Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી, જાણો કયા વધુ વરસાદ થશે?

by Investing A2Z
Gujarat Weather Forecast

Gujarat Weather Forecastઅમદાવાદ- Gujarat Weather Forecast અરબ સાગર પર પ્રેશર સર્જાયું છે. પરિણામે(Rain Forecast) ગુજરાતમાં તારીખ 25 ઓકટોબર, 2025થી 28 ઓકટોબર, 2025 સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ(IMD Forecast) દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતના હવામાનમાં પલટો

અરબી સમુદ્ર પર અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આજે રવિવારે સવારથી ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે.(Gujarat Weather Forecast) દિવાળી પછી લાભપાંચમના દિવસે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 25 ઓકટોબરથી 28 ઓકટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ આવવાની વકી છે. તેમજ કેટલાક સ્થળો પર ભારે વરસાદની સંભાવના પણ છે. સૌરાષ્ટ્રમાં 26 ઓકટોબરે કેટલાક સ્થળો પર ભારે વરસાદ આવવાની શક્યતા છે. એટલે કે આગામી 4-5 દિવસ સુધી વીજળી સાથે તોફાનની પણ સંભાવના નકારી શકાતી નથી.

દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 45-55 કિમી. પ્રતિકલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. જે વધીને 65 કિમી.ની ઝડપ પણ થઈ શકે છે. 26 ઓકટોબર એટલે કે આજે સમુદ્રની સ્થિતિ તોફાની બની શકે છે.(Gujarat Weather Forecast)

માછીમારોને ચેતવણી

માછીમારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ દરિયા ન ખેડે. દરિયાની સ્થિતિ તોફાની હોવાથી તેઓ દરિયાથી દૂર રહે. આગામી 28 ઓકટોબર સુધી ઉત્તર પૂર્વ અરબ સાગર અને મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો તોફાની રહેવાની આગાહી છે. આથી દરિયાકાંઠાના વિસ્તારના લોકો સુરક્ષિત સ્થળો પર પહોંચી જાય.

પર્યટકો માટે સાવચેતી

ભારે પવનને કારણે ઝાડ પડી શકે છે. વીજળી પણ પડી શકે છે. આથી સાવધાની રાખવી વધુ હિતાવહ છે. પ્રવાસન સ્થળો પર વધુ સાવચેતી રાખવી. પર્યટકોએ દરિયાની નજીક જવું ન જોઈએ.

કયા ભારે વરસાદ પડશે?

ગુજરાતના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારેથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે.(Rain Forecast) તેમજ જૂનાગઢ, બોટાદ, રાજકોટ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ 40 કિમી.થી ઓછી ઝડપે પવન સાથે મધ્યમથી હળવો વરસાદ પડવાની વકી છે.

કયા હળવો વરસાદ થશે?

તેમજ પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ડાંગ અને તાપીમાં હળવો વરસાદ(Rain Forecast) થવાની સંભાવના છે.

Top Trending News

Gold Silver Market: સોના ચાંદીમાં હવે નવી તેજી થશે?

25 તાલુકામાં વરસાદ થયો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી યલો એલર્ટ રહેશે.(Gujarat Weather Forecast) કમોસમી વરસાદ થશે. જો કે ગઈકાલ શનિવારે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 25 તાલુકામાં કમોસમી વરસાદ થયો છે. જેને કારણે હાલ ખેડૂતો ચિંતાતુર છે. હજી વધુ વરસાદ થશે તો મગફળી, કપાસ અને તુવેરના પાકને નુકસાન થવાની ભીતિ છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે.

You will also like

Leave a Comment