
(1) હર્ષ સંઘવીએ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા(નાયબ મુખ્યપ્રધાન) ત્રણ વખતથી ચૂંટણી જીતીને આવ્યા હતા. સુરતના મજુરા વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ગૃહરાજ્ય મંત્રી હતા. અને સૌથી નાની વયના યુવા નેતા ડેપ્યુટી સીએમ બન્યા છે.

(3) નરેશભાઈ પટેલે કેબિનટ પ્રધાન પદના શપથ લીધા. દક્ષિણ ગુજરાતના ગણદેવીના ધારાસભ્ય છે અને આદિવાસી મતક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે છે.
(4) અર્જુનભાઈ મોઢવાડિયાએ કેબિનેટ પ્રધાન પદના શપથ લીધા. તેઓ માર્ચ 2024માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. પોરબંદરથી આવે છે. માછીમાર અને કોળી સમાજમાં વર્ચસ્વ છે. 1997માં અર્જુનભાઈ કોંગ્રેસમાં જોડાયા હતા. 2002માં પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા.
(5) કનુભાઈ દેસાઈએ કેબિનેટ પ્રધાન પરના શપથ લીધા હતા. કનુભાઈ દેસાઈ જૂના પ્રધાનમંડળમાં નાણાપ્રધાન હતા.
(6) ઋષિકેશ પટેલે કેબિનેટ પ્રધાન પદના શપથ લીધા હતા. તેઓ જૂના પ્રધાનમંડળમાં હતા.
(7) કુંવરજીભાઈ બાવળિયાએ કેબિનટ પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા. કુંવરજીભાઈ જૂના પ્રધાનમંડળમાં હતા.
(8) પ્રદ્મુમન વાજાએ કેબિનેટ પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા. એમબીબીએસ અને મેડિકલમાં પીએચડી કરી છે. કોડિનારના ધારાસભ્ય છે.
(9) રમણભાઈ સોંલકીએ કેબિનેટ પ્રધાન પદના શપથ લીધા. બોરસદથી ધારાસભ્ય છે. ઓબીસી સમાજમાંથી આવે છે. આણંદ જિલ્લાના સંગઠન મંત્રી હતા. શિક્ષક તરીકે કારર્કિદીની શરૂઆત કરી હતી. પ્રથમ વખત ધારાસભ્ય પદે ચૂંટાયા અને પ્રધાન બન્યા.
રાજ્યકક્ષાના પ્રધાનો
(10) ઈશ્વરસિંહ પટેલે રાજ્યકક્ષાના પ્રધાન પદના શપથ લીધા. દક્ષિણ ગુજરાતના અંકલેશ્વરના ધારાસભ્ય છે.
(11) પ્રફુલ્લ પાનસેરિયાએ રાજ્યકક્ષાના પ્રધાન પદના શપથ લીધા. કામરેજ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય છે.
(12) મનીષા વકીલે રાજ્યકક્ષાના પ્રધાન પદના શપથ લીધા. વડોદરા શહેરના ધારાસભ્ય છે.
(13) કાંતિ અમૃતિયાએ પ્રધાન પદના શપથ લીધા. મોરબી મત વિભાગ (મોરબી જિલ્લો)
જન્મઃ તા. 08 માર્ચ, 1962, જેતપુર, તા. જિ. મોરબી.
વ્યવસાય: ખેતી, ઉદ્યોગ, શિક્ષણ
સંસદીય કારકિર્દી: 9મી, 10મી, 11મી, 12મી તેમજ 13મી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે કાર્યરત હતા.
(14) રમેશ કટરાએ પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા. ફતેપુરા (અ.જ.જા.) મત વિભાગ (દાહોદ જિલ્લો)
જન્મઃ તા. 04 મે, 1975, હિંગલા.
વ્યવસાય: ખેતી
સંસદીય કારકિર્દી: 13મી અને 14મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત તેમણે સપ્ટેમ્બર 2021થી ડિસેમ્બર 2022 દરમિયાન વિધાનસભાના નાયબ મુખ્યદંડક તરીકે સેવાઓ આપી હતી.
પ્રવૃત્તિઓઃ સભ્ય, જિલ્લા પંચાયત-દાહોદ.
