એસી, ટીવી, બાઈક, સિલાઈમશીન સહિત ખાવાની ચીજવસ્તુઓ થઈ સસ્તી
નવી દિલ્હી- જીએસટી કાઉન્સીલની(GST Council Meeting) બે દિવસની બેઠકનો દિલ્હીમાં પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે જીએસટી કાઉન્સીલની બેઠકમાં 12 અને 28 ટકાના સ્લેબને સમાપ્ત(ખતમ) કરી દેવાયા છે. તે સિવાય જીએસટી રીફોર્મ્સમાં(GST Reforms) અનેક નિર્ણયો લેવાયા છે. તેમજ જીએસટીમાં કરાયેલા સુધારાનો અમલ 22 સપ્ટેમ્બર, 2025 એટલે કે પહેલી નવરાત્રિથી અમલી બનશે.(GST reduction effective from September 22)
ઘટાડો પહેલી નવરાત્રિથી અમલી
જીએસટીમાં(GST) હવે 5 ટકા અને 18 ટકાના બે જ સ્લેબ રહેશે.(Two slabs of GST reduced) તેમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ 22 સપ્ટેમ્બરથી સસ્તી થશે.(Now only two slabs in GST 5 and 18 percent) 28 ટકાના સ્લેબવાળી મોટાભાગની ચીજ વસ્તુઓ 18 ટકાના સ્લેબમાં આવી છે. કરિયાણની વસ્તુઓ, ખાદ્ય, ચંપલ-બુટ, કપડા સહિત રિન્યૂએબલ એનર્જિ હવે સ સસ્તા ભાવે મળશે. પહેલા આ બધી ચીજવસ્તુઓ પર 12 ટકા અને 28 ટકા ટેક્સ લાગતો હતો. હવે મોટાભાગે 5 ટકા અન 18 ટકાના સ્લેબમાં આવી જશે. જેમાં કેટલીય ચીજ વસ્તુઓ સસ્તી થશે.(GST 12 and 28 percent slabs eliminated)

અનાજ અને બીજી ચીજવસ્તુઓ- માલ્ટ, સ્ટાર્ચ, પાસ્તા, કોર્નફ્લેક્સ, બિસ્કિટ અને ચોકલેટ સહિત કોકો પ્રોડક્ટ્ પર ટેક્સ ઘટ્યો છે. પહેલા તેના પર 12 અને 18 ટકા ટેક્સ લાગતો હતો. હવે તેના પર 5 ટકા જ ટેક્સ લાગશે.
ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ- બદામ, પિસ્તા, હેઝલનટ, કાજુ અને ખજૂર રર હવે ફક્ત 5 ટકા ટેક્સ લાગશે. તેના પર પહેલા 12 ટકા ટેક્સ લાગતો હતો.

બીજા પેકેજ્ડ ફૂડ- વેજિટેબલ તેલ, એનિમલ ફેટ, એડિબલ સ્પ્રેડ, સોસ, મીટ પ્રિપરેસન, માછલીની પ્રોડક્ટ અને માલ્ટ એક્સટ્રેક્ટ વાળા પેકેડ ફૂડ પર હવે 5 ટકા ટેક્સ લાગશે. નમકીન, ભુજિયા, ચવાણું, મિક્સચર તેવી જ ખાવાની તૈયાર ચીજ વસ્તુઓ(પલાળેડા ચણા છોડીને) જે પહેલા પેકમાં અને લેબલ લાગેલા હતા. તેના ટેક્સ 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે. પાણી જે નેચરલ અથવા આર્ટિફિશિયલ મિનરલ વોટર અને એરેટેડ વોટર સામેલ છે. જેમાં ખાંડ અને કોઈ ગળ્યા કરનાર પદાર્થ નહી મેળવ્યા હોય તે અને કોઈ ફ્લેવર નહી મેળવી હોય તેના પર ટેક્સ 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે.
ખેતી- ખાદ્ય- ખાદ્ય પર ટેક્સ 12 અને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે. કેટલાક ખેતીમાં વપરાતી વસ્તુઓ , જેવી કે બીજ, પાત માટે જરૂરી પોષક તત્વો પર ટેક્સ 12 ટકાથી ઘટાડીને 6 ટકા કર્યો છે.

વીજળી ઉપકરણ
વપરાશમાં આવતો સામાન- કેટલીક ખાસ વીજળી ઉપકરણ જેમ કે એન્ટ્રી લેવલ અને વધુ ઉપયોગમાં આવતી વસ્તુઓ પર ટેક્સ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરાયો છે. ચપ્પલ, બુટ અને કપડા પર જીએસટી 12 ટકાથી 5 ટકા ટેક્સ કરી નાંખ્યો છે. જેમાં મધ્યમવર્ગના લોકોને આ ચીજ વસ્તુઓ હવે સસ્તી મળશે.

ટેક્સ વધારો- પાન મસાલા, ગુટખા, સિગારેટ, ચાવવાની તમાકુ, જર્દા, બનાવ્યા વગરનું તમાકુ અને બીડી પર પહેલાની જેમ જ વધુ જીએસટી અને કંપનસેશન સેસ લાગશે. જ્યાં સુધી સેસ સાથે જોડાયેલ લોન પુરા નથી થઈ જતાં ત્યાં સુધી તેના પર ટેક્સ ઘટશે નહી. તે ઉપરાંત આ પ્રોડક્ટની કીમત અને ટ્રાન્ઝક્શન વેલ્યૂની જગ્યાએ રિટેલ સેલ પ્રાઈઝ પર નક્કી થશે. આ નિયમોનું પાલન વધુ કડક કરાશે.
40 ટકા ટેક્સ
તમામ સામાન જે એરેટેડ વોટર સહિત જેમાં ખાંડ અને કોઈ ગળ્યો પદાર્થ મેળવ્યો હશે અથવા ફ્લેવર આપી હશે તેના પર ટેક્સ 28 ટકાથી વધારીને 40 ટકા થઈ જશે. સિન અને લક્ઝરી ચીજવસ્તુઓ માટે એક નવો 40 ટકાનો સ્લેબ બનાવ્યો છે. જેમાં સિગારેટ, મોંઘો દારૂ અને હાઈ એન્ડ કારો પર ટેક્સમાં કોઈ છૂટ અપાશે નહી. આયાતી આર્મર્ડ લક્ઝરી સેડાનને ફક્ત ખાસ કિસ્સામાં જ છૂટ મળશે. જેમ કે રાષ્ટ્રપતિ દ્વારા મંગાવાતી ગાડી.