
33 જિલ્લાના 239 તાલુકમાં વરસાદ
બેઠકમાં થયેલી ચર્ચા અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ(Jitu Vaghani) જણાવ્યું હતું કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલા પ્રાથમિક અહેવાલ અનુસાર ગત તા.23 થી 28 ઓક્ટોબર, 2025 દરમિયાન ગુજરાતમાં 33 જિલ્લાના 239 તાલુકામાં સમાન્યથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જેમાં હાલના તબક્કે આશરે 10 લાખ હેકટરથી વધુ વિસ્તારમાં નુકશાન(Gujarat Crop Damage) થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.
સાત દિવસમાં સર્વે પૂર્ણ કરાશે
વાઘાણીએ કહ્યું હતું કે, બેઠકમાં મુખ્યપ્રધાન(CM Bhupendra Patel) અને નાયબ મુખ્યપ્રધાને(Harsh Sanghavi) રાજ્યના ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમજ કમોસમી વરસાદથી(Gujarat Unseasonal Rains) અસરગ્રસ્ત જિલ્લામાં તાત્કાલિક ધોરણે SDRFના ધારાધોરણો મુજબ સર્વે શરૂ કરીને, તેને સાત દિવસમાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી છે.
ટેકનોલોજીકલ સર્વે હાથ ધરાશે
પ્રવક્તા મંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, ખેડૂતોને(Gujarat Crop Damage) ઝડપથી સહાય પૂરી પાડવાના આશય સાથે અદ્યતન ટેકનોલોજી – કૃષિ પ્રગતિના માધ્યમથી ઝડપથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. ટેક્નોલોજીકલ સર્વે ઉપરાંત ભૌતિક સર્વે પણ હાથ ધરવામાં આવશે, જેથી રાજ્યનો કોઈપણ અસરગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય.
એગ્રો એડવાઈઝરી જાહેર
ગુજરાતમાં હજુ પણ જે ખેડૂતોનો પાક ઉભો છે, તે પાકના સંરક્ષણ માટે કૃષિ વિભાગ દ્વારા એક વિશેષ “એગ્રો એડવાઇઝરી” જિલ્લાવાર જાહેર કરવામાં આવી છે. આ એડવાઇઝરીમાં વિવિધ ઊભા પાકની જાળવણી માટેના વૈજ્ઞાનિક પગલાંઓ સૂચવવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ માધ્યમો દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સરકાર ખેડૂતની પડખે છે
અસરગ્રસ્ત ખેડૂતોને આસ્વસ્થ કરતા મંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતોને સહાય કરીને સરકાર તેમની પર ઉપકાર નહીં, પરંતુ પોતાની નૈતિક ફરજ નિભાવી રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકાર હર હંમેશ ખેડૂતોની પડખે રહી છે અને ભવિષ્યમાં પણ તેમની પડખે રહેશે.
Top Trending News
રિયલ ટાઈમ મોનિટરિંગ
અત્રે ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદને ધ્યાને રાખીને મુખ્યપ્રધાને રાજ્ય મંત્રી મંડળના સભ્યોને ત્વરિત અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા આદેશ આપ્યો હતો. સાથે જ, ગાંધીનગર ખાતેથી મુખ્યપ્રધાને પણ પરિસ્થિતિનું રિયલ ટાઇમ મોનિટરિંગ કરી રહ્યા છે.