ગાંધીનગર- ગુજરાત રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન 23 જિલ્લાના 140 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. (Rainfall conditions in Gujarat) સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. (Monsoon 2025 in Gujarat) જ્યારે, સુરતના ઉમરપાડા અને તાપીના ડોલવણ તાલુકામાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. (Gujarat Rain 2025)
અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં, વડોદરાના કરજણ, નવસારીના વાંસદા, તાપીના કુકરમુંડા, નર્મદાના ડેડીયાપાડા તેમજ મહિસાગરના લુણાવાડા તાલુકામાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ, તાપીના વ્યારા અને વલોદ તથા વલસાડ તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના 20 તાલુકામાં બે ઇંચથી વધુ, 24 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 83 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
Top Trending News
NSEમાં ગાંધીનગર મ્યૂનિસિપલ બોન્ડનું લિસ્ટિંગ થયુ, ગાંધીનગરના વિકાસની ગતિ ઝડપી બનશે
રાજ્યમાં આજે તા. 26 જૂન, 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 26.24 ટકા જેટલો નોંધાયો છે. (26 percent of the season’s total rainfall in Gujarat) જેમાં પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી વધુ 30 ટકા, દક્ષિણ ગુજરાતમાં 28.42 ટકા, સૌરાષ્ટ્રમાં 26.35 ટકા, કચ્છ વિસ્તારમાં 21.65 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 17.29 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.