પંદરમી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠુ સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે: ઋષિકેશ પટેલ
28 માર્ચ સુધી ચાલનાર આ બજેટ સત્રમાં કુલ 27 બેઠકો મળશે
નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ 20 ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે
વર્ષ 2025-26 નું બજેટ ગુજરાતના વિકાસની નવી કેડી કંડારનાર હશેઃ પ્રવક્તા પ્રધાન

આ વર્ષે રજૂ કરવામાં આવનાર બજેટ વઘુ સુવિધાજનક અને રાજ્યની વિકાસની નવી દિશા આપનારું હશે. વર્ષ 2025 ગુજરાતની પ્રગતિ માટે માઈલ સ્ટોન સાબિત થશે, એમ ઋષિકેશ પટેલે કહ્યું હતું.
આ સત્રમાં સરકારી વિધેયકો, બિન સરકારી વિધેયકો, વિનિયોગ વિધેયક રજૂ થશે. આ ઉપરાંત માંગણીઓ અને પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે.