અમદાવાદ- હાલ ગુજરાતમાં ઠેર-ઠેર રોડ રસ્તા રીપેરીંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. (Pothole filling work in full swing in Gujarat) સ્માર્ટ સિટીના સપના દેખાડીને નાગરિકોની મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ નીવડેલા ભાજપના શાસકોના “વહીવટ”ના લીધે સ્માર્ટ સિટી સ્કીમ (યોજના) હકીકતમાં સ્કેમ (કૌભાંડ) બની ગઈ છે. (Smart City scheme or scam in Gujarat) ત્યારે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના કૌભાંડની તપાસની માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કરી રહ્યું છે. (Smart City project in Gujarat just a dream)
સ્માર્ટ સિટી સ્કીમ કે સ્કેમ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, નળ, ગટર, રસ્તા જેવી પાયાની બાબતો પર કરોડો રૂપિયાનો ખર્ચ પણ, જમીન હકીકત ઘણી જ બિસ્માર છે. સ્માર્ટ સિટી “સ્કીમ” હકીકતમાં ભાજપા શાસકોએ “સ્કેમ” બનાવી દીધી છે. (Smart City Scheme or Scam in Gujarat) અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ સ્માર્ટ સિટીમાં પાણીના નિકાલ માટે પણ યોગ્ય આયોજનનો સંદતર અભાવ જોવા મળી રહ્યો છે.
20,000 કરોડના પ્રોજેક્ટ પાણીમાં
સ્માર્ટ સિટીમાં રસ્તામાં ખાડા નહિ પણ ખાડામાં રસ્તા ઠેર ઠેર જોવા મળે છે. ભાજપના ભ્રષ્ટ શાસકોના લીધે ભુવા નગરી અને બિસ્માર રસ્તા સ્માર્ટ સિટીની ઓળખ બની હોય તેમ દેખાય છે. દસ વર્ષ જેટલો સમય સ્માર્ટ સીટી સ્કીમને થયો હકીકતમાં આ દસ વર્ષ ભ્રષ્ટાચારમાં અવલ્લ સાબિત ભાજપા શાસકોએ બનાવી દીધા છે. (Gujarat Congress Alleges BJP Government) અમદાવાદ સહિત છ શહેરોને સ્માર્ટ સીટી મિશન હેઠળ 20,000 કરોડ જેટલી માતબર રકમ વિવિધ પ્રોજેક્ટમાં મળી પણ મોટાભાગના પ્રોજેક્ટો પ્રજાલક્ષી સુવિધા માટે જોઈએ તેવા ઉપયોગી થયા નથી. છેલ્લા 20 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનમાં વડોદરા, સુરત ના માનવસર્જિત પુરએ ભાજપા શાસકોની જનતાને સ્માર્ટ ભેટ છે. એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે જણાવ્યું હતું.
12 મહાનગરપાલિકામાં રોડનું સમારકામ
ગુજરાતમાં રાજ્ય, પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના મળીને કુલ 1.19 લાખ કિ.મી.થી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ નાગરિકોની સેવામાં ઉપલબ્ધ છે. રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે કેટલાક રોડ, રસ્તા, પુલ અને અન્ય માળખાકિય સુવિધાઓને નુકસાન થયું છે. જેના સમારકામ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના માર્ગ-મકાન અને અન્ય સંબંધિત વિભાગને ચોકકસ દિશા નિર્દેશો આપીને સત્વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. જે અનુસંધાને રાજ્યની 12 મહાનગરપાલિકા વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં યુદ્ધના ધોરણે સમારકામના કાર્યો ચાલી રહ્યા છે. (Potholes on roads in 12 Municipal Corporations)
સીએમ ડેશબોર્ડથી કામગીરી નિહાળી
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ ગામો, નગરો-મહાનગરોના રસ્તાને થયેલા નુકસાનનું દુરસ્તી કાર્ય 24X7 યુદ્ધના ધોરણે શરૂ કરાવ્યું છે. તેમણે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો-પુલોના મરામતોના કામોની સમીક્ષા સી.એમ. ડેશબોર્ડની વિડીયો વોલ મારફતે હાથ ધરી હતી. (Gujarat CM watches work from CM dashboard)
સીએમ ભૂપેન્દ્ર પટેલનો કડક આદેશ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં માર્ગો-પુલો, નાળા, કોઝ-વે વગેરેની પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે ચકાસણી કરવામાં આવી હતી તે સંદર્ભની મરામત સૂચનાઓનું પાલન થવામાં કોઈ ક્ષતિ કે કચાશ ન રહે તે સુનિશ્ચિત કરવા કહ્યું છે.
