અમદાવાદ- ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ આવવાની આગાહી હવામાન વિભાગે (Meteorological Department) કરી છે. (Rain forecast for five days in Gujarat) બંગાળની ખાડી પર સર્જાયેલ સીસ્ટમ વેલમાર્ક લો પ્રેશર બની છે, તેમજ અરબી સમુદ્ર પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાત પર વરસાદની હેલી શરૂ થશે. આગામી પાંચ દિવસ સુધી વરસાદ આવવાની સંભાવના છે. (Monsoon 2025 in Gujarat) જો કે આ લખાઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું અને ચોમાસું સત્તાવાર રીતે શરૂ થયું હોય તેવા આકાશમાં વાદળો હતા.
પૂર્વ અને મધ્ય ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘમહેર જોવા મળી છે. (Rainfall situation in Gujarat in the last 24 hours) સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન પંચમહાલ અને આણંદ જિલ્લામાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં પંચમહાલના જામ્બુઘોડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે, છોટા ઉદેપુરના જેતપુર પાવી તાલુકામાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
તાલુકાની વાત કરીએ તો, ગત 24 કલાકમાં આણંદના પેટલાદ અને વલસાડના કપરાડા તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વધુમાં, આણંદ જિલ્લાના તારાપુર, બોરસદ અને આણંદ તાલુકામાં, પંચમહાલના હાલોલ તેમજ ભરૂચના ઝઘડિયા તાલુકામાં પણ બે-બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના નવ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ 63 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 25 જિલ્લાના 81 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.