ગાંધીનગર- ગુજરાત વિધાનસભાના ‘ચોમાસુ સત્ર’નું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આહવાન થયું છે. (Monsoon session of Gujarat Assembly) જે અંતર્ગત તારીખ 8 થી 10 સપ્ટેમ્બર, 2025 સુધી ત્રણ દિવસ 15મી વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. ગુજરાત વિધાનસભાએ ચોમાસું સત્ર સંબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ સંદર્ભે વિગતો આપતાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ (Gujarat Assembly Speaker Shankarbhai Chaudhary) જણાવ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ (Gujarat Governor Acharya Devvrat) આજે 15મી વિધાનસભાના સાતમાં સત્રનું આહવાન કર્યું છે. જે અંતર્ગત આગામી તા. 8, 9 અને 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ત્રણ દિવસ ‘ચોમાસું સત્ર’ યોજાશે. ગુજરાત વિધાનસભા ખાતે આગામી તા. 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યો પોતાના પ્રશ્નો ઑનલાઇન તેમજ પ્રત્યક્ષ એમ બંને પદ્ધતિથી આપી શકશે.
વધુમાં અધ્યક્ષે જણાવ્યું હતું કે તા. 8 થી 10 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન સરકારી કામકાજમાં GST સુધારા વિધેયક (Gujarat GST Amendment Bill) તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયકના (Gujarat Factory Act Amendment Bill) વટહુકમ વિધાનસભામાં રજૂ થશે. જો સરકાર પાસે અન્ય કોઈ બાકીનું કામકાજ હશે તો તે પણ રજૂ થતાં આગળ લેવામાં આવશે. આ ઉપરાંત તા. 6 સપ્ટેમ્બર, 2025 શનિવારના રોજ બોલાવવામાં આવેલી કામકાજ સલાહકાર સમિતિની મીટિંગમાં વિધાનસભા કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.