(15) દર્શનાબહેન વાઘેલાએ પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા. અસારવા મત વિભાગ (અમદાવાદ શહેર)
જન્મઃ તા. 05 સપ્ટેમ્બર, 1972, અમદાવાદ
વ્યવસાય: પૂર્વ શાળા આચાર્ય
પ્રવૃત્તિઓઃ અમદાવાદ મહાનગરપાલિકામાં બે સમયાવધિ સુધી કોર્પોરેટર રહ્યા હતા. આ ઉપરાંત તેમણે વર્ષ 2010 થી 2013 દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર તરીકે સેવાઓ આપી છે. તેઓ સફાઈ કામદાર નિગમના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલમાં વાલ્મિકી ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે.
(16) કૌશિક વેકરિયાએ પ્રધાન પદના શપથ લીધા. અમરેલી મત વિભાગ (અમરેલી જિલ્લો)
જન્મઃ તા. 09 જૂન, 1986, મોજે. ખીચા, તા. ધારી, જિ. અમરેલી.
વ્યવસાય: ખેતી, વ્યવસાય (શ્રી દ્રોણેશ્વર પેટ્રોલિયમ)
સંસદીય કારકિર્દી: 15મી ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડકશ્રી તરીકે તા. 12મી ડિસેમ્બર 2022થી કાર્યરત હતા.
પ્રવૃત્તિઓઃ ડિરેકટર, ગુજરાત સ્ટેટ કો.ઓ. હાઉસીંગ ફાઈનાન્સ બોર્ડ, તા. 29-03-2016 થી કાર્યરત. પૂર્વ ડિરેકટર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમરેલી.
(17) જયરામ ગામિત પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા. નિઝર (અ.જ.જા.) મત વિભાગ (તાપી જિલ્લો)
જન્મઃ તા. 01 જૂન, 1075, કટારાવાણ, તા. ઉચ્છલ (તાપી)
વ્યવસાય: ખેતી અને પશુપાલન
પ્રવૃત્તિઓઃ પ્રમુખ, ભારતીય જનતા પક્ષ, તાપી જિલ્લો
(18) પ્રવિણ માળીએ પ્રધાન પદના શપથ લીધા. ડિસા મત વિભાગ (બનાસકાંઠા જિલ્લો)
જન્મઃ તા. 08 માર્ચ 1985, ડીસા. વ્યવસાય: ખેતી અને વેપાર
પ્રવૃત્તિઓઃ સંયોજક, પ્રદેશ ભારતીય જનતા પક્ષ દસ્તાવેજીકરણ વિભાગ. ટ્રસ્ટી, મહાત્મા જ્યોતિબા ફુલે એજ્યુકેશન ટ્રસ્ટ, ડિસા.
(19) સંજયસિંહ મહિડાએ પ્રધાનપદના શપથ લીધા. ખેડાના મહુધાના ધારાસભ્ય છે. ક્ષત્રિય સમાજનો ચહેરો છે. મહુધા મત વિભાગ (ખેડા જિલ્લો)
જન્મઃ તા. 20 ઓકટોબર, 1979, ત્રાણજા, તા. માતર. વ્યવસાય: ખેતી અને વેપાર
પ્રવૃત્તિઓઃ પ્રમુખ-તાલુકા પંચાયત-નડિયાદ, પૂર્વ ચેરમેન-કારોબારી સમિતિ-તાલુકા પંચાયત, તાલુકા સંગઠન મહામંત્રી 2020 સુધી, મંત્રી-મહિડા મેલડી માતાજી મંદિર સેવા સમાજ ટ્રસ્ટ, પૂર્વ કોષાધ્યક્ષ-જિલ્લા યુવા મોરચો, શિવાજી ફાઉન્ડેશન ખાતે સેવા પ્રવૃત્તિમાં સક્રિય.
(20) ત્રિકમ છાગાએ પ્રધાનપદના શપથ લીધા. આહિર સમાજનો ચહેરો છે. કચ્છ અંજારના ધારાસભ્ય છે. આહિર સમાજનો ચહેરો છે. અંજાર મત વિભાગ (કચ્છ જિલ્લો) જન્મઃ તા. 01 જૂન, 1962, રતનાલ, તા. અંજાર, જિ. કચ્છ. વ્યવસાય: નિવૃત આચાર્ય
પ્રવૃત્તિઓઃ વર્ષ 2000થી 2010 સુધી અંજાર તાલુકા પંચાયતના સભ્ય તરીકે સેવાઓ આપી અને ત્યારબાદ વર્ષ 2010થી 2015 સુધી કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય અને પ્રમુખ તરીકે તેમણે સેવાઓ આપી હતી.
