કોર્ટમાં કેદીઓને રજૂ કરવા માટે VCના માધ્યમના ઉપયોગમાં ગુજરાત અગ્રેસર

by Investing A2Z

ગાંધીનગર-  ગુજરાત સમગ્ર ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે. પોલીસ, જેલ અને ન્યાયપાલિકાના સંકલનથી કેદીઓને કોર્ટમાં (Gujarat Police, Jails and Judiciary Coordination) રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. રાજ્યની જેલોમાંથી મહત્તમ કેદીઓને કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગ (VC) સિસ્ટમ દ્વારા રજૂ કરવાની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, (Video conferencing to present prisoners in Gujarat courts)  જેના પરિણામે પોલીસ વિભાગને માનવ સંસાધન, સમય અને નાણાકીય બચત પણ થઈ રહી છે. (Time and money saved for Gujarat Police)

રાજ્યની જેલોમાં કેદીઓને કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સ સીસ્ટમ મારફત રજૂ કરવાની પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા માટે, વર્ષ 2022માં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યભરની કોર્ટોમાં કુલ 1100 યુનિટ વીસી સીસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. જેમાં રાજ્યની જેલો ખાતે 23 યુનિટ સોફ્ટવેર બેઝ્ડ વીસી સીસ્ટમ ફાળવવામાં આવી છે. હાલમાં, રાજ્યની જેલો ખાતે કુલ 83 વીડિયો કોન્ફરન્સિંગ સીસ્ટમ કાર્યરત છે.

ગુજરાત જેલ વિભાગના આંકડા દર્શાવે છે કે આ પદ્ધતિ અપનાવવાથી સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે. વર્ષ 2024 (જાન્યુઆરીથી જૂન 2024) દરમિયાન ગુજરાત જેલ વિભાગના તાબા હેઠળની તમામ જેલો દ્વારા 40,633 કેદીઓને એટલે કે સરેરાશ 29 ટકા કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ આંકડો વર્ષ 2025 (જાન્યુઆરીથી જૂન 2025) દરમિયાન વધીને સરેરાશ 41 ટકા થયો છે, એટલે કે કુલ 53,672 કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જે આ પદ્ધતિની સફળતા અને વધતા ઉપયોગને સ્પષ્ટપણે દર્શાવે છે.

આ પ્રણાલીના અસરકારક અમલથી પોલીસ વિભાગમાં માનવ સંસાધનો, સમય અને નાણાકીય બચત થઈ છે. જાપ્તામાં રોકાયેલા કર્મચારીઓને અન્ય જગ્યાએ ફરજો સોંપવાનું પણ શક્ય બન્યું છે, જેનાથી વિભાગની કાર્યક્ષમતામાં વધારો થયો છે. આ પદ્ધતિ ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થઈ છે, જેના પરિણામે ભોગ બનનારને ઝડપી ન્યાય અને ગુનેગારને સજા મળે છે.

Top Trending News

બે દિવસની મજબૂતી પછી શેરબજારનો સેન્સેક્સ 375 પોઈન્ટ ઘટ્યો

કેદીઓને કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. જે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ન્યાય પ્રણાલીને સુધારવા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને જેલ ડીજીપી કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ આ પહેલને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.

Related Posts

Leave a Comment