વિશ્વકક્ષાના અનેક પ્રોજેકટો આપીને નરેન્દ્ર મોદીએ ગુજરાતને ગૌરવ અપાવ્યું
ભાવનગર- ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જનસેવા, ગરીબ કલ્યાણ અને વિકસિત ભારતના સુશાસનને 11 વર્ષ પૂર્ણ થયા છે. (11 years of Prime Minister Narendra Modi’s rule) ત્યારે તે સંદર્ભમાં કેન્દ્રિય પ્રધાન નિમુબેન બાંભણિયા (Nimuben Bambhania) અને પૂર્વ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ (Bharat Pandya) સંયુકત રીતે ભાવનગરમાં (Bhavnagar) આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સતત 13 વર્ષ યશસ્વી મુખ્યપ્રધાન તરીકે રાજયના સર્વાંગી વિકાસ અને ગૌરવના સમગ્ર દેશને દિશાદર્શન કરાવ્યાં પછી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દરેક ક્ષેત્રમાં ભારતની પ્રગતિ દ્વારા છેલ્લા 11 વર્ષથી વિશ્વમાં ભારતની આન-બાન-શાન વધારી રહયાં છે. ગુજરાતની જનતાને ગૌરવ છે કે, ગુજરાત દેશનું નેતૃત્વ કરે છે. (11 years of development and economic progress under PM Modi)


દાહોદમાં ઈલેક્ટ્રીસીટી મોટોવેટીવ મશીન ઉત્પાદન એકમનું લોકાર્પણ કરવાનું હોય. રાજકોટ ખાતે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ તેમજ એઈમ્સ હોસ્પિટલ આપવાની હોય. સુરત ખાતે વિશ્વના સૌથી મોટા હબ ડાયમંડ બુશનું લોકાર્પણ કરવાનું હોય.આવા તો અનેક પ્રોજેકટો અને યોજનાઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વને કારણે ગુજરાતને મળ્યાં છે. ગુજરાતની જનતા તેને કયારેય ભૂલી શકશે નહિં.

કેન્દ્રિય પ્રધાન નિમુબેન બાંભણિયા અને ભરત પંડયાએ જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજના (મોદી કેર) આયુષ્યમાન ભારતમાં 55 કરોડ લોકોને 5 લાખ રૂપિયા સુધીની (ગુજરાતમાં 10 લાખ કાર્ડ) મફત સારવાર માટે કેસલેશ PMJAY કાર્ડ આપવામાં આવ્યાં છે.
ભારતમાં મજબુત ઈન્ફ્રાસ્ટકચર માટે રાષ્ટ્રીય રાજમાર્ગ કુલ 1,46,204 કિલો મીટર કરીને વિશ્વમાં ભારત રોડ-રસ્તાના નેટવર્કમાં બીજા સાથે પહોંચ્યું છે. દરરોજ 34 કિ.મી. હાઈવેનું નિર્માણ થાય છે. ભારતનું રેલવે નેટવર્ક 67,415 કિમી દ્વારા વિશ્વમાં ચોથા સ્થાને છે. 200 વંદે ભારત ટ્રેન, 100 અમૃત ભારત ટ્રેન, 50 નમો ભારત રેપિડ ટ્રેન કાર્યરત છે.
વિશ્વનો સૌથી ઊંચો ચિનાબ બ્રીજથી લઈને અનેક બ્રીજોનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદ થી મુંબઈ બુલેટ ટ્રેન પુરજોશમાં ચાલું છે. એ પૂર્ણ થશે ત્યારે 350 પ્રતિ કલાકેની સ્પીડે અમદાવાદથી મુંબઈ 2.15 કલાકની અંદર પહોંચાશે. ભારતમાં એરપોર્ટની સંખ્યા 74થી વધીને 2025 સુધીમાં 160 એરપોર્ટ થયાં છે. 86 નવા એરપોર્ટ અને 88 સ્થળોને જોડવામાં આવ્યાં. દેશમાં 111 જળમાર્ગો દ્વારા પરિવહન થઈ રહ્યું છે. સાગરમાલા પ્રોજેકટ હેઠળ 1208 મોટા બંદરોને વિકસિત કરવામાં આવી રહ્યાં છે.
