખોરવાઈ શકે છે. આમ અમેરિકાની અનિર્ણિત પોલીસીને કારણે ગોલ્ડમાં નવું બાઈંગ આવી શકે છે.
જો કે ટેકનિકલી ગોલ્ડ વીક થયું છે. જેથી આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટ બે તરફી વધઘટમાં અથડાશે. અને આગામી સપ્તાહની મહત્વની આર્થિક ઈવેન્ટ્સ પર નજર રાખશે. જુલાઈમાં યોજાયેલી ફેડરલ રીઝર્વની બેઠકની મીનીટ્સ જાહેર થશે. અને જેક્શન હલમાં ફેડના ચેરમેન જેરોમ પોવેલની સ્પીચ છે. મોટાભાગે પોવેલ ફેડ રેટ કટ અંગે નિર્દેશ આપી શકે છે.
વીતેલા સપ્તાહે ગોલ્ડમાં માત્ર એક જ ટ્રેડિંગ સેશનમાં ભાવ વધ્યો હતો, બાકીના પાંચ સેશનમાં ભાવ ઘટ્યો હતો. તેમજ બીજી નોંધપાત્ર બાબત છે કે ઘટતા બજારે ટ્રેડિંગ વોલ્યુમ વધ્યું હતું. જે ગોલ્ડ માર્કેટની વીકનેસ બતાવે છે.
ગોલ્ડમાં 3350 ડૉલરનું ખૂબ મજબૂત સપોર્ટ લેવલ છે. જો આ લેવલ તૂટે તો જ ઘટાડો આગળ વધશે. અન્યથા 3350 ડૉલરના સપોર્ટ લેવલે બાય કરી શકાય. અને 3450 રેઝિટસ્ટ લેવલ રહે છે. જો 3450 ડૉલરનું લેવલ કૂદાવે તો ગોલ્ડમાં નવી તેજી થશે.
સિલ્વરમાં 37.50 ડૉલરના સપોર્ટ લેવલથી બાય કરી હોય તો હોલ્ડ કરી શકાય. ગોલ્ડ કરતાં સિલ્વર ટેકનિકલી મજબૂત છે.
આગામી સપ્તાહની મહત્ત્વની આર્થિક ઈવેન્ટ્સ
મંગળવાર- જુલાઈના હાઉસીંગ સ્ટાર્ટ્સ એન્ડ પરમીટ ડેટા, ફેડ બોવમેન સ્પીચ
બુધવાર- જુલાઈમાં યોજાયેલી એફઓએમસીની બેઠકની મીનીટ્સ જાહેર થશે. ફેડના વોલર અને બોસ્ટિકની સ્પીચ
ગુરુવાર- ફિલી ફેર મેન્યુફક્ચરિંગ ઈન્ડેક્સ, વીકલી જોબલેસ ક્લેઈમ ડેટા, એસ એન્ડ પી ગ્લોબલ
કોમ્પોઝીટ પીએમઆઈ ફ્લેશ, જુલાઈના એક્ઝિસ્ટીંગ હોમ સેલ્સ ડેટા
શુક્રવાર- ફેડના ચેરમેન જેરોમ પોવેલની જેક્સન હોલમાં સ્પીચ