Gujarat Farmers News: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાના કેટલા ખેડૂતોને સહાય ચૂકવાઈ?

by Investing A2Z
Gujarat Farmers News

Gujarat Farmers Newsગાંધીનગર- Gujarat Farmers News ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની(CM Bhupendra Patel) અધ્યક્ષતામાં આજે બુધારે રાજ્ય મંત્રી મંડળની બેઠક ગાંધીનગરમાં મળી હતી. જેમાં કમોસમી વરસાદથી(Unseasonal Rains in Gujarat) ખેતીવાડીના ઉભા પાકને ખૂબ મોટાપાયે નુકસાન થયું હતું. આજે મળેલી મંત્રી મંડળની બેઠકમાં કૃષિ રાહત પેકેજ અને તેમાં કેટલા ખેડૂતોને કેટલી સહાય ચૂકવાઈ જે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ઑનલાઈન બીલો તૈયાર થયા

રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, (Gujarat Farmers News) રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં 11,12,585 ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે કુલ રૂપિયા 3320.89 કરોડના ઑનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે, જે પૈકી કુલ 7,98,972 ખેડુતોને રૂપિયા 2430.75 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.

10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ

Gujarat Farmers News પ્રવક્તા પ્રધાને ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદની અણધારી આફતમાં ખેડૂતોને સહાયરૂપ થવા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે રેકોર્ડ બ્રેક સમયમાં રૂપિયા 10 હજાર કરોડ કરતાં વધુનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. જે અંતર્ગત સહાય મેળવવા માટે રાજ્યના કુલ 30,71,846 ખેડુતોએ ઑનલાઈન અરજી કરી છે. જેમાં આજદિન સુધીમાં તબક્કાવાર કાર્યવાહી કરી કુલ 20,81,122  અરજીઓ મંજૂર કરવામાં આવી છે.

Most Watched Video News

Stock market India: ત્રીજા દિવસે સેન્સેક્સ વધુ 275 પોઈન્ટ તૂટ્યો, તેજી આવશે કે નહી?

પાક નુકસાન અંગે ખેડૂતોની અરજી

આ ઉપરાંત (Gujarat Farmers News) ઓગષ્ટ-સપ્ટેમ્બર 2025માં ભારે વરસાદથી અસરગ્રસ્ત જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જિલ્લામાં થયેલા પાક નુકશાન સામે સહાય મેળવવા કુલ 2,28,376 ખેડૂતોએ અરજી કરી છે, જે પૈકી કુલ 1,72,165 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં 91,589 ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે કુલ રૂપિયા 311.87 કરોડ ઑનલાઇન બીલો તૈયાર કરી દેવામાં આવ્યા છે, જે પૈકી અત્યાર સુધીમાં 68,787 ખેડૂતોને રૂપિયા 246.70 કરોડની સહાય ચૂકવવામાં આવી છે, એમ પ્રવકતા પ્રધાન જીતુ વાઘાણીએ(State SpokePerson Jitu Vaghani) જણાવ્યું હતું.

ટેેકાના ભાવે સરકારની ખરીદી

રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ચાલી રહેલ ખરીદીની વિગતો આપતા કહ્યું હતું કે, આજદિન સુધીમાં રાજ્યના કુલ 3,79,367 ખેડૂતો પાસેથી રૂપિયા 6,049.15 કરોડના મૂલ્યની 8,41494.90 મેટ્રિક ટન મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ કરવામાં આવી છે અને 1,47,017 ખેડૂતોને રૂપિયા 2,376.45 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે.

You will also like

Leave a Comment