ક્લાયમેટ ચેન્જથી બદલાઇ રહ્યો છે ચોમાસાનો મિજાજ! જાણો હવામાનનું એ ટુ ઝેડ

by Investing A2Z

વડોદરા- પ્રકૃતિના અવિવેકી દોહન અને અર્બનાઇઝેશનના પરિણામે ઉદ્દભવેલી સમસ્યા ક્લાયમેટ ચેન્જની સમગ્ર જીવસૃષ્ટિ ઉપર વિપરિત અસર પડી છે. ઉનાળામાં ગરમી, ચોમાસામાં વરસાદ (Rain increased due to climate change) અને શિયાળામાં ઠંડીનો મિજાજ સમગ્રતયા બદલાઇ ગયા હોવાનો અહેસાસ સામાન્ય માનવી કરી રહ્યો છે. (A to Z of weather) મોસમની પેટર્ન, એમાંય ખાસ કરીને ચોમાસાની ચાલ પરિવર્તન પામી હોવાની વાત મહારાજ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડાના ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્લાઇમેટ ચેન્જ એન્ડ રિસર્ચ સેન્ટરમાં થઇ રહેલા સંશોધનમાં ફલિત થઈ છે.(Climate change is changing the mood of the monsoon)

ગુજરાત અને વિશેષતઃ

વડોદરામાં ચોમાસાની ચાલને સમજવા માટે તેનું બંધારણ કેવી રીતે થાય છે? એ જાણવું જોઇએ. આપણા પ્રદેશમાં મુખ્યત્વે બંગાળના ઉપમહાસાગર અને અરબી સમુદ્રમાં ઉદ્દભતા લોપ્રેશન સિસ્ટમથી આવે છે. આ બન્ને સમુદ્રમાં પ્રતિ વર્ષ પાંચથી છ વખત આવી સિસ્ટમ ઉભી થાય છે. (Impact of climate change in Gujarat) જેમાં હવાનું દબાણ એક હજાર મિલિબાર્સ કે તેની આસપાસ હોય છે. આ નૈઋત્યનું ચોમાસું વાયા કેરળ, મહારાષ્ટ્ર થઇ ગુજરાતમાં પ્રવેશે છે અને વરસાદ આવે છે. (Monsoon arrived early due to climate change)

ઉષ્ણતામાનની અસર

ગુજરાતના ચોમાસા ઉપર પ્રશાંત મહાસાગરના ઉષ્ણતામાન પણ અસર કરે છે. જેને લા નિના, અલ નિના તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઇન્ડિયન ઓશન ડાયપોલ (આઇઓડી)ની અસર પણ સક્રીય ભૂમિકા અદા કરે છે. આઇઓડી એટલે અરબી સમુદ્ર અને બંગાળના ઉપમહાસાગરમાં ઉષ્ણતામાનનો તફાવત! સમુદ્રનું તાપમાન 28 ડિગ્રી સેલ્સીયસની ઉપર જાય ત્યારે સમુદ્રની સક્રીયતામાં વૃદ્ધ થાય છે. ત્યાર પછી લોપ્રેશર થઇ શકે છે.

મેડન જુલિયન ઓસિલેશન શું છે?

જાણીતા વેધર એનાલિસ્ટ મુકેશ પાઠક કહે છે, આ ઉપરાંત (What is the Madden Julian Oscillation?) મેડન જુલિયન ઓસિલેશન એટલે કે વાદળોનો એક મોટો સમુહ પૃથ્વીના ચક્કર મારતો રહે છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ મેડન જુલિયન ઓસિલેશન સામાન્ય રીતે બે કે ત્રણ વખત ભારત ઉપરથી પસાર થાય છે અને તે પણ વરસાદ આપે છે.

લોપ્રેશર અને ડિપ્રેશન

ચક્રવાતની વાત સમજીએ તો લોપ્રેશરમાં જેમ જેમ હવાનું દબાણ વધતું જાય એમ એમ તેનું સ્વરૂપ બદલાતું જાય છે. લોપ્રેશરમાંથી વેલ માર્ક્ડ લો પ્રેશર, ડિપ્રેશન, ડિપડ્રિપેશન અને બાદમાં ચક્રવાત, સ્ટ્રોમમાં પરિવર્તિત થાય છે. ભારતમાં 15 ફેબ્રુઆરીથી 15 જૂન સુધી અને ઓક્ટોબર, ચોમાસામાં નવેમ્બર અને ડિસેમ્બરમાં ચક્રવાતની સંભાવના વધુ હોય છે. આ માટે તેમાં રહેલા હવાના દબાણના મિલિબાર્સ આંકના આધારે આકલન કરવામાં આવે છે. અરબી કે બંગાળના ઉપમહાસાગરમાં આવા ચારપાંચ ચક્રવાતો ઉદ્દભવે છે, જે ગુજરાતને અસર કરે છે. એક દાયકા પૂર્વે આ ચક્રવાતો તમિલનાડુ, આંધ્રપ્રદેશ થઇ ગુજરાત તરફ ફંટાતા હતા. પણ હવે ક્લાયમેટ ચેન્જના કારણે આ ચક્રવાતો મધ્ય પ્રદેશ થઇને આવે છે.

