અરબી સમુદ્ર પર સર્જાયું લૉ પ્રેશરઃ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, સાત જિલ્લામાં યલો એલર્ટ

by Investing A2Z

અમદાવાદ- અરબી સમુદ્ર પર સાયક્લોનિક સર્ક્યુંલેશન (Low pressure formed over the Arabian Sea) સર્જાયું છે. જેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રમાં તારીખ 22 મેથી 26 મે સુધી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. (Heavy rains predicted in Gujarat) જો કે સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ ગુજરાત પર આગળ વધશે તો સમગ્ર ગુજરાતમાં વરસાદ આવી શકે છે. (Yellow Alert in Seven Districts of Gujarat)

ચોમાસું નજીક આવતાની સાથે દેશના મોટાભાગના રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અરબી સમુદ્રમાં ગોવા અને કર્ણાટકના દરિયાકાંઠેથી દૂર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ (Cyclone circulation over Arabian Sea) કાર્યરત થઈ છે. અને તે હવાના હળવા દબાણમાં પરિવર્તિત થશે. તે ઉત્તર તરફ આગળ વધે તેવી પુરી શક્યતા છે. ગુરુવાર સાંજ સુધીમાં તે ડીપ્રેશનમાં ફેરવાઈ જશે. ડીપ્રેશનને કારણે ભારે પવન સાથે વરસાદ લાવે છે. આગામી છ દિવસ સુધી ગુજરાતમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. તેની સાથે ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળમાં પણ અતિભારે વરસાદ થવાની આગાહી છે.

ગુજરાતમાં ભારે પવન સાથે ભારે વરસાદ આવશે (Heavy rains forecast with strong winds in Gujarat)

ગુજરાતમાં આજે 22 મેના રોજ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સાથે ગીર સોમનાથ, દીવ, વલસાડ, નવસારી, સૂરત, તાપી, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં પણ હળવો વરસાદ પડી શકે છે. ટૂંકમાં ગુરુવાર સાંજથી વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે, જે 26 મે સુધી રહેશે. તે દરમિયાન ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે પણ બાફ વધશે.

ગુજરાતના મુખ્યપ્રધાન એક્શન મોડમાં

અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરી ને યલો એલર્ટ આપેલું છે. (Yellow Alert in Seven Districts of Gujarat) ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતાં રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે.

અંબાલાલ પટેલની નવી આગાહી

ગાંધીનગરના અંબાલાલ પટેલે (Ambalal Patel from Gandhinagar) જણાવ્યું છે કે આજથી સાઉથ કોંકણ ગોવા વિસ્તારમાં લો પ્રેશર બનશે. દરિયાકિનારે 24 મેથી 26 મે સુધી વાવાઝોડું રહેશે. સમુદ્રમાં 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 26 મે પછી પણ વાવાઝોડની ગતિવિધી જોવા મળી શકે છે. પરંતુ તારીખ 26 મેથી વાવાઝોડાની અસર વધુ તીવ્ર જોવા મળશે. તે ઉપરાંત 28 મેથી બંગાળની ખાડીમાં પણ ભારે વાવાઝોડું ઉભું થશે.

Top Trending News

દાહોદમાં તૈયાર થશે 1,200 જેટલા લોકોમોટિવ એન્જિન, વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ

તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો આપ્યા છે. મુખ્યપ્રધાને ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24×7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી છે.

ગઈકાલ બુધવારે ગોવા, મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હીમાં વરસાદ શરૂ થયો હતો. અને હજી લો પ્રેશર જેમ જેમ આગળ વધશે તેમ તેમ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.

Related Posts

Leave a Comment