GSTની આવકથી સરકારની તિજોરી ભરાઈ, ગુજરાતની જીએસટીની આવક વધી

by Investing A2Z

નવી દિલ્હી- ભારતની ઓગસ્ટ, 2025માં GSTની આવક(GST Collection August 2025) રૂપિયા 1.86 લાખ કરોડની થઈ છે. જે ગયા વર્ષ કરતાં 6.50 ટકા વધુ છે. એટલે કે સરકારની આવકમાં સારો વધારો થયો છે. ગયા મહિને એટલે કે જુલાઈમાં GST કલેક્શન રૂપિયા 1.96 લાખ કરોડ હતું. તે જ સમયે, એપ્રિલ 2025માં GST કલેક્શન રૂપિયા 2.37 લાખ કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.(GST Revenue August 2025)

ભારતમાં GSTમાંથી સરકારની કમાણી સતત વધી રહી છે.(GST Revenue Increased) નાણાકીય વર્ષ 2024-25માં સરકારે GST તરીકે કુલ રૂપિયા 22.08 લાખ કરોડની આવક થઈ છે. જે ગયા વર્ષ કરતાં 9.4 ટકા વધુ છે અને અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. છેલ્લા પાંચ વર્ષમાં GSTની કમાણી લગભગ બમણી થઈ ગઈ છે. સરેરાશ દર મહિને લગભગ રૂપિયા 1.84 લાખ કરોડ ટેક્સ તરીકે પ્રાપ્ત થઈ રહ્યા છે, જે પાછલા વર્ષો કરતાં વધુ છે. GST સાથે સંકળાયેલા કરદાતાઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. જ્યારે 2017માં ફક્ત 65 લાખ લોકો જીએસટી ચૂકવતા હતા. હવે આ સંખ્યા વધીને 1.51 કરોડથી વધુ થઈ ગઈ છે. આ દર્શાવે છે કે દર વર્ષે વધુ લોકો જીએસટી ભરવાનું શરૂ કરી રહ્યા છે અને સરકારની આવક વધી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) આ વર્ષે સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોતાના ભાષણમાં GST રીફોર્મ્સ(GST Reforms) અને ટેક્સના સ્લેબમાં ઘટાડો(Reduction in GST Slabs) કરવાની જાહેરાત કરી હતી, જેને તેમણે જનતા માટે ‘દિવાળી ભેટ’ ગણાવી હતી.(Reduction in GST Slabs a Diwali Gift) સરકારે GST 2.0 નામની એક નવી સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં બે મુખ્ય ટેક્સ સ્લેબ હશે. સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ પર 5 ટકા અને અન્ય ઉત્પાદનો પર 18 ટકા. તેનો હેતુ સામાન્ય લોકો અને ઉદ્યોગપતિઓ માટે કર વ્યવસ્થાને સરળ બનાવવાનો છે.

ગુજરાતમાં જીએસટીની આવક વધી

ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ ઓગસ્ટમાં કુલ રૂપિયા 6,470 કરોડની આવક થઈ છે. જે ઓગસ્ટ, 2024માં થયેલી જીએસીટીની આવક રૂપિયા 5,713 કરોડ કરતાં 13 ટકા વધુ છે.(Gujarat’s GST Revenue Increased) અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ, 2025માં નેશનલ લેવલે જીએસટીની આવકનો ગ્રોથ 6.5 ટકા રહ્યો છે.

ગુજરાતને વેટ હેઠળ ઓગસ્ટ, 2025માં રૂપિયા 2,683 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂપિયા 999 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂપિયા 21 કરોડની આવક થઈ છે. આમ રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂપિયા 10,172 કરોડની આવક થઈ છે.

ઓગસ્ટ, 2025માં મોબાઈલ સ્કવૉડ દ્વારા અન્વેષણની કામગીરી થકી રૂપિયા 29.54 કરોડની આવક થઈ છે. જે ગત વર્ષના સમાન મહિના દરમિયાન થયેલ રૂપિયા 23 કરોડની સામે 28.45 ટકો વધારે છે.

You will also like

Leave a Comment