ગુજરાતની મે, 2025માં GSTની આવકમાં નોંધપાત્ર વધારો, જાણો…

by Investing A2Z

ગાંધીનગર-  મે-2025 માં ગુજરાત રાજ્યને જીએસટી(Gujarat’s GST revenue) હેઠળ રૂપિયા 6,265 કરોડની આવક થઈ છે, જે મે-2024માં થયેલ આવક રૂપિયા 5,234 કરોડ કરતાં 20 ટકા વધુ છે. અત્રે ઊલ્લેખનીય છે કે, મે-2025 માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 16 ટકા રહ્યો છે.

રાજ્યને મે-2025માં વેટ હેઠળ રૂપિયા 2,783 કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ રૂપિયા 1,137 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂપિયા 22 કરોડ ની આવક થઈ છે. આમ, રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂપિયા 10,244 કરોડની આવક થઈ છે. જે સતત જાન્યુઆરી-2025 થી દસ હજાર કરોડને પાર રહી છે.

GST Amnesty Scheme, 2024 અંતર્ગત પાત્રતા ધરાવતા કુલ 10,643 કેસની આવેલ અરજીઓ પૈકી મે-2025 સુધીમાં 60 ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે. આથી 6,400 ઉપરાંત કેસોમાં કરદાતાઓની વસુલાત પૂર્ણ થયેલ છે.

અત્રે નોંધનીય છે કે મે મહિનાની પહેલી તારીખે કેન્દ્ર સરકારે જીએસટી કલેક્શનના (GST Collection May 2025) આંકડા જાહેર કર્યા છે. અને એપ્રિલ પછી મે મહિનામાં કલેક્શન રૂપિયા બે લાખ કરોડને પાર થયું છે. વાર્ષિ આધાર પર જોઈએ તો જીએસટી કલેક્શનમાં 16.4 ટકાનો વધારો થયો છે અને તે 2.01 લાખ કરોડ રહ્યું છે. (GST Revenue May 2025) આ પહેલા એપ્રિલ 2025માં જીએસટી રેવન્યૂ રેકોર્ડ 2.37 લાખ કરોડ રહી હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

Top Video News

શેરબજારનો સેન્સેક્સ 77 પોઈન્ટ ઘટ્યો, કયા કારણોથી બજાર ઘટ્યા મથાળેથી રીકવર થયું

મે મહિનામાં સ્થાનિક ટ્રાન્ઝક્શનથી રેવન્યૂ 13.7 ટકા વધી 1.50 લાખ કરોડ રહી હતી. જ્યારે આયાતથી જીએસટી કલેક્શન 25.2 ટકા વધી રૂપિયા 51,255 કરોડ રહ્યું હતું. કેન્દ્રીય જીએસટી રૂપિયા 35,434, રાજ્ય જીએસટી 43,902 કરોડ અને ટોટલ જીએસટી કલેક્શન અંદાજે 1.09 લાખ કરોડ રહ્યું હતું. સેસ કલેક્શન 12,879 કરોડ રૂપિયા સામેલ છે.

મે મહિનામાં 2.01 લાખ કરોડ રૂપિયાના જીએસટી કલેક્શનમાં રીફંડ પછી ચોખ્ખી જીએસટીની આવક 1.74 લાખ કરોડ રૂપિયા રહી છે. જે વીતેલા વર્ષની સરખામણીએ 20.4 ટકાનો વધારો દર્શાવે છે. મે મહિનામં રીફંડ 4 ટકા ઘટી 27,210 કરોડ રૂપિયા રહ્યું છે.

Related Posts

Leave a Comment