ગુજરાતમાં મેઘમહેર: સૌથી વધુ અમદાવાદના દસક્રોઈમાં વરસાદ વરસ્યો, ભારે વરસાદની આગાહી

by Investing A2Z

ગાંધીનગર- હવામાન વિભાગની આગાહી (Heavy rain forecast by IMD) મુજબ 40 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ આવશે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, આણંદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ વરસાદની સંભાવના છે.

ગુજરાત રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા નોંધાયો છે. (Gujarat Rain 2025) સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 54 ટકા નોંધાયો છે. (Monsoon 2025 in Gujarat)

ચોમાસા દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. જે અંતર્ગત આજે સવારે 6.00 થી સાંજે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે ખેડાના નડિયાદ અને મહેમદાવાદ તાલુકામાં 8-8 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના (State Emergency Operation Centre, Gandhinagar) અહેવાલ મુજબ, ખેડાના માતર તાલુકામાં સાત ઇંચ કરતાં વધુ તેમજ વસો, મહુધા અને કઠલાલ તાલુકામાં પાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આણંદના ઉમરેઠ અને ખેડા તાલુકામાં ચાર-ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

વધુમાં, રાજ્યના આઠ તાલુકામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ, 18 તાલુકામાં બે ઇંચથી વધુ, 30 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, કુલ 112 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. 27 જુલાઈ, 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 54 ટકા જેટલો નોંધાયો છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિની જાત માહિતી મેળવવા ઓચિંતા આજે સવારે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સુરેન્દ્રનગર, પાટણ અરવલ્લી ,અમદાવાદ , મહેસાણા ,બનાસકાંઠા સાબરકાંઠા ,અને ખેડાના જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી .

Top Video News

સોનું ચાંદી ઊંચા ભાવેથી તૂટ્યા, આગામી સપ્તાહે સોનાના ભાવ વધુ તૂટશે?

મુખ્યપ્રધાને તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ મોડ પર રહીને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા અને સમગ્ર વહીવટી તંત્ર ને સતર્ક રહી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહી જિલ્લાની સ્થિતિથી વાકેફ રાખવા સૂચના આપી હતી.

Related Posts

Leave a Comment