
મુખ્યપ્રધાને નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન થકી થનાર અલગ અલગ કામગીરીની બારીકાઇથી માહિતી મેળવી હતી. ઉપરાંત આ એપ્લિકેશન મારફતે વિધાનસભા કાર્યવાહી સંલગ્ન વોટીંગ, એલ.એ.ક્યુ સહિતની વિવિધ પ્રક્રિયા કેવી રીતે કરવી તેની જાણકારી પણ મેળવી હતી.

અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યુ કે, નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર ચાલશે.
રાજ્યના તમામ ધારાસભ્યો ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારિત સમગ્ર કામગીરીમાં જોડાશે અને તે માટે તમામ ધારાસભ્યોને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં આ એપ્લિકેશનનો વ્યાપ વધારી તેની સાથે રાજ્યના નાગરિકોને જોડી પ્રજાલક્ષી કાર્યો તથા પ્રશ્નોનું ડિજીટલી ત્વરીત નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરાશે.

આ પ્રસંગે વિધાનસભાના સભ્યો તથા સચિવો તેમજ વિધાનસભાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.