કચ્છમાં વરસાદની સ્થિતિ

ગુજરાતમાં સામાન્ય રીતે દક્ષિણ પ્રાંતમાં વધારે વરસાદ નોંધાતો હતો. પણ હવે તો કચ્છમાં પણ અચાનક વરસાદ પુષ્કળ વરસાદ પડે છે. પહેલા સ્થિતિ એવી હતી કે, ભૂજનું હમીરસર તળાવ ભાગ્યે જ ભરાતું હતું અને ભરાય એટલે કચ્છમાં અગતો (રજા) પાળવામાં આવતી હતી. હવે તો આ તળાવ પણ એકઆંતરા ચોમાસામાં ભરાતું હોય છે. એક ચોમાસામાં પુષ્કળ વરસાદના કારણે જ્યાં પૂરની સ્થિતિ હોય એ જિલ્લામાં બીજા વર્ષે પાણી અછત રહે એટલો જ વરસાદ નોંધાય છે.

કલાયમેન્ટ ચેન્જ

ઉક્ત બાબતો ક્લાયમેટ ચેન્જની અસર સૂચિત કરે છે. ક્લાયમેટ એટલે લઘુત્તમ 30 વર્ષના હવામાનના તારણો. મહારાજ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડાના ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્લાઇમેટ ચેન્જ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ડો. સંસ્કૃતિ મુજુમદારના માર્ગદર્શન હેઠળ પ્રો. ચિરાયુ પંડિતે ક્લાયમેટ ચેન્જ વિષયે રસપ્રદ સંશોધન કર્યું છે. કેન્દ્ર સરકારના મોસમ વિભાગ સહિતની એજન્સી પાસેથી આંકડાઓ લઇ તેમણે કરેલા સંશોધનમાં પરિણામો ધ્યાને લેવા ઘટે.

મોસમનો વરસાદ જૂનમાં જ

વડોદરામાં જળવાયુ પરિવર્તનને કારણે આખા ચોમાસાના ચોથા ભાગનો વરસાદ હવે એક માત્ર જૂન માસમાં પડી જાય છે. એમાંય એક માસના સરેરાશ જેટલો તો એક જ દિવસમાં વરસાદ પડે છે. આવું થાય ત્યારે પૂરની સ્થિતિ આવે છે. વર્ષ 2005માં જૂન માસના સરેરાશ 135 મિલિમિટર વરસાદની સામે તા. 29-06-2025ના રોજ એક જ દિવસમાં 238 મિલિમિટર વરસાદ વરસી ગયો હતો.

ભારે વરસાદની તવારીખ

2019માં જુલાઇ માસના સરેરાશ 327 મિલિમિટરની સાપેક્ષે 31-07-2019ના રોજ એક જ દિવસમાં 351 મિલિમિટર વરસાદ પડ્યો હતો. એ જ રીતે 1978ના ઓગસ્ટમાં 279 મહિનાની સરેરાશ સામે તા. 17-08-1978ના રોજ એક જ દિવસે 224 મિલિમિટર વરસાદ નોંધાયો હતો. 1994ના સપ્ટેમ્બરની 144 મિલિમિટર સરેરાશ સામે તા. 11-09-1984ના રોજ 256 મિલિમિટર વરસાદ નોંધાયો હતો. વડોદરામાં ચોમાસામાં સરેરાશ 37 દિવસ વરસાદ પડે છે.

પવનની દિશામાં ફેરફાર

શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ સહિતના પરિબળો ક્લાયમેટ ચેન્જમાં મહત્વના પૂરવાર થાય છે. શહેરોમાં ઉંચી ઉમારતોના કારણે પવનની દિશા અને ગતિમાં ફેરફાર થાય છે. જેના કારણે શહેરના એક જ વિસ્તારમાં વરસાદ હોય તો બીજા ભાગ સાવ કોરો હોય છે.

શહેરીકરણ સમસ્યા

જમીનના સરફેસના આધારે વાતાવરણ વચ્ચેના ઇન્ટરેક્શનથી રચાતું બાઉન્ડ્રી લેયર, જે તે સ્થળનું તાપમાન અને મિટિરોલોજીકલ માપદંડ નક્કી કરે છે. (Climate change due to urbanization problem) સામાન્ય સંજોગોમાં દિવસે તાપમાન વધવાના કારણે લેયર જમીનથી ગરમી દોઢથી બે કિલોમિટર ઉપર જતી હોય છે અને રાતે 100 મીટર સુધી જતી હોય છે. પરંતુ, ક્લાયમેટ ચેન્જના કારણે શહેરી વિસ્તારની જમીનની ગરમી આકાશ તરફ જવાના અંતરમાં દિવસ અને રાતમાં કોઇ તફાવત રહ્યો નથી. ગામડાઓમાં આ અંતર હજુ વધુ છે. શહેરીકરણના કારણે વધતા જતા તાપમાનને અર્બન હિટ આયલેન્ડ કહે છે. આ અર્બન હિટ આયલેન્ડ શહેરમાં ભારે વરસાદનું કારણ બને છે અને પૂરની સ્થિતિનું નિર્માણ કરે છે.

Top Video News

શેરબજારમાં આગામી સપ્તાહે શું રહેશે રણનીતિ? બેસ્ટ બાય

વડોદરાની વાત

વડોદરાની વાત કરીએ તો 1978માં વડોદરા શહેરના કુલ ક્ષેત્રફળ 150 ચોરસ કિલોમિટર પૈકી આઠ ટકા વિસ્તાર એટલે કે 14.08 ટકા વિસ્તારમાં બાંધકામ હતું. તે વધીને 2018માં 97 ચોરસ કિલોમિટર, 68 ટકા થઇ ગયું છે, તેવું પ્રો. પંડિતના સંશોધનમાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રકૃતિના રક્ષણ માટે મિશન લાઇફ નામક અભિયાન આપ્યું છે. એ અભિયાનને અપનાવવાનો આ ખરો સમય છે. તો જ આપણે પ્રકૃતિનું સંરક્ષણ કરી શકશું.

Related Posts

Leave a Comment