મુંબઈ– રિલાયન્સ રિટેલે આજે શુક્રવારે કેલ્વિનેટરના સીમાચિન્હરૂપ હસ્તાંરણની જાહેરાત કરી છે. (Reliance Retail acquires Kelvinator) આ એક વ્યૂહાત્મક પગલું છે જે ભારતના ઝડપથી વિકસી રહેલા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રમાં રિલાયન્સ રિટેલના પ્રભુત્વને નોંધપાત્ર રીતે સુદૃઢ બનાવશે. (Reliance Retail in consumer durables sector) આ હસ્તાંતરણ સમગ્ર ભારતમાં ગ્રાહકોને અપ્રતિમ મૂલ્ય અને પસંદગી પૂરી પાડીને ભારતમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ ક્ષેત્રના ભવિષ્યને નવો આકાર આપવાની રિલાયન્સ રિટેલની અતૂટ પ્રતિબદ્ધતાનો પૂરાવો છે.
કેલ્વિનેટર એક સદી કરતાં પણ વધુ સમયથી વિશ્વાસ અને નવીનતાનો પર્યાય બની રહેલી બ્રાન્ડ છે. તેણે વૈશ્વિક સ્તરે ગૃહવપરાશ માટે ઇલેક્ટ્રિક રેફ્રિજરેશનની શરૂઆત કરી હતી. (Kelvinator Refrigerator) ભારતમાં તેણે 1970 અને 80ના દાયકામાં તેની યાદગાર ટેગલાઇન “ધ કૂલેસ્ટ વન” સાથે એક અગ્રણી સ્થાન હાંસલ કર્યું હતું. (Refrigerator “The Coolest One”) તે આજે પણ પોતાની અદ્યતન ટેકનોલોજી, ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા, લાંબા સમય સુધી ટકનારી ગુણવત્તા અને અસાધારણ મૂલ્ય પૂરું પાડવા માટે જાણીતી છે. (Kelvinator brand of refrigerators)
આ હસ્તાંતરણ અપેક્ષાપૂર્ણ જીવનશૈલીનો વ્યાપ વિસ્તારવાની રિલાયન્સ રિટેલની પરિકલ્પના સાથે વ્યૂહાત્મક રીતે સુસંગત છે. કેલ્વિનેટરના નવીનતાના સમૃદ્ધ વારસાને રિલાયન્સ રિટેલના વ્યાપક અને અપ્રતિમ રિટેલ નેટવર્ક સાથે એકીકૃત કરીને, કંપની ભારતમાં ઝડપથી વિસ્તરી રહેલા પ્રિમિયમ હોમ એપ્લાયન્સીસના બજારમાં નોંધપાત્ર ગ્રાહક મૂલ્યને વિસ્તૃત બનાવવા અને વૃદ્ધિને વેગ આપવા માટે સુસજ્જ થઈ છે. આ તાલમેલ સુનિશ્ચિત કરશે કે ઉચ્ચ-ગુણવત્તાશીલ તેમજ વૈશ્વિક-માપદંડ ધરાવતી પ્રોડક્ટ્સ દરેક ભારતીય ઘર સુધી પહોંચી તેમની રોજિંદી જીવનશૈલીને ઉન્નત બનાવશે.
“ટેક્નોલોજીને સુલભ, સાર્થક અને ભવિષ્ય માટે તૈયાર બનાવીને દરેક ભારતીયની વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતોને પરિપૂર્ણ કરવી એ જ અમારું હંમેશનું લક્ષ્ય રહ્યું છે,” એમ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના (RRVL) એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા એમ. અંબાણીએ (Isha M. Ambani) જણાવ્યું હતું. “કેલ્વિનેટરનું હસ્તાંતરણ એ એક મહત્વની ક્ષણ છે, તે ભારતીય ગ્રાહકો સમક્ષ વિશ્વસનીય વૈશ્વિક નવીનતાઓની અમારી પ્રસ્તુતિઓને નોંધપાત્ર રીતે વ્યાપક બનાવવા અમને બળ પૂરું પાડશે. તેને અમારા અજોડ કદ, વ્યાપક સેવા ક્ષમતાઓ અને બજાર-અગ્રણી વિતરણ નેટવર્કનું સબળ સમર્થન છે.”
કેલ્વિનેટર હવે રિલાયન્સ રિટેલની સબળ ઇકોસિસ્ટમમાં મજબૂત રીતે એકીકૃત થયું છે. આ કારણથી રિલાયન્સ રિટેલ વ્યૂહાત્મક રીતે આ કેટેગરીની વૃદ્ધિને વેગવાન બનાવવા, ગ્રાહકોને ગાઢ રીતે જોડવા, અને ભારતના ગતિશીલ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માર્કેટમાં અમાપ લાંબા-ગાળાની તકોને ઉજાગર કરવા સક્ષમ બન્યું છે.
Top Video News
શેરબજારનો સેન્સેક્સ વધુ 501 પોઈન્ટ તૂટ્યો, આગામી સપ્તાહે નરમાઈ આગળ વધશે?
આ પગલું ભારતીય ગ્રાહકોની સતત બદલાઈ રહેલી માંગની ધારણા કેળવવાની સાથે-સાથે રિટેલ ફલકમાં પોતાની નિર્વિવાદ અગ્રણી તરીકેની સ્થિતિને મજબૂત બનાવવાની રિલાયન્સ રિટેલની મહત્તાવાકાંક્ષાને પરિપૂર્ણ કરે છે.