GST 2.0: જીએસટીમાં ફેરફારથી ભારતીય અર્થવ્યવસ્થાને ડબલ ડોઝ મળશેઃ પીએમ મોદી

by Investing A2Z

નવી દિલ્હી- જીએસટીમાં (GST Reforms) થયેલા મોટા ફેરફારના વખાણ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) ગુરુવારે કહ્યું હતું કે જીએસટી પર જે વાયદો કર્યો હતો, તે પુરો કરી દેવાયો છે. પીએમ મોદી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકોની સાથે દિલ્હીમાં તેમના આવાસ પર મુલાકાત કરી હતી અને તે દરમિયાન તેમને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે સમય પર ફેરફાર વગર આપણે આપણા દેશને આજની વૈશ્વિક પરિસ્થિતિમાં તેને ઉચિત સ્થાન ન અપાવી શક્યા હોત.

પીએમ મોદીએ કહ્યું હતું કે મે આ વખતે 15 ઓગસ્ટે લાલકિલ્લા પરથી કહ્યું હતું કે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે નવી પેઢી માટે સુધારા ખૂબ જરૂરી છે. મે દેશવાસીઓને વાયદો કર્યો હતો કે આ દિવાળી અને છઠ્ઠ પૂજાની પહેલા ખુશીઓનો ડબલ વરસાદ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) કહ્યું હતું કે મે 15 ઓગસ્ટે લાલકિલ્લા પરથી કહ્યું હતું કે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે નેકસ્ટ જનરેશન રીફોર્મ્સ(Next Generation Reforms) કરવા ખૂબ જરૂરી છે. મે દેશવાસીઓને વાયદો કર્યો હતો કે દિવાળી અને છઠ્ઠ પૂજાની પહેલા ખુશીઓના ડબલ ધમાકા થશે.

જીએસટી રીફોર્મ પર બોલતા તેમણે કહ્યું હતું કે કાલે ભારત સરકારે રાજ્યોની સાથે મળીને ખૂબ મોટો નિર્ણય લીધો છે.(GST Council meeting) હવે જીએસટી વધુ સરળ થઈ ગયો છે. જીએસટી હવે મુખ્ય રીતે બે સ્લેબ થઈ ગયા છે. પાંચ ટકા અને 18 ટકા જીએસટીનો દર રહ્યો છે. 22 સપ્ટેમ્બરને સોમવારે એટલે નવરાત્રિના પહેલા દિવસથી જીએસટીના નવા દર લાગુ થઈ જશે.

તેમણે કહ્યું હતું કે આ વખતે ધનતેરસની રોનક પણ વધુ જોરદાર હશે. કારણ કે ડઝનથી પણ વધારે ચીજવસ્તુઓ પર ટેક્સ હવે ખૂબ ઓછો થઈ ગયો છે. 8 વર્ષ પહેલા જ્યારે જીએસટી લાગુ થયો ત્યારે કેટલાય દશકાઓનું સ્વપ્ન સાકાર થયું હતું. આઝાદ ભારત પછી સૌથી મોટો આર્થિક સુધારામાંના એક હતો.

પીએમ મોદીએ કહ્યું હતું કે 21મી સદીમાં આગળ વધતાં ભારતમાં જીએસટીમાં પણ નેકસ્ટ જનરેશન રીફોર્મ્સ કરાયા છે. જીએસટી 2.0 (GST 2.0) તે દેશના સપોર્ટ અને ગ્રોથ માટે ડબલ ડોઝ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે નવા જીએસટી રીફોર્મ્સથી દેશના દરેક પરિવારને ખૂબ મોટો ફાયદો થશે. ગરીબ, ન્યૂ મિડલ ક્લાસ, મિડલ ક્લાસ, મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો, યુવાનો તમામને જીએસટી ટેક્સ ઘટતાં જબરજસ્ત ફાયદો થશે.

મોદીએ કહ્યું હતું કે જીએસટીમાં ફેરફારથી ભારતની અર્થવ્યવસ્થામાં પંચરત્ન જોડાયેલા છે. પહેલો- ટેક્સ સીસ્ટમ ખૂબ સરળ થઈ છે. બીજો- ભારતના નાગરિકોની કવૉલીટી ઓફ લાઈફ વધુ સુધરશે. ત્રીજો- વપરાશ અને ગ્રોથ બન્નેને નવો બુસ્ટ મળશે. ચોથો- ઈઝ ઓફ ડૂંઈગ બિઝનેસમાં રોકાણ અને નોકરીઓને બળ મળશે. પાંચમો- વિકસિત ભારત માટે કોઓપરેટિવ ફેડરલિઝ્મ વધુ મજબૂત થશે.

You will also like

Leave a Comment