Gujarat News: નર્મદાના પાણી આપવા બાબતે ગુજરાત સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય

by Investing A2Z

ગાંધીનગર- નર્મદાના પુરના વધારાના પાણી વિતરણના આયોજન થકી કચ્છના ખડીર વિસ્તારમાં નાના-મોટા તળાવ અને નાની સિંચાઈ યોજનાઓ પાઇપલાઈન દ્વારા ભરવામાં આવશે.(Narmada water in Khadir area of ​​Kutch) જેના માટે રૂપિયા 451.67 કરોડના કામોને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Gujarat CM Bhupendra Patel) સૈદ્ધાંતિક મંજૂરી આપીને આ વિસ્તારના નાગરિકો-ખેડૂતો તેમજ પશુધનના હિતમાં મહત્ત્વનો નિર્ણય લીધો છે.(Gujarat government’s decision on Narmada water)

194 તળાવો ભરાશે

જળ સંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ(Minister Kunwarji Bavaliya) જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીર વિસ્તાર માટે પાણીની સમસ્યાના નિવારણ અને ભૂગર્ભ જળનો વ૫રાશ ઘટાડી ભૂગર્ભ જળ સપાટી ઉંચી લાવવા માટે નર્મદાના પૂરના વધારાના પાણીને પાઇપલાઇન દ્વારા પહોચાડવા માટેના આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ યોજના દ્વારા કચ્છ બ્રાંચ કેનાલમાંથી સુવઈ ડેમમાં પાણી ભરી તેમાંથી પમ્પીંગ સ્ટેશન મારફતે પાણી ઉપાડી, ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારમાં આવેલા 194 તળાવો અને છ નાની સિંચાઈ યોજનાઓમાં પાઈપલાઈન મારફતે પાણીથી ભરવામાં આવશે. આ યોજનામાં કુલ 22.0 MCM પાણીની જરૂરીયાત રહેશે.

ધોળાવીરા સહિત 10 ગામોને લાભ

આ યોજના હેઠળ ગુજરાતના કચ્છના ખડીર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને યુનેસ્કોના વારસાની યાદીમાં સામેલ એવા ધોળાવીરા(Dholavira included in UNESCO heritage list) ઉપરાંત અમરાપર, બાંભણકા, બાપુઆરી, ગઢડા, ગણેશપર, જનાણ, કલ્યાણપુર, ખારોડા અને રતનપર એમ કુલ 10 ગામોનો સમાવેશ થાય છે.(10 villages in Khadir of Kutch will get water) આ યોજના અમલી બનવાથી ખરીફ અને રવિ સિઝનમાં આશરે 5,492 હેકટર વિસ્તારને સિંચાઈનો લાભ મળવાથી જમીન નવપલ્વીત થશે.

Top Trending News

Stock Market: આગામી સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટી નવા હાઈ બનાવશે?

પશુધનને પીવાનું પાણી મળશે

આ સિવાય કચ્છના ભૂગર્ભ જળસ્તરમાં સુધારો, પશુધનને પીવાનું પાણી મળી રહેશે તથા અછતની પરિસ્થિતિમાં થતા સ્થળાંતરણમાં ઘટાડો થશે. રાજ્યના અન્ય વિસ્તારની જેમ મા નર્મદાનું પાણી આ વિસ્તારમાં સામાજિક અને આર્થિક બદલાવ-વિકાસમાં મોટી ભૂમિકા ભજવશે. જો કે ચાલુ વર્ષે ચોમાસામાં કચ્છમાં વરસાદ પણ ખૂબ સારો પડ્યો છે. તેમજ ગુજરાતમાં 110 ટકાથી વધુ વરસાદ થયો છે.

You will also like

Leave a Comment