શેરબજારમાં ગુજરાતની કંપનીઓના રોકાણકારો માલામાલ, સેન્સેક્સ અને નિફ્ટી કરતાં વધુ રીટર્ન

by Investing A2Z

ગાંધીનગર- ગુજરાતમાં રાજ્ય સરકારની માલિકીની કંપનીઓએ શેરબજારમાં પોતાનો ડંકો વગાડ્યો છે. (Gujarat companies earned more in the stock market India) આ કંપનીઓ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (28 માર્ચથી 30 જૂન સુધી) BSE Sensex અને NSE Nifty જેવા મુખ્ય સૂચકાંકોના રિટર્નને વટાવી ગઈ છે. (Gujarat Company Share More returns than Sensex  Nifty) આ નોંધપાત્ર સિદ્ધિ આ કંપનીઓની મજબૂત નાણાંકીય સ્થિતિ અને વ્યૂહાત્મક સંચાલન દર્શાવે છે, જે એક અગ્રણી આર્થિક કેન્દ્ર તરીકે ગુજરાતનું સ્થાન મજબૂત બનાવે છે.

ડબલ ડિજિટમાં વધારો

શેરબજારના તાજેતરના ડેટા અનુસાર, ભારતીય શેરબજાર- BSE અને NSE પર લિસ્ટેડ ગુજરાતની કંપનીઓએ નોંધપાત્ર ઉછાળો નોંધાવીને એકંદર માર્કેટ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. (Gujarat companies performed well in the stock market) સોમવારે BSE Sensex  8.00 ટકા વધીને 83,606 પર બંધ થયો હતો, જ્યારે NSE Nifty 8.49 ટકા વધીને 25,517 પર બંધ થયો હતો. તેનાથી વિપરીત, ગુજરાત સરકારની માલિકીની ઘણી કંપનીઓએ ડબલ ડિજિટમાં વૃદ્ધિની ટકાવારી નોંધાવી હતી. આ વૃદ્ધિ બજારમાં તેમનું મજબૂત સ્થાન અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. (Higher returns to shareholders of Gujarat companies)

જીએમડીસી ટોચ પર

આ યાદીમાં સૌથી ટોચ પર ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) છે, જેણે 55.23 ટકાનો જબરદસ્ત ઉછાળો નોંધાવ્યો અને તેના શેરનો ભાવ રૂપિયા 265.35થી વધીને રૂપિયા 411.90 થયો. ત્યારબાદ બીજા સ્થાને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પાવર કંપની લિમિટેડ (GIPCL) એ 21.31 ટકાનો મજબૂત વધારો નોંધાવ્યો, જેનો શેરભાવ રૂપિયા 180.20થી વધીને રૂપિયા 218.60 થયો છે.

શેરના ભાવમાં ઉછાળો

ત્યારબાદ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) એ 15.31 ટકાનો વધારો નોંધાવ્યો, જેના શેરનો ભાવ રૂપિયા 177.30 થી વધીને રૂપિયા 204.45 થયો, જ્યારે ગુજરાત ગેસ લિમિટેડની શેરની કિંમતમાં 14.30 ટકાનો વધારો જોવા મળ્યો, જે રૂપિયા 412.60થી વધીને  રૂપિયા 471.60 થયો. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) અને ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC) એ પણ અનુક્રમે 12.29 ટકા અને 11.60 ટકાનો વધારો નોંધાવીને સારું પ્રદર્શન કર્યું છે.

Top Video News

ચાર દિવસની તેજી પછી શેરબજારનો સેન્સેક્સ 452 પોઈન્ટ ઘટ્યો, મીડકેપ-સ્મોલકેપમાં સાતમાં દિવસે તેજી

કંપનીઓના પ્રોત્સાહક પરિણામ

આ શાનદાર કામગીરી ગુજરાતના સરકારી માલિકીના સાહસોના વ્યૂહાત્મક વિઝન અને કાર્યકારી કાર્યક્ષમતાને પ્રતિબિંબિત કરે છે, જે સ્પર્ધાત્મક બજારના માહોલમાં પણ સતત વિકાસ કરી રહ્યા છે. રાજ્ય સરકારે હંમેશાં ટકાઉ વિકાસ, નવીનીકરણ અને રોકાણકારોના વિશ્વાસને મહત્વ આપ્યું છે, જેના કારણે આ કંપનીઓ બેન્ચમાર્ક સૂચકાંકોને પાર કરીને અસાધારણ રિટર્ન ડિલીવર કરવા માટે પ્રેરિત થઈ છે. આ કંપનીઓ નવીનીકરણ અને વિકાસની દિશામાં સતત આગળ વધી રહી છે. જેને કારણે ગુજરાતી કંપનીઓએ પ્રોત્સાહક પરિણામ દર્શાવ્યા છે અને શેરબજારમાં શાનદાર પર્ફોમન્સ દર્શાવ્યું છે.

ગુજરાત ગ્રોથ એન્જિન 

ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi)  દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત દેશનું ‘ગ્રોથ એન્જિન’ બન્યું છે. આજે ગુજરાત સમગ્ર દેશમાં ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્યોમાંનું એક બન્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel) નેતૃત્વ હેઠળ ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં સતત આગળ વધી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારની માલિકીની કંપનીઓનું બજારમાં મજબૂત પ્રદર્શન રાજ્યની વિકાસયાત્રાને આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ છે.

Related Posts

Leave a Comment