ગુજરાતના દરેક ગામડાને મળશે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ: એમેન્ડેડ ભારતનેટ પ્રોજેક્ટનો થશે શુભારંભ

by Investing A2Z

ભારતનેટ ફેઝ-3ના અમલીકરણ માટે મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન પર હસ્તાક્ષર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

ગાંધીનગર-  એમેન્ડેડ ભારતનેટ (ફેઝ-3)ની (Amended BharatNet (Phase-3)) અમલીકરણ કામગીરી માટે ગુજરાતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST), ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લી.(GFGNL), ભારત સરકારના ડિજિટલ ભારત નિધિ (DBN) તેમજ ભારત સંચાર નિગમ લી. (BSNL)ને મળી કુલ ચાર સહભાગી પક્ષો વચ્ચે રાજ્ય કરાર સંપન્ન કરવામાં આવ્યા હતા. જેમાં ભારત સરકાર વતી અધિક સચિવ અને ડિજિટલ ભારત નિધિના એડમિનિસ્ટ્રેટર નીરજ વર્મા તેમજ ગુજરાત સરકાર વતી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. (Every village in Gujarat will get high-speed internet)

ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ ભારત સરકારના દૂરસંચાર વિભાગના સચિવ નીરજ મિત્તલની પ્રેરક ઉપસ્થિતિમાં આ કરાર કરવામાં આવ્યા છે. (Gujarat signs agreement for implementation of BharatNet Phase-3)

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા તેમજ શહેરી-ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા એમેન્ડેડ ભારતનેટ કાર્યક્રમ (તબક્કો-3)નો પ્રારંભ કરવામાં આવશે. ભારતનેટના ત્રીજા તબક્કા હેઠળ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં પણ 98 ટકાથી વધુ સર્વિસ અપટાઇમ સુનિશ્ચિત કરીને સમાન ડિજિટલ સુલભતા પ્રદાન કરવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે.

રાજ્ય આધારિત મોડેલમાં એમેન્ડેડ ભારતનેટ કાર્યક્રમ (ફેઝ-3)ના અમલીકરણ માટે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન (MoC) પર હસ્તાક્ષર કરનાર ગુજરાત દેશના 8 રાજ્યો પૈકીનું પ્રથમ રાજ્ય બન્યું છે. ઓક્ટોબર-2024માં દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારે ભારતનેટ ફેઝ-3ના અમલીકરણ માટે MoC પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ ગત જાન્યુઆરી-2025માં ભારત સરકાર દ્વારા ભારતનેટ ફેઝ-3 માટે ગુજરાતને એક વખતના મૂડી ખર્ચ (CAPEX) અને 19 વર્ષના નિભાવખર્ચ (OPEX) માટે કુલ રૂપિયા 5,631 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

પ્રોજેક્ટ ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી બાદ આજે તા. 24 જૂન, 2025ના રોજ ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ કેન્દ્રીય દૂરસંચાર સચિવ નીરજ મિત્તલની ઉપસ્થિતિમાં એમેન્ડેડ ભારતનેટ (ફેઝ-3)ની અમલીકરણ કામગીરી માટે ચાર સહભાગી પક્ષો વચ્ચે રાજ્ય કરાર સંપન્ન કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય દૂરસંચાર સચિવ નીરજ મિત્તલ સહિતના કેન્દ્રીય પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં હાઇસ્પીડ કનેક્ટિવિટીનો અનુભવ કરવા માટે કાર્યક્રમ પૂર્વે તેમણે વિદ્યા સમીક્ષા કેન્દ્ર-ગાંધીનગર ખાતે ફાઈબર ટુ ધ હોમ (FTTH) એજ્યુકેશન એક્સપિરિયન્સ સેન્ટર તેમજ કાર્યક્રમ બાદ અમદાવાદની એણાસન પ્રાથમિક શાળા, વેહ્લાલ ગ્રામ પંચાયત, વેહ્લાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ટેલ્કો ગ્રેડ શેલ્ટર સહિતના ભારતનેટ-કનેક્ટેડ સ્થળોની મુલાકાત લીધી હતી.

Top Trending News

ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની સંભાવના, જાણો કયાં કેટલો વરસાદ થયો…

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્ય-આધારિત મોડલ હેઠળ ભારતનેટ ફેઝ-2નો સફળતાપૂર્વક અમલ કર્યો છે. જે અંતર્ગત 22 જિલ્લાની 8,000થી વધુ ગ્રામ પંચાયતોને આવરી લઇ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સીમલેસ ડિજિટલ કનેક્ટિવિટી પૂરી પાડતી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ગુજરાત આજે 95 ટકાથી વધુ નેટવર્ક અપટાઇમ સાથે રાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ છે. ભારતનેટ ફેઝ-2ના સફળ અમલીકરણ અને ઉપયોગની દ્રષ્ટીએ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. એટલા માટે જ, ઓક્ટોબર-2024માં આયોજિત ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય સંચાર મંત્રીશ્રીએ ભારતનેટ ફેઝ-2ની કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ગુજરાત રાજ્યની પ્રસંશા કરી હતી.

આગામી સમયમાં ગુજરાતમાં અમલમાં આવનાર અમેન્ડેડ ભારતનેટ ફેઝ-3 પ્રોજેક્ટ હેઠળ રાજ્યની 14,287 ગ્રામ પંચાયતો અને 3,895 ગામોને આધુનિક ડિજિટલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવામાં આવશે, જેમાં 98 ટકાથી વધુ સર્વિસ અપટાઇમ રહેશે. જેના પરિણામે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને ડિજિટલ પ્લેટફોર્મ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોના સામાજિક જીવનમાં સુધારો લાવશે. રાજ્ય સરકારના વિભાગો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, ગ્રાહકો વગેરે માટે ઇલેક્ટ્રોનિક અને મૂલ્યવર્ધિત સેવાઓ દ્વારા સીધા જોડાઈ શકશે, જે વંચિત ગ્રામજનોનું જીવનધોરણ સુધારવામાં મદદરૂપ થશે.

Related Posts

Leave a Comment