દુબઈમાં કેટલું સસ્તું સોનું મળે છે? જાણો ભારતની સરખામણીએ શું ભાવ છે

by Investing A2Z

અમદાવાદ- સસ્તામાં વિદેશથી સોનું ખરીદવાની વાત આવે ત્યારે તમામ લોકોના મનમાં સૌથી પહેલા દુબઈનું જ નામ આવે. પરંતુ શું તમે જાણો છો કે દુબઈમાં ભારતની સરખામણીએ 24, 22 અને 18 કેરેટ સોનું કેટલું સસ્તુ મળે છે. (Gold Rate Today) જો આપને ખબર નથી તો આ સમાચાર તમને ખૂબ ઉપયોગી જાણકારી આપશે. આજે અમે તમને દુબઈ અને ભારતમાં 24, 22 અને 18 કેરેટ સોનાના લેટેસ્ટ પ્રાઈઝ (Gold Prices Today)  શું છે, તેની જાણકારી આપીશું.

આજે દુબઈમાં (Gold Silver Market) 24 કેરેટ સોનાની કીમત પ્રતિ દસ ગ્રામે 92,805 રૂપિયા છે. (Gold price in Dubai) તો ભારતમાં આજે 9 જુલાઈએ 24 કેરેટ સોનાની કીમત રૂપિયા 98,180 છે. આ હિસાબે જોઈએ તો દુબઈમાં 24 કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામે 5374 રૂપિયા સસ્તુ છે.

22 કેરેટ સોનું અને 18 કેરેટ સોનું દુબઈમાં (Gold Rate in Dubai) ભારત કરતાં સસ્તુ મળે છે. દુબઈમાં 22 કેરેટ સોનાની કીમત પ્રતિ દસ ગ્રામ 85,967 રૂપિયા છે. તો ભારતમાં 22 કેરેટ સોનાની કીમત પ્રતિ દસ ગ્રામ 90,000 રૂપિયા છે. દુબઈમાં 18 કેરેટ સોનાની કીમત પ્રતિ દસ ગ્રામ 70,656 રૂપિયા છે. અને ભારતમાં તેની કીમત 73,640 છે.

જો તમે દુબઈથી સોનું ખરીદીને ભારત લાવવા માંગતા હોય તો તેના માટે કેટલાક નિયમ છે. જેને આપ ફોલો કરવા ખૂબ જરૂરી છે. મહિલાઓ દુબઈથી 40 ગ્રામ સોનું ખરીદીને ભારત લાવી શકાય છે. તો પુરુષ દુબઈથી ફક્ત 20 ગ્રામ સોનું ખરીદીને ભારત લાવી શકે છે.

તે ઉપરાંત જો તમે દુબઈમાં રહેતા હોય અને ભારત આવી રહ્યા તો તમે 1 કિલો સોનું કસ્ટમ ડ્યૂટી ફ્રી લાવી શકો છો. જો કે આ સાનું તમે ઘરેણાના રૂપમાં જ લાવી શકો છો. તેને તમે બિસ્કીટ કે સિક્કાના સ્વરૂપમાં લાવી શક્તા નથી.

Top Video News

શેરબજાર કેમ ઘટ્યું? ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ કયા અટકી!

દિલ્હીમાં આજે 18 કેરેટ સોનાની કીમત પ્રતિ દસ ગ્રામ 74,260 રૂપિયા છે. 22 કેરેટ સોનાની કીમત પ્રતિ દસ ગ્રામ 90,760 રૂપિયા છે. તથા 24 કેરેટ સોનાની કીમત રૂપિયા 99,000 છે.

મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 98,850 રૂપિયા છે. અમદાવાદ સોના ચાંદી બજારમાં 999 ટચ સોનું પ્રતિ દસ ગ્રામ 99,300નો ભાવ હતો. અમદાવાદમાં હૉલમાર્ક દાગીનાનો ભાવ 97,135 રૂપિયા હતો.

Related Posts

Leave a Comment