મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની જાહેરાત કરી
ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) રાજ્યમાં યોજવામાં આવેલી 16મી સિંહ વસ્તી અંદાજના (16th lion population 2025 in Gujarat) આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા 891ની થઈ છે. 196 નર, 330 માદા તથા પાઠડા અને બાળ સિંહ મળીને કુલ 891 સિહોની સંખ્યા આ 16મી વસ્તી અંદાજના આંકડાઓમાં સામે આવ્યા છે.(Asiatic Lion In Gujarat)



મુખ્યપ્રધાને સિંહની વસ્તીના અંદાજો મેળવવામાં જે મોર્ડન ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં આવ્યો છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. વ્યક્તિગત ઓળખમાં મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફ્સ લેવા માટે ડિજિટલ કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમુક સિંહોને રેડિયો કોલર પણ પહેરાવવામાં આવ્યા હતા. જેથી તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ મળી હતી.
Gujarat Top News
આ ઉપરાંત, e-gujforest એપ્લીકેશન સિંહ અવલોકનના રિયલ ટાઇમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થઈ હતી. જેમાં જીપીએસ લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઇ અને કાર્યક્ષમતામાં વધારો થયો હતો. જીઆઈએસ સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા અને સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો. જરૂર જણાય ફોટાનો ઉપયોગ કરી સિંહોની વ્યક્તિગત ઓળખ કરી શકતા AI આધારિત સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ વસ્તી અંદાજોના આંકડાઓની જાહેરાત કરી તે અવસરે વનપ્રધાન મુળુભાઈ બેરા, રાજ્ય કક્ષાના પ્રધાન મુકેશ પટેલ, મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં વન અને પર્યાવરણ અગ્ર સચિવ સંજીવ કુમારે વન વિભાગ દ્વારા સિંહની વસ્તી અંદાજો માટે જે ત્રિસ્તરીય કાઉન્ટ પદ્ધતિથી ડેટા એનાલિસિસ અને રિયલ લાયન ટ્રેકિંગ કર્યુ છે તેની વિગતો આપી હતી. આ વખતે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડૉ. એ.પી.સિંઘ, અગ્ર મુખ્ય વન સંરક્ષણ ડૉ. જયપાલસિંહ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.