ગાંધીનગર- ગુજરાત રાજ્યમાં 33 જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. (Gujarat Rain 2025) રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 51.09 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. (Monsoon 2025 in Gujarat) રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251- 500 મિમિ વરસાદ 139 તાલુકામાં, 501-1000 મિમિ વસસાદ 45 તાલુકામાં તેમજ 1000 મિમિ થી વધુ વરસાદ 18 તાલુકામાં નોંધાયો છે.
સૌથી વધુ કચ્છમાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.09 ટકા છે. જેમાં સૌથી વધુ કચ્છ (Kutch) રીઝીયનમાં 85.46 ટકા, ત્યારબાદ દક્ષિણ ગુજરાત (South Gujarat) રીઝીયનમાં 55.19 ટકા, સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય વિસ્તારમાં (Central Gujarat) 49.26 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં (North Gujarat) 48.01 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ
રાજ્યમાં સરદાર સરોવર નર્મદા ડેમ (Narmada Dam Gujarat) હાલનો પાણીનો સંગ્રહ 1,76,942 મિલિયન ક્યુબિક ફીટ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 52.96 ટકા છે તેમજ રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,31,347 મિલિયન ક્યુબિક ફીટની ક્ષમતા છે જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.37 ટકા છે.
ડેમો હાઈઅલર્ટ
રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 40 ડેમો હાઇએલર્ટમાં છે. (High Alert Dam In Gujarat) 24 ડેમો એલર્ટ મોડ પર છે. 20 ડેમોને વોર્નિંગ આપવામાં આવી છે. ગુજરાતમાં 26 ડેમો 100 ટકા ભરાયેલા છે. 58 ડેમો 70 ટકાથી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. 40 ડેમો 50 ટકાથી 70 ટકા વચ્ચે ભરાયેલા છે. આ ઉપરાંત 42 ડેમો 25 ટકાથી 50 ટકા વચ્ચે ભરાયેલા છે 40 ડેમો 25 ટકાથી નીચે ભરાયેલા છે.
Top Video News
શેરબજારનો સેન્સેક્સ બીજા દિવસે વધુ 63 પોઈન્ટ વધ્યો, હવે શું કરશો?
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર (IMD Forecast in Gujarat) ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન હળવા અને છુટાછવાયા વરસાદના ઝાપટા પડી શકે છે. હાલ કોઈ નવી સીસ્ટમ કાર્યરત નથી. જેથી વરસાદ હળવો આવી શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં પણ આંશિક વધારો થશે.