ગાંધીનગર- આગામી સપ્તાહે સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. (Moderate to heavy rain likely in Gujarat) જેથી ગુજરાત સરકાનું તંત્ર એલર્ટ થયું છે અને ગાંધીનગરમાં બેઠક મળી હતી અને તમામ જોખમો સામે સમગ્ર તંત્રને એલર્ટ કરાયું હતું. (Monsoon 2025 In Gujarat)
રાહત નિયામક અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી.

NDRFના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ 34 ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત બે ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
આ બેઠકમાં સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના 206 જળાશયો પૈકી 15 જળાશયો હાઇએલર્ટ, 12 જળાશયો એલર્ટ પર તથા 11 જળાશયો વોર્નિંગ પર છે.
GSRTC અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને હાલમાં સુરત અને ભરૂચ જિલ્લામાં બસના રૂટ પ્રભાવિત હોવાથી વૈકલ્પિક રૂટ શરૂ કરવામાં આવ્યા છે.
ગુજરાત વરસાદનો રીપોર્ટ

વધુમાં, ગત 24 કલાકમાં સુરતના બારડોલી અને નર્મદાના તિલકવાડા તાલુકામાં 6 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના ડોલવણ, આણંદના બોરસદ અને સુરતના ઓલપાડ તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તદુપરાંત સુરતના ચોર્યાસી તાલુકામાં 4 ઈંચથી વધુ તેમજ તાપીના વ્યારા, સુરતના માંડવી અને માંગરોળ, આણંદના ખંભાત, પંચમહાલના હાલોલ તાલુકા ઉપરાંત નવસારી તથા ભરૂચ તાલુકામાં 3-3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
Top Trending Video News
સેન્સેક્સ માત્ર 158 પોઈન્ટ વધ્યો, શેરબજાર ઊંચા મથાળેથી કેમ તૂટયું?
આ ઉપરાંત રાજ્યના 18 તાલુકામાં બે ઇંચથી વધુ, 40 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 96 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 31 જિલ્લાના કુલ 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. 24 જૂન, 2025ના રોજ સવારે છ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 21 ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, સવારે 6 થી 10 કલાક સુધીમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.