અમદાવાદ જિલ્લામાં 32 રસ્તા પર પેચવર્ક
અમદાવાદ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વેગવંતુ બનાવવામાં આવ્યું છે અને અમદાવાદ જિલ્લામાં માર્ગ અને વિભાગ પંચાયત હસ્તકના કુલ 32 રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પૂર્ણ કરાઈ છે.તેમજ એક રસ્તા પર ડામરપેચની કામગીરી ચાલુ છે. ઉપરાંત અન્ય એક રસ્તાની બન્ને બાજુ પર નડતરરૂપ ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી પૂર્ણ થઈ છે અને ૩ જેટલાં રસ્તાઓ પર કામગીરી પ્રગતિમાં છે.
સ્માર્ટ સિટીના નામે બેફામ ભ્રષ્ટાચાર
ગુજરાત પ્રદેશે કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે વધુમાં સ્માર્ટ સિટીમાં બેફામ ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર બાંધકામ, ટેક્સના નામે લૂંટએ શહેરી વિસ્તારની વાસ્તવિક સ્થિતિ બની ગઈ છે. ઠેર ઠેર ખાડા, પાણી ભરાવવાના દ્રશ્યો, ભુવા સહિતની અનેક સમસ્યા સ્માર્ટ સીટીના કંટ્રોલ રૂમ CCTVમાં ના દેખાય પણ, શહેરી નાગરિકોને હેલ્મેટ – સીટબેલ્ટ સહિતના નામે બેફામ દંડ વસુલવા માટે CCTV નેટવર્ક સ્માર્ટ ઉપયોગ કરીને શહેરી નાગરીકો માટે લૂંટના કેન્દ્ર બની ગયા છે.
Top Trending News
વિશ્વભરમાં લોકપ્રિય ફ્રેન્ચ ફ્રાઈસ માટે ગુજરાત કરે છે બટાટાનું ભરપૂર ઉત્પાદન, દેશમાં અગ્રેસર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની માંગ
અમદાવાદનું 15,502 કરોડ, વડોદરાનું 5,558 કરોડ, સુરત 10,004 કરોડ, રાજકોટ 3,118 કરોડ અને ગાંધીનગર મહાનગરપાલિકાનું 745 કરોડનું બજેટ માત્ર જે તે સ્માર્ટ સીટી તરીકે વિકસાવવાની યોજના છે. તે પાંચ મહાનગરોનું 40,000 કરોડ જેટલું વાર્ષિક બજેટની જોગવાઈ છે. તેમ છતાં પાંચ મહાનગરોના 100 લાખ કરતા વધુ જનતા માટે જાહેર પરિવહન વ્યવસ્થા, શુદ્ધ પીવાનું પાણી સમયસર, સ્ટ્રીટ લાઈટ, ગેરકાયદેસર બાંધકામ, વારંવાર ગટર ઉભરાવવાની, ઠેર ઠેર ગંદકી સહિત વધતા ટેક્સના બીલો, તંત્રની આડોડાઈ, ટ્રાફિકની અવ્યવસ્થા, પાર્કિંગની અસુવિધા બીજીબાજુ કરોડો રૂપિયાના બજેટ કઈ વ્યવસ્થામાં અને કઈ તિજોરીમાં સ્માર્ટ રીતે સગેવગે થઇ રહ્યા છે તેની તપાસ “કેગ” દ્વારા કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.