નવી દિલ્હી- જીએસટીમાં સુધારાને (GST reforms) લઈને કેન્દ્ર સરકાર ફાસ્ટ ટ્રેક મોડમાં આવી ગઈ છે. (Government in fast track to reform GST) આ મુદ્દા પર ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠક પછી હવે કેન્દ્ર સરકારે જીએસટી કાઉન્સીલની બેઠક બોલાવી છે. જીએસટી કાઉન્સીલની બેઠક 3-4 સપ્ટેમ્બરે થશે અને આ બેઠક દિલ્હીમાં સવારે 11 વાગે શરૂ થશે. (GST Council meeting Cess to be imposed on luxury goods or not તેના એક દિવસ પહેલા 2 સપ્ટેમ્બરના રોજ જીએસટી કાઉન્સીલના અધિકારીઓની બેઠક થશે.
અધિકારીઓ પહેલા પ્રસ્તાવોનું પુરુ માળખુ તૈયાર કરી કરી લેશે. પછી જ્યારે 3-4 સપ્ટેમ્બરે મંત્રીઓ સાથે બેઠક થશે ત્યારે આ પ્રસ્તાવો પર ચર્ચા થશે. જીએસટીના ચાર સ્લેબ ઘટાડીને બે સ્લેબ કરવા માટે અગાઉથી જ મંત્રીઓની બેઠકમાં મંજૂરી મળી ગઈ છે. (Two slabs to be reduced in GST)
તે ઉપરાંત આ બેઠકમાં કેટલીય ચીજ વસ્તુઓ પર સેસના મુદ્દા પર સ્પષ્ટતા આવશે. રાજ્યોની આવકની ભરપાઈ પર પણ સ્પષ્ટતા થઈ શકે છે. લકઝરી ચીજ વસ્તુઓ પર સેસ લગાવવો કે ન લગાવવો તે મુદ્દાને લઈને પણ ચર્ચા પછી સ્પષ્ટતા થઈ શકે છે. (Cess to be imposed on luxury goods or not) તેના પર પણ ચર્ચા થશે કે જે ચીજ વસ્તુઓ પર જીએસટી ઝીરો કરાઈ રહ્યો છે અથવા ઘટાડી રહ્યા છે, તેના પર ઈન્વર્ટેડ ડ્યૂટી ઈનપુટ ટેક્સ ક્રેડિટના મામલાને કેવી રીતે સુલટાવાશે. એટલું જ નહી આ બેઠકમાં જીએસટીની પુરી સીસ્ટમમાં સુધારા કરવા પર ફોક્સ થઈ શકે છે.
આ બધાની વચ્ચે ઓટો સેકટરે જીએસટીમાં ઝડપી ફેરફાર કરવાની માંગ કરી છે. (Auto sector demands reform in GST) તહેવારોની સીઝન આ રહી છે, અને ડિમાન્ડ વધવાની ધારણા છે. તેવા સંજોગોમાં ઓટો કંપનીઓ નવરાત્રિ સુધીમાં જીએસટીમાં થનારા ફેરફારને લાગુ કરવાની માંગ કરી છે.(GST reforms before Diwali Navratri festival)
જીએસટીમાં ઘટાડાની જાહેરાતને કારણે હાલ ગ્રાહકો પોતાની ખરીદી ટાળી રહ્યા છે. એટલા માટે ઓટો કંપનીઓની માંગ છે કે નવરાત્રિ અને દીવાળીના તહેવારો પહેલા જીએસટીમાં ઘટાડાનો અમલ કરી દેવો જોઈએ. તે સાથે સાથે ઓટો ઈન્ડસ્ટ્રીઝે આઈટીસી(ઈનપુટ ટેક્સ ક્રેડિટ)ની પ્રક્રિયામાં પણ સમાધાનની માંગ કરી છે.