ગુજરાતમાં મોસમનો 33 ટકા વરસાદ, કેટલા ડેમ હાઈ એલર્ટ પર છે જાણો….

by Investing A2Z

ગાંધીનગર- ગુજરાત રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન 32 જિલ્લાના 189 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. (Gujarat Rain 2025) સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 3.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, અમદાવાદના વિરમગામ તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. (Gujarat Monsoon 2025)

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ચોવીસ કલાકમાં નવસારીના ખેરગામ, સુરતના ઉમરપાડા અને ગાંધીનગરના કલોલ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 25 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 159 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આજે 30 જૂન, 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 33 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 35.75 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 24.77 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલનો સંગ્રહ 1,63,389 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 48.91 ટકા જેટલી છે.

ગુજરાતમાં 100 ટકા ભરાયલે 13 જળાશયો છે. 70થી 100 ટકા ભરાયલે 33 જળાશયો અને 50થી 70 ટકા ભરાયેલા 36 જળાશયો છે. 25થી 50 ટકાની વચ્ચે ભરાયેલા 58 જળાશયો છે, તેમજ 25 ટકાથી નીચે ભરાયેલા કુલ 66 જળાશયો છે. આમ કુલ 206 જળાશયો તેની સંગ્રહ ક્ષમતાના 47.76 ટકા પાણી ભરાયેલ છે. (Dams are on high alert in Gujarat)

Top Trending News

ગુજરાત સરકારનો નાના અને મધ્યમવર્ગીય માટે મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય

હાઈ એલર્ટની સ્થિતિ

19 જળાશયો હાઈએલર્ટ પર છે. 13 જળાશયો એલર્ટ અને 14 જળાશયો વોર્નિંગ પર છે. હાઈએલર્ટ પર છે તેવા જળાશયોમાં અમેરેલીના રાજુલાનો ધાતરવાડી ડેમ, સાવરકુંડલાનો સુરજવાડી ડેમ, મહુવાનો રોજકી ડેમ, મહુવાનો બગડ ડેમ, બોટાદનો ગોમા ડેમ, ગઢડાનો ભીમડાદ ડેમ, ઝાલદનો કાલી-ટુ ડેમ, જામનગરનો વગડિયા ડેમ, મુંદ્રાનો કાલાઘોઘા ડેમ, ચુડાનો વંસલ ડેમ, સાયલાનો લિમ ભોગાવો-1, મુળીનો સુબુરી ડેમ અને સોનગઢનો દોડવાડા ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, જેથી તેને હાઈએલર્ટ પર મુકાયા છે.

હવામાન વિભાગે માછીમારોને 30 જૂન, 2025થી 3 જુલાઈ, 2025 સુધી દરિયો નહી ખેડવા સુચના આપી છે.

Related Posts

Leave a Comment