મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનને લઈને રેલવેપ્રધાને આપ્યું મોટુ અપડેટ

by Investing A2Z

ભાવનગર- દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન (Bullet Train) ચલાવવાની તૈયારીઓ પુરજોશમાં છે અને તેની સાથે જોડાયેલ તમામ કામ ઝડપથી પુરા થઈ રહ્યા છે. મુંબઈ અમદાવાદ વચ્ચે ચાલનાર પહેલી બુલેટ ટ્રેનને લઈને એક મોટુ અપડેટ સામે આવ્યું છે. (Mumbai Ahmedabad Bullet Train) કેન્દ્રિય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે (Railway Minister Ashwini Vaishnaw) રવિવારે કહ્યું છે કે ભારતની પહેલી બુલેટ ટ્રેન સેવા ખૂબ ઝડપથી શરૂ થશે અને તે મુંબઈ અમદાવાદ વચ્ચે યાત્રાનો સમય અંદાજે બે કલાક રહેશે.

કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે રવિવારે ગુજરાતના ભાવનગર ટર્મિનસથી અયોધ્યા એક્સપ્રેસ, રીવા પુણે એક્સપ્રેસ અને જબલપુર રાયપુર એક્સપ્રેસને લીલી ઝંડી દર્શાવી હતી. આ કાર્યક્રમમાં સંબોધન કરતાં બુલેટ ટ્રેનને લઈને મોટુ અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચેની યાત્રા 6 કલાક 7 મીનીટમાં પુરી થશે. આ વચ્ચે શરૂઆતની ટાઈમલાઈનના સંદર્ભમાં કહ્યું હતું કે ખૂબ ઝડપથી શરૂ કરાશે અને તેના માટે ઝડપી કામ ચાલી રહ્યું છે.

અત્રે નોંધનીય છે કે રેલવેપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટ પર સતત બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને યુદ્ધસ્તર પર કામ ચાલુ છે તે અંગેનું અપડેટ શેર કરતાં રહે છે. વીતેલા દિવસોમાં એક પોસ્ટમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર(MAHSE Corridor) પર એક મોટી સુરંગ ખંડનું કામ સફળતાપૂર્વક પુરી કરી લેવામાં આવ્યું છે. જે 21 કિલોમીટરની સુરંગનો હિસ્સો છે. જેમાંથી મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પસાર થશે.

આ કાર્યક્રમ દરમિયાન રેલવેપ્રધાને કહ્યું હતું કે અમૃત ભારત ટ્રેન (Amrit Bharat Train) નવી ચાલુ થઈ છે. અને હજી વધુ આઠ ટ્રેનો નવી ચલાવાશે. અમૃત ભારત ટ્રેનમાં વંદે ભારત જેવા જ ફીચર રહેશે. પરંતુ તે ખૂબ ઓછા ભાડામાં એટલે કે ખૂબ ઓછી ટિકિટ રેટ વાળી ટ્રેન હશે. તેમના કહેવા અનુસાર પોરબંદર રાજકોટ નવી દૈનિક ટ્રેન ઝડપથી ચાલુ કરાશે. રાણાવાવ સ્ટેશન પર નવા કોચની મેઈન્ટેનસ સગવડ હશે. સરદિયા વાસજાલિયા નવી લાઈન, ભદ્રકાલી ગેટ, પોરબંદર શહેરમાં નવા ફ્લાયઓવર, ભાવનગરમાં 2 નવી ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ અને એક નવું પોર્ટ બનવાનું છે.

Related Posts

Leave a Comment