(21) કમલેશ પટેલે પ્રધાનપધના શપથ ગ્રહણ કર્યા. પેટલાદના ધારાસભ્ય છે. લેઉઆ પટેલ સમાજ પર વર્ચસ્વ છે. પેટલાદ મત વિભાગ (આણંદ જિલ્લો) જન્મઃ તા. 12 એપ્રિલ, 1970, સંતોકપુરા, તા. બોરસદ. વ્યવસાય: ખેતી અને નોકરી (આચાર્યશ્રી, શાહપુર હાઇસ્કુલ)
પ્રવૃત્તિઓઃ તેમણે પેટલાદ તાલુકા ભારતીય જનતા પક્ષના પ્રમુખ, ચૌદ ગામ કેળવણી ઉત્તેજક ટ્રસ્ટના મંત્રી તેમજ પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્ય તરીકે સેવાઓ આપી હતી.
(22) રિવાબા જાડેજાએ પ્રધાન પદના શપથ લીધા. જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા. યુવા અને મહિલા ધારાસભ્યને સ્થાન મળ્યું. જામનગર (ઉત્તર) મત વિભાગ (જામનગર જિલ્લો)
જન્મઃ તા. 05 સપ્ટેમ્બર, 1990, રાજકોટ. વ્યવસાય: સમાજસેવા
પ્રવૃત્તિઓઃ સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી, માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ. કન્યા કેળવણી, સ્ત્રી સશક્તિકરણ વગેરેને લગતી પ્રવૃત્તિઓ તથા તે અંગેની કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સમાજ સુધી પહોંચાડવાની કામગીરી સાથે સંકળાયેલા છે.
(23) સ્વરૂપ ઠાકોરે પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા. વાવ બેઠકના ધારાસભ્ય છે. ઠાકોર સમાજનો ચહેરો છે. વાવ મત વિભાગ (બનાસકાંઠા જિલ્લો) જન્મઃ તા. 01 જૂન 1979, બૈયક. વ્યવસાય: ખેતી, વ્યાપાર
પ્રવૃત્તિઓઃ ઉપપ્રમુખ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના
(24) પી. સી. બરંડાએ પ્રધાન પદના શપથ લીધા. ભિલોડાના ધારાસભ્ય છે. આદિવાસી સમાજ પર પ્રભુત્વ છે. ભિલોડા (અ.જ.જા.) મત વિભાગ (અરવલ્લી જિલ્લો) જન્મઃ તા. 01 જૂન, 1959, વાંકાટીંબા. વ્યવસાય: ખેતી
પ્રવૃત્તિઓઃ ભારતીય જનતા પક્ષના પ્રદેશ આદિજાતી મોરચાના મહામંત્રી તરીકે તેમણે સેવાઓ આપી.
(25) પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકીએ પ્રધાન પદના શપથ લીધા હતા.
હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ બનશે. 3 મંત્રીઓને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો રહેશે. 7 પાટાદાર તેના પ્રધાનો બન્યા છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 15 નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. 10 મંત્રીઓને પડતા મુકાયા છે. નવા પ્રધાનમંડળમાં 8 ઓબીસી, 3 એસસી, 4 એસટી પ્રધાનોએ શપથ લીધા છે. મંત્રીમંડળમાં 3 મહિલા પ્રધાનોએ શપથ લીધા હતા.
શપથગ્રહણ સમારોહ LIVE
રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલોરાજ્યપાલ સાથે CM ભૂપેન્દ્ર પટેલની મુલાકાત
ગાંધીનગરમાં રાજભવનમાં આજે શુક્રવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાતના મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન મુખ્યપ્રઘાને ગુજરાતના પ્રધાનમંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. તેમજ રાજ્યપાલ પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા અનુમતિ માંગી હતી.

ભાજપના તમામ પદનામિત પ્રધાનો શપથગ્રહણ કરે તે પહેલા ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ગયા હતા અને મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી હતી.
