
બે ટેક્સ સ્લેબ સમાપ્ત થયા
કેન્દ્ર સરકારે નવરાત્રીના પ્રથમ દિવસે જીએસટી રીફોર્મ્સનો અમલ કર્યો હતો, અને જીએસટીના બે રેટ સમાપ્ત કર્યા હતા. તેમજ ઓકટોબર મહિનામાં નવરાત્રી અને દિવાળીના તહેવારો હતા. જેથી જનતાએ જંગી ખરીદી કરી હતી. પરિણામે જીએસટી કલેક્શન(GST Collection) વધીને આવ્યું હતું. પણ હવે નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ((PM Narendra Modi) દિલ્હીના લાલ કિલ્લા પરથી જીએસટી રીફોર્મ્સની જાહેરાત કરી હતી.
કલેક્શનના વધારાનો દર ઘટ્યો
આ વર્ષે વીતેલા કેટલાક મહિના જોઈએ તો ઓકટોબરમાં જીએસટી કલેક્શનમાં(GST Collection) વધારાનો દર ઘટી રહ્યો છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શનમાં વધારાનો દર પાછલા વર્ષના આ મહિનાની સરખામણીએ 9.1 ટકા રહ્યો હતો. જે ઓકટોબરમાં 4.6 ટકા થઈ ગયો હતો. તે નવેમ્બરમાં વધુ ઘટીને 0.7 ટકા રહ્યો છે.
ગ્રોસ ઈમ્પોર્ટ રેવન્યૂ
નવેમ્બર મહિના દરમિયાન ગ્રોસ ડોમેસ્ટીક જીએસટી રેવન્યૂ 1,24,300 કરોડ રહી. જ્યારે ગ્રોસ ઈમ્પોર્ટ રેવન્યૂ 45,976 કરોડ રૂપિયા રહી. બન્નેને જોડીએ તો આ મહિને ગ્રોસ જીએસટી રેવન્યૂ 1,70,276 કરોડ રૂપિયા રહી છે.
રીફંડની સ્થિતિ
વીતેલા નવેમ્બરમાં ડોમેસ્ટિક રીફંડ 8,741 કરોડ રહ્યું છે. નિકાસ પર જીએસટી રીફંડ 9,464 કરોડ રૂપિયા રહ્યું છે. બન્નેનો સરવાળો કરીએ તો નવેમ્બર મહિનામાં કુલ જીએસટી રીફંડ 18,196 કરોડ રૂપિયા રહ્યું છે.
કલેક્શન કેમ ઘીમુ પડ્યું?
જીએસટી કલેક્શન(GST Collection) ધીમુ પડ્યું છે, તેની પાછળ કેન્દ્ર સરકારે જીએસટી રીફોર્મ્સ કર્યા અને રેટ કટ કર્યા છે. જેને પરિણામે જીએસટી કલેક્શન ઘટીને આવ્યું છે. 22 સપ્ટેમ્બર, 2025ના રોજ સરકારે એક મોટુ પગલું ભર્યું હતું. 12 ટકા અને 28 ટકા ટેક્સ સ્લેબને સમાપ્ત કરી દીધા હતા. તેને કારણે મોટાભાગની ચીજવસ્તુઓ એટલે કે 90 ટકા સામાન પર ટેક્સ રેટ ઘટાડવામાં આવ્યો હતો. તેને કારણે જીએસટી કલેક્શનની રકમ પર તેની અસર પડી છે.
Top Trending News
New IPO Calendar: રોકાણકારો માટે કમાણીની તક, આ સપ્તાહે 14 નવા આઈપીઓ ખૂલશે
અર્થતંત્ર પર પોઝિટિવ અસર
રીઝર્વ બેંકનું માનવું છે કે જીએસટીમાં બે ટેક્સ સ્લેબને ખતમ કર્યો અને તેને કારણે જીએસટી રેટ કટ થયો છે. તેની આગામી મહિનાઓમાં અર્થતંત્ર પર પોઝિટિવ અસર પડશે.(Indian Economy) તેમજ અમેરિકાએ લગાવેલ ટેરિફની(US Trump Tariffs) અસરને ઘટાડવામાં મદદ મળશે.