ગાંધીનગર- ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું છે કે, નીતિગત દૃઢતા, વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીનો સમન્વય કોઈપણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં પરિવર્તિત કરી શકે છે. પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના (PM Surya Ghar Muft Bijli Yojana) માટે રાજ્ય સરકારે નાણાંકીય વર્ષ 2024-25 માટે નિર્ધારિત 3.05 લાખ સોલાર રૂફટૉપ પૅનલ્સના ઇન્સ્ટોલેશનનો (Installation of Rooftop Panels in Gujarat) લક્ષ્યાંક સમય પહેલાં જ પ્રાપ્ત કરી લીધો છે. (Gujarat Number One in Installing Solar Rooftop Panels)
સોલર પૅનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર
રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (Gujarat Urja Vikas Nigam Limited- GUVNL) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 11 મે 2025 સુધીમાં ગુજરાતમાં પીએમ સૂર્ય ઘર યોજના (PM Surya Ghar Scheme in Gujarat) હેઠળ 3.36 લાખ સોલર રૂફટૉપ પૅનલ્સ સ્થાપિત કરવામાં આવી છે. આ આંકડો દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં સર્વાધિક છે. આ યોજનાના સફળ અમલીકરણને કારણે, આજે ગુજરાત સોલર રૂફટૉપ ઇન્સ્ટોલેશનમાં દેશમાં 34 ટકા યોગદાન આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ ગુજરાતના 3.03 લાખ ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 2,362 કરોડની સબસિડી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ ગુજરાતના 3.03 લાખ ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 2,362 કરોડની સબસિડી આપવામાં આવી છે.
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાનું સફળ અમલીકરણ કરનારા ટોચના પાંચ રાજ્યોની વાત કરીએ તો પ્રથમ ક્રમે ગુજરાત બાદ મહારાષ્ટ્ર 1.89 લાખ સોલર રૂફટૉપ પૅનલ ઇન્સ્ટોલેશન્સ સાથે બીજા ક્રમે છે. ઉત્તર પ્રદેશ 1.22 લાખ ઇન્સ્ટોલેશન સાથે ત્રીજા ક્રમે, કેરળ 95 હજાર ઇન્સ્ટોલેશન સાથે ચોથા ક્રમે અને રાજસ્થાન 43 હજાર ઇન્સ્ટોલેશન સાથે પાંચમા ક્રમે છે.
1284 મેટ્રિક ટન કોલસાની બચત થઈ (Electricity and Coal Savings in Gujarat)
GUVNLના આંકડા અનુસાર, ગુજરાતમાં ‘પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના’ હેઠળ સ્થાપિત 3.36 લાખ સોલર રૂફટૉપ સીસ્ટમ દ્વારા 1232 મેગાવૉટથી વધુ ઊર્જાનું ઉત્પાદન થયું છે, જે પરંપરાગત વીજ ઉત્પાદનના 1834 મિલિયન યુનિટ જેટલું છે. જો આટલી જ ઊર્જા કોલસા આધારિત પ્લાન્ટમાંથી ઉત્પન્ન કરવામાં આવી હોત, તો લગભગ 1284 મેટ્રિક ટન કોલસાનો વપરાશ થયો હોત. આ બચતને કારણે વાતાવરણમાં 1504 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં પણ ઘટાડો થયો છે.
ભારતમાં પાકિસ્તાની સામાન ઑનલાઈન વેચી શકાશે નહી, ઈ-કોમર્સ વેબસાઈટ્સને નોટિસ
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાનો લાભ કોને મળી શકે છે?
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાની શરૂઆત ફેબ્રુઆરી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi) દ્વારા કરવામાં આવી હતી. આ યોજના હેઠળ નાગરિકોને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની સાથે 3 kW સુધીની સિસ્ટમ પર રૂપિયા 78 હજાર સુધીની સબસિડી આપવામાં આવે છે. છત ધરાવતો કોઈપણ ઘરમાલિક આ યોજના માટે પાત્ર છે. અરજીની પ્રક્રિયા સરળ છે અને https://pmsuryaghar.gov.in પર જઈને ઓનલાઈન કરી શકાય છે.
ગુજરાત બન્યું શ્રેષ્ઠ
ગુજરાતમાં પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાની (PM Surya Ghar Muft Bijli Yojana) અભૂતપૂર્વ સફળતામાં વહીવટીતંત્રની દૂરંદેશી કામગીરીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, સાથે અહીંની જાગૃત જનતા અને સ્થાનિક સંસ્થાઓની સક્રિય ભાગીદારીએ પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રાજ્ય સરકારે દરેક ગામ અને શહેરમાં વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવીને નાગરિકોને યોજનાના લાભો વિશે માહિતગાર કર્યા અને અરજી પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવી. આ સમન્વિત અને સમર્પિત પ્રયાસો આજે ગુજરાતને નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં દેશ માટે એક આદર્શ મૉડલ તરીકે સ્થાપિત કરી રહ્યા છે.