ગુજરાત સરકાર દિવાળીના તહેવારોમાં વધારાની 4,200 એસટી બસો દોડાવશે

by Investing A2Z

ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી ગાંધીનગરથી એસ.ટી. નિગમની નવી 201 બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું.(201 new ST buses launched in Gujarat) જેમાં 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને પાંચ મીડી બસોનો સમાવેશ થાય છે.

ડ્રાઈવર કંડક્ટરોનું અભિવાદન

ગાંધીનગરમાં યોજાયેલા બસોના લોકાર્પણ સમારોહમાં મુખ્યપ્રધાન(Gujarat CM Bhupendra Patel) અને વાહન વ્યવહાર રાજ્ય પ્રધાને(Minister of State for Transport Harsh Sanghvi) બસનું વિધિવત રીતે લોકાર્પણ કરીને બસના ડ્રાઇવર-કંડક્ટરોનું અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત મુખ્યપ્રધાને દિવાળીના તહેવારોમાં રાજ્યનો દરેક નાગરિક પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે દિવાળી નિમિત્તે એકસ્ટ્રા 4,200 બસોના સંચાલનનો પ્રારંભ કરાવ્યો હતો.(Additional ST buses in Gujarat during Diwali 2025)

27 લાખ મુસાફરો

તાજેતરમાં જ ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા ભાદરવી પૂનમ દરમિયાન અંબાજીના મેળા માટે 28,000થી વધુ, પાવાગઢ આસો નવરાત્રિ માટે 22,000થી વધુ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન 7,000થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરીને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાનો પરિચય કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક 8,000થી વધુ બસો દ્વારા પ્રતિદિન 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને રાજ્યના 27 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્યસ્થાને પહોંચાડે છે.

Top Trending News

https://www.investinga2z.com/banking/rbi-news-you-will-get-a-gift-on-timely-payment-of-credit-card/

આ લોકાર્પણ સમારોહમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ તથા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર અને માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ અને એસ. ટી. નિગમના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You will also like

Leave a Comment