ભાજપનું સરપ્રાઈઝ
અત્રે નોંધનીય છે કે 16 ઓકટોબર, 2025ને ગુરુવારે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ પ્રધાનોના રાજીનામા લઈ લેવાયા હતા. તમામ પ્રધાનોના રાજીનામા લઈને ભાજપે સરપ્રાઈઝ સર્જ્યું હતું અને તે પણ દિવાળી પહેલા. આમ તો છેલ્લા ત્રણ મહિનાથી કેબિનેટ વિસ્તરણની વાતો ચર્ચાતી હતી. પણ ભાજપના પ્રદેશ પ્રમુખનો તાજ જગદીશ પંચાલ વિશ્વકર્માને પહેરાવ્યા પછી ગુજરાત પ્રધાનમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું હતું.

રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે પાંચ પ્રધાનોના રાજીનામા લઈ લેવાશે અને નવા પાંચ કે સાત પ્રધાનોને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવશે. તેના તદન વિરુધ્ધ આખી પ્રધાનમંડળના જ રાજીનામા લઈ લેવાયા હતા. અને સીએમ ભૂપેન્દ્ર પટેલની આખી સરકાર નવા પ્રધાનમંડળ સાથેની હશે. જે ઘટનાક્રમથી ગાંધીનગરમાં રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું હતું. હવે કોણ નવા પ્રધાનો બનશે? કોણ આઉટ થશે? કોને પ્રધાન બનવાનો ફોન આવ્યો? ભાજપ મોવડીમંડળે દિવાળી પહેલા જ કુતુહલ સાથે અસંમજસ સર્જી દીધું હતું.
મોડીરાત સુધી યાદી તૈયાર થઈ
જાણવા મળ્યા મુજબ મોડી રાત સુધી તો કયા પ્રધાનોને શપથ લેવાના છે, તેવો કોઈને ફોન જ આવ્યો ન હતો. ટૂંકમાં ગાંધીનગરમાં તમામ પ્રધાનોની રાત ઉચાટમાં ગઈ હતી. કે આપણે ઈન થઈશું કે પછી આઉટ. પરંતુ મોડી રાત સુધી સીએમ બંગલે નવા પ્રધાનમંડળના નામની યાદીને લઈને બેઠકોનો દોર ચાલ્યો હતો. રાત્રે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળવા જવાના હતા, પણ યાદી ફાઈનલ નહી થઈ હોવાથી રાજ્યપાલને મળવા જઈ શક્યા ન હતી.
નવા મંત્રી આવે તે પહેલા પીએ સ્ટાફની વરણી
નવા મંત્રી કે પ્રધાનોના નામ ફાઈનલ થાય તે પહેલા તેમની ઓફિસના સ્ટાફ, પીએ, અધિકારીઓની ફાળવણી કરી દેવાઈ હતી. તેમજ જૂના પ્રધાનમંડળે રાજીનામું આપ્યા પછી તેમણે તેમની ઓફિસ ખાલી કરવાની શરૂ કરી દીધી હતી. ટૂંકમાં ગાંધીનગરમાં નવા પ્રધાનમંડળને લઈને ગતિવિધિ ભારે ઝડપી બની ગઈ હતી.
મિશન 2027
અગ્રણી રાજકીય પંડિતોના મતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે 2027માં આવી રહી છે, તે પહેલાનું આ મિશન 2027 છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની સખત મહેનત છતાં તે બેઠક પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત થઈ હતી. આમ આદમી પાર્ટીની જીત ભાજપને સહન થઈ નથી. જેથી કરીને હવે મિશન 2027 માટે અત્યારથી જ સંગઠનમાં ફેરફાર, પ્રધાનમંડળમાં ફેરફાર જેવી કવાયત હાથ ધરી દીધી છે.
સરકાર સામે અનેક પડકારો
વર્તમાન સરકાર સામે કાયદો વ્યવસ્થા, શાસન, જાહેર સુવિઘા, રસ્તાઓની અનેક ફરિયાદો હતી. સરકારમાં કોઈના કામ થતા નથી, તેવી પણ અનેક વાતો લોકોના મોંઢે ચર્ચાઈ રહી હતી. આ સંજોગોમાં સરકારમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઉભી થઈ હતી. સરકારની છબી સુધારવા માટે આખા પ્રધાનમંડળનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.