સોમનાથ- શિવભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણ રુપી 30 દિવસીય શિવોત્સવ દરમિયાન સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવશે. ત્યારે દેશભરમાંથી ભક્તોને સોમનાથ દાદાની બિલ્વ પૂજાનો લાભ મળે તે માટે “જન જનના સોમનાથ” ના ધ્યેય વાક્યને લઈ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક ભક્ત નોંધાવી શકશે. (Bilva Puja of Jyotirlinga Somnath Mahadev) તેવી સરળ પૂજા સ્વરૂપે છેલ્લા બે વર્ષથી માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા સેવાનો પ્રારંભ કરાયો છે.
વિશેષ શ્રાવણ અને મહાશિવરાત્રી પર શરૂ થતી આ પૂજાને શ્રાવણ 2025 માટે ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી જે. ડી. પરમાર દ્વારા પ્રારંભ કરવામાં આવી હતી. આ પૂજામાં આપેલા QR કોડ તથા ટ્રસ્ટ ની વેબસાઈટ https://somnath.org/ BilvaPooja/Shravan પરથી ભક્તો બિલ્વ પૂજા ઘરેબેઠા નોંધાવી શકશે અને આ બિલ્વાર્ચન સોમનાથ મહાદેવને પૂજારી દ્વારા કરવામાં આવશે. (Bilva Puja in Somnath in the month of Shravan)
શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા જણાવતા કેહવાયું છે કેઃ
त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम।
त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम् ॥
શિવજીને ત્રણ પર્ણવાળું બીલીપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મોના પાપો નાશ પામે છે.