રાષ્ટ્ર પ્રથમના મંત્રને લઈને કાશ્મીરમાંથી 370 અને 35-A કલમ દૂર કરીને સરદાર પટેલ અને ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના “એક ભારત”ના એક સુત્રને સાકાર કર્યું છે. સી.એ.એ. કાનૂન દ્વારા પાકિસ્તાન બાંગ્લાદેશ અને, અફધાનિસ્તાન માંથી આવેલ ભારતીય લધુમતિઓને (હિંદુ શરણાર્થીઓ) ભારતનું નાગરિકત્વ આપવાનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. UCC એટલે કે, લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવા અને મિલકતની વહેંચણી જેવી બાબતોમાં તમામ નાગરીકો માટે સમાન કાયદો કરવા કેન્દ્રની ભાજપ સરકાર કટિબદ્ધ છે.
જે દેશ પોતાની સંસ્કૃતિ, પરંપરા, માનબિંદુઓ, શ્રદ્ધા કેન્દ્રોને માન-સન્માન ગૌરવ આપી શકતો નથી. તે દેશ કયારેય પ્રગતિ કરી શકતો નથી. નરેન્દ્રભાઈ મોદીએ 500 વર્ષ જૂના વિવાદનો ન્યાયિક ઉકેલ લાવીને અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરનું પુનઃનિર્માણ, કાશી વિશ્વનાથ મહાદેવનો કોરીડોર, ઉજ્જૈન મહાકાલ કોરીડોર, કેદારનાથ મંદિર, સોમનાથ મંદિર, અંબાજી અને પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિર વગેરે દેશની આસ્થા અને શ્રદ્ધા કેન્દ્રોની કાયાકલ્પ કરીને વિશ્વને ભારતીય સંસ્કૃતિના દિવ્ય-ભવ્ય દર્શન કરાવ્યાં છે.
ભારતની સુરક્ષા માટે અને આતંકવાદીઓના ખાત્મા માટે નરેન્દ્ર મોદીની નિર્ણય શક્તિથી ભારતના સૈન્યના વીરજવાનોએ “સર્જીકલ સ્ટ્રાઈક”, “એરસ્ટ્રાઈક” અને “ઓપરેશન સિંદૂર” દ્વારા વિશ્વમાં ભારતની શક્તિ-ગૌરવ વધાર્યું છે.
ગુજરાતમાં વીજળી ખોરવાય તો ફરિયાદ કરી શકો તે માટે અદ્યતન મોડલ તૈયાર થાય છે
કેન્દ્રિય પ્રધાન નિમુબેન બાંભણિયા અને ભરત પંડયાએ અંતમાં જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી વિશ્વમાં આવા એક જ વ્યકિત હશે કે જેમણે સૌથી વધુ યાત્રાઓ દ્વારા લોકોની વચ્ચે પરિભ્રમણ કર્યું હોય, ગુજરાત અને દેશમાં સૌથી વધુ લોકલ્યાણની યોજનાઓ અને વિકાસના કાર્યો કર્યા હોય તેમજ સૌથી વધુ કરોડો-કરોડો લોકોને યોજનાના લાભો પહોંચાડ્યાં હોય.
વધુમા તેમણે કહ્યું હતું કે વિશ્વમાં એક માત્ર વડાપ્રધાન છે કે, જેમણે વિશ્વમાં સૌથી વધુ એટલે કે, 22થી વધુ દેશોના ઉચ્ચ અને પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યાં હોય. વિશ્વમાં સોશીયલ મિડીયામાં સૌથી વધુ લોકપ્રિય અને વધુ ફલોઅર્સ ધરાવે છે તેવાં નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન તરીકે 11 વર્ષ પૂર્ણ કરે છે. નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશના અમૃતકાળામાં “એક ભારત-શ્રેષ્ઠ ભારત” બનાવવા માટે આપણે સહુ યથાયોગ્ય યોગદાન આપીએ તેવી નમ્ર અપીલ કરીએ છીએ.