ગાંધીનગર- ગુજરાતમાં ડુંગળી પકવતાં ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. (Onion producing farmers in Gujarat) બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને રૂપિયા 200 પ્રતિ કિવન્ટલની સહાય રૂ. 50,000ની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે. (Aid to farmers producing onions in Gujarat)
ડુંગળીનું ઉત્પાદન
આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતાં કૃષિપ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2024-25 રવિ સીઝન દરમિયાન ગુજરાતમાં ડુંગળીનું આશરે 93,500 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જે સામાન્ય વાવેતર વિસ્તારની સાપેક્ષે વધુ હોવાથી રાજ્યમાં ડુંગળીનું ઉત્પાદન પણ અંદાજિત 248.70 લાખ ક્વિન્ટલ જેટલુ નોંધાયું છે. (Gujarat government will pay assistance to farmers)
ડુંગળીના ભાવ ઘટ્યા
પુષ્કળ ઉત્પાદનના (Bumper onion crop in Gujarat) પરિણામે APMCમાં ડુંગળીની આવક વધુ થતા લાલ અને સફેદ ડુંગળીના ભાવ રાજ્યની મુખ્ય APMCમાં ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા જોવા મળ્યા હતા. (Onion production in Gujarat) આવા સમયે રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા માટે ભારત સરકારની માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ પ્રાઇઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવશે.
ખેડૂતોને સહાય
ગત પહેલી એપ્રિલથી 31 મે, 2025 દરમિયાન ડુંગળીનું APMCમાં વેચાણ કર્યું હોય, તેવા ખેડૂતોને રૂપિયા 200 પ્રતિ ક્વિન્ટલ સહાય આપવામાં આવશે. આ ખેડૂતોને મહત્તમ 25,000 કિલો (250 ક્વિન્ટલ) ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂ. 50,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 124.36 કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ કરવા આવી છે. જેનો રાજ્યના આશરે 90,000 જેટલા ખેડૂતોને લાભ મળશે.
ખેડૂતોની રજૂઆત
કૃષિપ્રધાને વધુમાં કહ્યું હતું કે, ડુંગળીના બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા રાજ્યના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોની આ રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ આપીને રાજ્ય સરકારે ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
Top Trending News
શેરબજારમાં ગુજરાતની કંપનીઓના રોકાણકારો માલામાલ, સેન્સેક્સ અને નિફ્ટી કરતાં વધુ રીટર્ન
સહાય માટે રજિસ્ટ્રેશન
રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઇ-ખેડૂત 2.0 પોર્ટલ પર આવતીકાલ તા. 1 જુલાઈથી આગામી તા. 15 જુલાઈ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડૂતોને સહાયરૂપ થવા માટેની આ યોજનાનો અમલ કૃષિ વિભાગ હેઠળની બાગાયત નિયામકની કચેરી દ્વારા કરવામાં આવશે.