Gujarat News: યુવાઓના સ્વાસ્થ્યના હિતમાં ગૃહ વિભાગે જાહેર કર્યા પ્રતિબંધ

by Investing A2Z
Gujarat News

ગાંધીનગર- Gujarat News રાજ્યના ગૃહ વિભાગે કેટલાક યુવાઓ દ્વારા કરવામાં આવતા નશાને રોકવા માટે એક મહત્વપૂર્ણ અને તાત્કાલિક નિર્ણય લીધો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163(2) અને 163(3) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ(Rolling paper, Gogo smoking cone, Perfect roll) જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે.(Home Department announces ban in the interest of youth’s health)

ગંભીર બાબતો ધ્યાને આવી

યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાયુક્ત માદક પદાર્થોના સેવન માટે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર બાબત ધ્યાને આવતા આ બાબતે બારીક અભ્યાસ કરીને(Gujarat News) ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

Gujarat Newsમાનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક

આ જાહેરનામામાં સ્પષ્ટ જણાવાયું છે કે, આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.

શિક્ષાને પાત્ર

Gujarat News ગૃહ વિભાગના જાહેરનામા મુજબ હવે રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાનું રહેશે. આ આદેશનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, 20223 (BNS)ની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર થશે.

કેટલા ખેડૂતોને સહાય ચૂકવાઈ?

ગુજરાતમાં વરસેલા કમોસમી અસાધારણ વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું હતું. જે અંતર્ગત(Gujarat News) રાજ્યના ખેડૂતોને આર્થિક સહાય આપી પગભર થવા અને તેમની પડખે ઊભા રહીને પાક સર્વે પૂર્ણ કરીને રૂપિયા 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે. આ કૃષિ રાહત પેકેજ હેઠળ રાજ્યના 33 લાખ ખેડૂતોએ અરજી કરી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 27 લાખથી વધુ ખેડૂતોને સહાય પેટેની અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને છેલ્લા દસ દિવસમાં કુલ 22.90 લાખથી વધુ લાભાર્થીઓના ખાતામાં રૂપિયા 6,805 કરોડથી વધુની રકમ જમા કરવામાં આવી છે. જ્યારે બાકીના ખેડૂતોને સહાય ચૂકવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરાવવામાં આવી રહી છે, જે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

Most Watched Video News

Stock Market India: સેન્સેક્સ વધુ 533 પોઈન્ટ તૂટ્યો, શું શેરબજાર મંદીના ઝોનમાં આવી જશે?

ઘઉંમાં સ્ટોક મર્યાદા અમલી

Gujarat News બજારમાં વ્યાજબી ભાવે સરળતાથી ઘઉં મળી રહે અને તેની સંગ્રહખોરી અટકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આગામી તા. 31 માર્ચ, 2026 સુધી સ્ટોક મર્યાદા અમલી બનાવાઇ છે.

વાજબી કિંમતે ઘઉં મળી રહેશે

ઘઉંના સંગ્રહ કરવામાં સુધારો કરી ઘઉંની સંગ્રહખોરી અટકે અને બજારમાં ઘઉં સરળતાથી અને વાજબી કિંમતે ગ્રાહકોને મળી રહે તે હેતુસર ઘઉંના વેપાર સાથે સંકળાયેલ ટ્રેડર્સ, હોલસેલર્સ, રીટેઈલર્સ, બીગ ચેન રીટેઈલર્સ અને પ્રોસેસર્સ પર સ્ટોક મર્યાદા દાખલ કરવામાં આવી છે. જેમાં ટ્રેડર, હોલસેલર માટે 2,000 મેટ્રીક ટન, રીટેલર અને બીગ ચેઈન રીટેલર માટે 8-8 મેટ્રીક ટન તેમજ પ્રોસેસર માટે 60 ટકા કેપેસીટી મુજબ સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવી છે.

You will also like

Leave a Comment