ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 46 ટકા, જાણો કયા કેટલો વરસાદ આવ્યો?

by Investing A2Z

દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને 10 જુલાઇ સુધી દરિયો ન ખેડવા ચેતવણી

ગાંધીનગર- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ (Gujarat Rain 2025) તાપી જિલ્લાના ડોલવણમાં પડ્યો છે. તે પછી ડાંગ અને ભુજ તાલુકામાં વરસાદ વરસ્યો છે. આમ અત્યાર સુધી મોસમનો (Gujarat Monsoon 2025) કુલ સરેરાશ 46 ટકાથી વધુ વરસાદ થયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 209 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં છ ઇંચ કરતાં વધુ વરસાદ તથા ડાંગના સુબીર તાલુકા તેમજ ભુજ તાલુકામાં 5-5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં સુરતના બારડોલી અને પલસાણા, કચ્છના નખત્રાણા અને ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત વ્યારા, વાંસદા, બાલાસિનોર, વઘઇ અને મેઘરજમાં 3-3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. વધુમાં, રાજ્યના 18 તાલુકામાં બે ઇંચથી વધુ, 48 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 130 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે.

આજે તા. 7 જુલાઇ, 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 46.21 ટકા જેટલો નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 50.82 ટકા, કચ્છ વિસ્તારમાં 50.35 ટકા, સૌરાષ્ટ્રમાં 45.41 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 44.21 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 41.31 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

SEOCના અહેવાલ મુજબ સવારે 8.00 કલાક સુધીમાં રાજ્યમાં આવેલ નર્મદા ડેમ 48.15 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 54.50 ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 31 ડેમ હાઇ એલર્ટ, 19 ડેમ એલર્ટ અને 18 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.

Top Trending News

શું સોના ચાંદીના ભાવ ઘટશે ખરા? જૂઓ વીડિયો….

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. 1 જૂન, 2025 થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા 4,205 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ 684 નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા 13 NDRFની ટીમ તેમજ 20 SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, તેમજ બે NDRFની તેમજ 13 SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.

વધુમાં ભારતીય હવામાન વિભાગ-આઈ.એમ.ડી. દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. 7 થી 10 જુલાઇ, 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

Related Posts

Leave a Comment